________________
ધર્મ કથાનુયોગ —મહાવીર-તીર્થમાં કાણિકનુ ......અને ધર્માંશ્રવણુ સ્થાનક : સૂત્ર ૩૨૧
wwwwwwwwwww
આદિ વિવિધ વિશિષ્ટ ચાલનું શિક્ષણ મેળવેલા એવા તે અશ્વા હતા. તેમના ગળામાં શ્રેષ્ઠ આભૂષણા લટકી રહ્યાં હતાં, મુખનાં આભૂષણા અવગ્નલ-લગી, દર્પણની આકૃતિ જેવા અલંકારવિશેષ–મુખબંધથી તે શાભતા હતા. તેમનાં ગંડસ્થળા ચામર અને કટિભાગ દંડથી શાભતા હતા. તેમની લગામ તરુણ સેવકાએ પકડી હતી.
ત્યાર પછી યથાક્રમે જેમના દાંત હજુ સહેજ સહેજ જ બહાર નીકળ્યા છે તેવા, સહેજ સહેજ મત્ત બનેલા, પૃષ્ઠ ભાગ કઈક વિશાળ અને ધવલ હતા તેવા, સાનાના પતરાંથી મઢેલા દતૂશળવાળા, સુવર્ણ-મણિરત્નાથી બનાવેલાં આભૂષણાથી શણગારેલા અને શ્રેષ્ઠ મહાવતા વડે હંકારાતા એક સા આઠ હાથીએ ક્રમશ: આગળ આગળ ચાલ્યા.
ત્યાર બાદ ક્રમાનુસાર છત્ર, ધ્વજા, ઘંટા, પતાકા, તેારણ, નંદિાષ આદિ ધૂધરીઓની જાળથી સજ્જ, હિમાચલ પ્રદેશમાં ઉત્પન્ન થયેલ તિનિશ કાષ્ઠમાંથી બનાવેલ અને સાનાથી રસેલા લેાઢાના પાટા ચઢાવેલ તથા સાનાના
આરાઓ યુક્ત પૈડાંવાળા, સુંદર, સુદૃઢ, ગાળવર્તુળાકાર ધરીઓવાળા, ઊંચી જાતના ઉત્તમ અશ્વો જોતરેલા, સુયેાગ્ય સુરક્ષિત સારથીઓ વડે ચલાવાતા [ કયાંક આવા પાઠ છેસાનાની જાળીવાળા ઝરૂખાવાળા ધૂધરીઓ અને ઘંટડીઓની જાળવાળા ] બૌશ ભાથાએથી શાભતા, કવચ, શિરસ્ત્રાણ ધનુષ, બાણ અને બીજા શસ્ત્રોથી યુક્ત, યુદ્ધ માટે સજ્જ એવા એક સે। આઠ રથ આગળ ચાલ્યા.
ત્યાર પછી હાથામાં તલવાર, ત્રિશૂળ, ભાલા, તામર, શૂળ, લાઠી, ભિંડિમાલ-નાના ભાલા અને ધનુષ ધારણ કરેલ પાયદળ સૈનિકા [ યુદ્ધને માટે સજ્જ થયા હોય તેમ સારી રીતે કવચથી શરીરને મઢીને, ધનુષા પર ચાપ ચડાવીને, ગળામાં ગૈવેયક–ગલપટ્ટા અને પાતાનાં સંકેત ચિહ્નોના પટ્ટા ધારણ કરીને, આયુધા-પ્રહરણા ગ્રહણ કરીને ] ક્રમસર આગળ ચાલ્યા.
Jain Education International
૧૯૫ wwwwww
ત્યાર બાદ જેનું હારોથી ખચિત વક્ષ:સ્થળ શેાભી રહ્યુ છે તેવા, કુંડળાની દીપ્તિથી પ્રકાશિત મુખવાળા, મુકુટથી દેદીપ્યમાન જણાતા મસ્તકવાળા, મનુષ્યામાં સિંહ સમાન, મનુષ્યના પાલક,રાજાઓમાં ઇન્દ્ર સમાન, નરવૃષભ, મનુષ્ય રાજાએમાં વૃષભ સમાન, અધિક રાજલક્ષ્મીના તેજથી દીપતા, ઉત્તમ હાથીની ખાંધે બિરાજમાન, કારટ પુષ્પાની માળાયુક્ત છત્ર ધારણ કરતા, ઉત્તમ શ્વેત ચામરા દ્વારા જેને વીંઝણા ઢાળવામાં આવી રહ્યો છે તેવા, વૈશ્રમણ-કુબેર જેવા નરપતિ, ઇન્દ્રરાજ જેવી સમૃદ્ધિ અને કીર્તિવાળા તે રાજા કાણિક ઉત્તમ હાથી-ધાડા-રથદળ-પાયદળથી બનેલી ચાતુર ગિણી સેનાથી અનુસરાતા જ્યાં પૂર્ણ ભદ્ર ચૈત્ય હતું ત્યાં જવા નીકળ્યા.
ત્યારે તે બિ બિસારપુત્ર કેણિક રાજાની આગળ મહાન અશ્વસવારો અને આજુબાજુ શ્રેષ્ઠ હાથીઓ પર સવાર સુભટા અને પાછળ રથ સવારોના સમૂહ હતા.
ઠાઠમાઠ
ત્યાર પછી તે બિબિસારપુત્ર કાણિક રાજાની આગળ આગળ જળથી ભરેલ ઝારીઓ લઈને સેવકા ચાલી રહ્યા હતા, બન્ને બાજુ પંખા વીંઝાતા હતા, તેના મસ્તકપર છત્ર ધરવામાં આવેલ હતુ, બાલવી જણીઓ-વી જાતી હતી, સકળ સમૃદ્ધિ, સકળ વ્રુતિ, સકળ સૈન્ય, સર્વ સમુદય, સર્વ વિભૂતિ, સ વિભૂષા, સધળા |કવચિત—સાધારણ પ્રજા, નાયક, તલવા અને સર્વ અંત:પુર સાથે] સર્વ પ્રકારના પુષ્પ, ગધ, માળા, અલ'કારા, સર્વ પ્રકારનાં વાઘોના ધ્વનિ પ્રતિધ્વનિ, મહાઋદ્ધિ, મહા ઘુતિ, મહાબળ, મહા સમુદય-પ્રભાવ અથવા સમુદાયથી શાભિત એવા, એક સાથે વગાડવામાં આવતા ઉત્તમ શંખ, પણવ, પટહ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડુકી, મુરજ, મૃદંગ અને દુંદુભિના નાદ સાથે ચંપા નગરીની વચ્ચેાવચ્ચે થઈને નીકળ્યા.
ત્યારે તે કાણિક રાજા ચંપાનગરીની વચ્ચાવચ્ચે થઇને નીકળ્યા. એટલે અનેક માગણા,
For Private Personal Use Only
www.jainelibrary.org