________________
૧૧૪
ધર્મસ્થાનુગ–મહાવીર-તીર્થમાં કામદેવ સ્થાનક : સૂત્ર ૧૦૨
૭. ચુલનીપિતા ગાથાપતિ કથાનક વારાણસીમાં ચુલનીપિતા ગાથા પતિ૧૩૦. તે કાળે તે સમયે વારાણસી નામે નગરી હતી.
કોષ્ટક નામનું ચૈત્ય હતું. જયાં જિતશત્રુ નામના રાજ રાજ્ય કરતા હતા.
ત્યાં વારાણસી નગરીમાં ચુલની પિતા નામને ગાથાપતિ રહેતો હતો, જે ધનવાન હતો યાવતું કોઈથી પણ ગાંજો ન જાય એવું હતું, અર્થાત્ પ્રભાવશાળી હતા.
તે ચલનીપિતા ગાથાપતિના કોષમાં આઠ કરોડ સુવર્ણ મુદ્રાઓ રોકડ જમા હતી, તેની આઠ કરોડ સુવર્ણ મુદ્રાઓ વ્યાપાર-વ્યવસાયમાં રોકાયેલી હતી અને આઠ કરોડ સુવર્ણ મુદ્રા ઘરની સાધન સામગ્રીમાં (સ્થાવર મિલકત રૂપે) રોકાયેલી હતી. તેની પાસે દસ-દસ સહસ્ત્ર ગાયો વાળા આઠ વ્રજ-ગોકુળ હતા.
તે ગાથાપતિ ચુલનીપિતાને ઘણા બધા રાજા આદિ પોતપોતાના કાર્યો માટે પૂછતા હતા, સલાહ લેતા હતા અને પોતાના કુટુંબ પરિવારનો પણ તે આધાર-સ્તંભ-મુખી વાવ સર્વ કાર્યોનો નિર્દેશક પ્રેરક હતો.
ચુલનીપિતા ગાથાપતિનું સમવસરણમાં ગમન અને ધમં શ્રવણ૧૩૨. તત્પશ્ચાતુ ચુલનીપિતા ગાથાપતિ તે સમાચાર
સાંભળીને કે “ પૂર્વાનુમૂવી ક્રમથી ચાલતા ચાલતા, એક ગામથી બીજે ગામ ફરતા ફરતા, શ્રમણ ભગવાન મહાવીર અહીં આવ્યા છે, પધાર્યા છે, સમવસૃત થયા છે અને વારાણસી નગરની બહાર કાષ્ઠક ચૈન્યમાં થોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ તેમજ તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. હે દેવાનુપ્રિયા ! તથારૂપ અરિહંત ભગવંતોના નામ અને ગોત્ર સાંભળવા મળે તે પણ લહાવે છે તે આયુષ્યમનું ! તેમની પાસે જઈને, તેમને વંદન-નમસ્કાર કરીને તેમને પ્રશ્ન પૂછવાન અને પર્યું પાસના કરવાનો અવસર પ્રાપ્ત થાય છે તે પૂછવું જ શું? ધમાચાર્યનું
એક સુવચન સાંભળવું કલ્યાણપ્રદ છે ત્યારે વિપુલ અર્થને ગ્રહણ કરવા મળે તેવા અવસરની તો વાત જ શી ?
તો હું જાઉં અને દેવાનુપ્રિય શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરું, તેમનો સત્કારસન્માન કર્યું તેમ જ ને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈતન્યરૂપની પથુપાસના કરું. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત કરીને શુદ્ધ, અવસરને અનુરૂપ માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેર્યા અને અ૫ પરંતુ મૂલ્યવાન આભૂષણોથી શરીરને અલંકૃત કરીને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને જ્યાં કોષ્ટક રૌત્ય હતું
અને તેમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી વિરાજમાન હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને યથા યોગ્ય સ્થાન ગ્રહણ કરીને શુશ્રુષા કરતે, નમસ્કાર કરીને પોતાના હાથ જોડીને પયું પાસના કરવા લાગ્યો,
તદાર શ્રમણ ભગવાન મહાવીરે ગાથાપતિ ચુલનીપિતા અને તે વિશાળ જન-પરિષદને
ચુલનીપિતા ગાથાપતિની પત્નીનું નામ શ્યામાં હતું, જે શુભ લક્ષણવાળી પરિપૂર્ણ પંચેન્દ્રિો તેમ જ શીરવાળી હતી કાવત્ મનુષ્ય સંબંધી કામભોગો ભોગવતી સમય વ્યતીત કરતી હતી. ભગવાન મહાવીરનું સમવસરણ - ૧૩૧તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
થાવત્ જ્યાં વારાણસી નગરી હતી, જ્યાં કૌષ્ઠક ચૈત્ય હતું ત્યાં પધાયાં, પધારીને યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. દર્શન માટે પરિષદ આવી.
કોણિક રાજાની જેમ જિતશત્રુ રાજ પણ દર્શન કરવા આ પાવત્ પય્ પાસના કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org