________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં સદાલપુત્ર કુંભકાર ગાથાપતિ કથાનક : સત્ર ૨૨૧
૧૪૯
ટુકડાઓથી ભરેલી. ચામડાની થેલી, મદુગર, મુઠ્ઠી આદિના પ્રહારોથી સશક્ત બનાવેલા શરીરવાળો, આંતરિક ઉત્સાહ અને શક્તિ યુક્ત, સહોત્પન્ન તાડનાં બે વૃક્ષો જેવી સુદઢ તેમ જ દીર્ધ ભુજાઓવાળ, છેક, દક્ષ, નિષ્ણાત, નિપુણ, શિલ્પોપગત-પોતાના કાર્યમાં પ્રવીણ-એવો કોઈ પુરુષ, મોટા બકરાને, દેડકાને, સુવરને, મુગીને, તેતરને, લક્કડખોદને, કબૂતરને, બપૈયાને, કાગડાને, ચીલને કે બાજને હાથ-પંજા, પગ, ખરી, પૂંછડી, પીઠ, સીંગ-શીંગડા, વાળ આદિ જ્યાં ક્યાંયથી પણ પકડી લે છે તો તેને તરત જ નિશ્ચલ, નિuદહલનચલન રહિત કરી દે છે. આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર મને ઘણા બધા અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો અને વ્યાખ્યા-વિશ્લેષણો દ્વારા જ્યાં કયાંયથી પણ પકડી લેશે તો મને નિરુત્તર કરી દેશે. તેથી હે સદાલપુત્ર! હું એમ કહું છું કે તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ-તત્ત્વચર્ચા કરવામાં હું સમર્થ નથી.”
ત્યારે તે સાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ મખલિપુત્રને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરનું રસત્ય, યથાર્થ, સદ્ભૂત ભાવો દ્વારા ગુણકીર્તન કરી રહ્યા છે, તેથી આપને પ્રાતિહારિક, પીઠ, ફલક, શૈયા, સંસ્તારક માટે આમંત્રિત કરું છું, પરંતુ તમારા ધર્મ અને તપને માનીને નહીં. તો તમે મારા કુંભાકારાપણ-વાસણોની કર્મશાળામાંથી પ્રાતિહારિક, પીઠ, ફલક, શૈયા, સંસ્કારક ગ્રહણ કરીને વિચરણ કરો-નિવાસ કરો.'
તદનન્તર ગોશાલ મંખલિપુત્રો સદાલપુત્ર શ્રમણોપાસકના આ કથનને સાંભળ્યું, અને સાંભળીને પ્રાતિહારિક પીઠ, ફલક, શૈયા, સંસ્તારક લઈને વિચારવા લાગ્યો.
તદનન્તર ગોશાલ મંખલિપુત્ર સદ્દાલપુત્ર શ્રમણોપાસકને અનેક પ્રકારના આખ્યાપનોસામાન્ય કથનો, પ્રજ્ઞાપનાઓ-વિવિધ પ્રરૂપણાઓ, સંજ્ઞાપનાઓ–પ્રતિબોધો અને વિજ્ઞાપના
ઓ-અનુય-વિનયયુક્ત વચનો દ્વારા નિગ્રન્થ પ્રવચનમાંથી વિચલિત, સુભિત અને વિપરિણમિત-વિરુદ્ધ ન કરી શક્યો ત્યારે શ્રાંત, કલાન્ત, ખિન્ન અને અત્યંત દુ:ખી થઈને પોલાસપુર નગરની બહાર નીકળ્યો અને બહાર નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરવા લાગ્યો.
સદાલપુત્રની ધર્મજાગરિકા૨૨૧. તદનન્તર ઘણાં બધાં શીલવ્રતો, ગુણવ્રતો,
વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતા તે સદાલપુત્ર શ્રમણોપાસકનાં ચૌદ વર્ષ પસાર થઈ ગયાં, અને પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે કઈ એક સમયે મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણાતત્વચિંતન કરતાં આ પ્રમાણેનો આંતરિક, ચિંતિત, પ્રાર્થિત, માનસિક વિચાર ઉત્પન્ન થયો કે, પોલાસપુર નગરમાં ઘણા બધા લોકે થાવતુ પોતાનાં કાર્યો માટે મારી સલાહ લે છે, મારી સાથે પરામર્શ કરે છે તથા મારા કુટુંબમાં પણ હું આધારસ્તંભ જેવો છું અને બધાં કાર્યોનો પ્રેરક છું. તેથી આ વિક્ષેપ-અડચણને કારણે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ગ્રહણ કરેલી ધર્મ પ્રશપ્તિનો સ્વીકાર કરીને સમય વ્યતીત કરવા સક્ષમ-ઉત્સુખ-અગ્રેસર નથી થઈ શકતો.”
તદનન્તર તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે પોતાના યેષ્ઠપુત્ર, મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો, સંબંધીઓ અને પરિચિત જનોને કઈ-અનમતિ માગી, અનુમતિ લઈને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને પોલાસપુરનગરના મધ્યભાગમાંથી ચાલતો ચાલતો જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયો, ત્યાં જઈને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું, ઉચ્ચાર પ્રસણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનું આસન પાથર્યું, પાથરીને તે ઘારાના આસન પર બેઠો અને પૌષધશાળામાં પૌષધિક બનીને-પીપધવ્રત ગ્રહણ કરી બ્રહ્મચર્યપૂર્વક મણિ-સુવર્ણ આદિનાં આસન
છોડીને, પુપમાળાઓ, વર્ણ કશૃંગારનાં સાધનો ' અને વિલેપનો-કેશર આદિનો ત્યાગ કરી અને મૂલ આદિ શસ્ત્રો એક બાજુ મૂકીને, એકાકી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org