________________
ધર્મ કથાનુયાગ—મહાવીર-તીર્થમાં મહાશતક ગાથાપતિ સ્થાનક ઃ સૂત્ર ૨૪૩
તત્પશ્ચાત્ તે રેવતી ગાથા-પત્ની મહાશતક શ્રમણાપાસક દ્વારા તિરસ્કૃત અને ઉપેક્ષિત થઈ જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ફરી. મહાશતર્ક કરેલી ઉપાસક પ્રતિમાની પ્રતિત્તિ— ૨૪૩. તત્પશ્ચાત્ તે મહાશતક શ્રમણાપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરવા લાગ્યા.
તે મહાશતક શ્રમણાપાસકે પહેલી ઉપાસક પ્રતિમા યથાશ્રુત-શાસ્ત્ર અનુસાર, યથાકલ્પ– આચાર મર્યાદાનુસાર, યથામાર્ગ –વિધિ અનુસાર અને યથાતત્ત્વ—સિદ્ધાંત અનુસાર સભ્યપ્રકારે ગ્રહણ કરી, તેનુ ાલન કર્યું, તેને શૌધિતશુદ્ધ કરી, ઉત્તીર્ણ- પૂર્ણ કરી, કીર્તિ ત-અભિનંદિત કરી, આરાધિત કરી.
૩૧
તત્પશ્ચાત્ મહાશતક શ્રમણેાપાસકે આ પ્રમાણે બીજી, ત્રીજી, ચાળી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમા યથાશ્રુત, યથાકલ્પ, યથામા, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે અંગીકાર કરી, તેનું પાલન કર્યું, તેને શાધિત કરી, ઉત્તીર્ણ કરી, કીર્તિત કરી, આરાધિત કરી.
તદનન્તર તે મહાશતક શ્રમણેાપાક તે ઉત્કૃષ્ટ, વિપુલ, પ્રયત્નસાધ્ય, ગ્રહણ કરેલી તપશ્ચર્યાને કારણે શુષ્ક, રુક્ષ થઈ ગયા, તેના શરીર પર માંસ ન રહ્યુ, હાડકાં અને ચામડી બચી ગયાં, હાડકામાંથી કડ-કડ અવાજ આવવા લાગ્યા, શરીર કૃશ-ક્ષીણ બની ગયુ. ઉપસેલી નસા દેખાવા લાગી.
મહાશતકનું' અનશન
૨૪૪. તત્પશ્ચાત્ કોઈ એક દિવસ મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતાં તે મહાશતક શ્રમણેાપાસકને આવા અને આ પ્રમાણેના આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયા કે “ હું આ ઉત્કૃષ્ટ વિપુલ પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલી તપશ્ચર્યાને કારણે સુકાઈ ગયા છું, મારું શરીર રુક્ષ બની ગયું છે, માંસ-વિહીન
Jain Education International
૧૫૯
બની ગયુ છે, માત્ર હાડકાં અને ચામડી જ શેષ રહી ગયાં છે, હાડકાં કડ-કડ અવાજ કરવા લાગ્યા છે, કૃશતાને કારણે ઊપસી આવેલી નસા દેખાવા લાગી છે, તે પણ મારામાં હજી ઉત્થાન, ધર્મ પ્રતિ ઉત્સાહ, કર્મ, પ્રવૃત્તિ, બળ, વીય, પુરુષાચિત પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ-ધૈય, સર્વંગ-મુમુક્ષુ ભાવ છે. તે જ્યાં સુધી મારામાં ઉત્થાન, ક્રિયા-શક્તિ, બળ, વી, પુરુષાચિત પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ, સળંગ છે તથા યાવત્ જ્યાં સુધી મારા ધર્માચાર્ય, ધર્મપદેશક, જિન, સુહસ્તી શ્રમણ ભગવાન મહાવીર વિચરણ કરી રહ્યા છે, ત્યાં સુધી મારા માટે શ્રેયસ્કર છે કે કાલે રાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તન થાય યાવત્ સૂર્યોદય થયા પછી તથા જાજ્વલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થયા પછી અ'તિમ મરણાન્તિક સ‘લેખનાના સ્વીકાર કરી લઉં, ભાજન-પાણીના પરિત્યાગ કરુ અને મરણની કામના ન કરતાં જીવન વ્યતીત કરુ.’ આમ વિચાર કરીને કાલે રાત્રિ પ્રભાતરૂપે પરિવર્તન પામ્યા પછી-સૂર્યના ઉદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકર તેજ સહિત પ્રકાશ્યા પછી અપશ્ચિમ મરણાન્તિક સલેખના ઝૂસણાના સ્વીકાર કરી, ભેાજનપાણીનો ત્યાગ કરી મૃત્યુની કામના ન કરતા તે આરાધનામાં લીન બની ગયા. મહાશતકને થયેલી અવધિજ્ઞાનાત્પત્તિ— ૨૪૫. તત્પ્રશ્ચાત્ તે મહાશતક શ્રમણાપાસકને શુભ અધ્યવસાય અને શુભ પરિણામયુક્ત વિશુદ્ધ થતી લેશ્યાઓથી તદાવરણીય કર્મના ક્ષયાપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. જેથી તે પશ્ચિમ દિશામાં લવણસમુદ્રથી એક હજાર યેાજન સુધીના ક્ષેત્રમાં બનતી ઘટનાઓ જોવા-જાણવા લાગ્યા યાવત્ ઉત્તરમાં હિમવન્ત વર્ષધર પત સુધી જોઈ શકતા અને અધાદિશામાં પ્રથમ નારકભૂમિ-રત્નપ્રભામાં ચેાર્યાસી હજારની આયુસ્થિતિવાળા લાલુપાચ્યુત નામના નરક સુધી જાણવા–જોવા લાગ્યા.
For Private Personal Use Only
www.jainelibrary.erg