________________
૧૫ર
ધમકથાનયોગ-મહાવીર-તીર્થ માં સદ્દા પુત્ર કુંભકાર ગાથાપીત કથાનક : સૂત્ર ૨૨૭
વાર સદ્દાલપુત્ર શ્રમણોપાસકને કહ્યું– રે સદ્દાલપુત્ર શ્રમણોપાસક ! યાવત્ જો તું આજે શીલાદિ ચાવતુ પૌપધાપવાસો નહીં છોડે, નહીં તોડે તો હું આ જ ક્ષણે તારી ધર્મસહાયિકાધર્મવૈદ્યા (ધર્મમાં આવેલી શિથિલતા આદિ જેવા રોગો દૂર કરી ધાર્મિક સ્વાથ્ય પ્રદાન કરવામાં વૈદ જેવી), ધર્માનુરક્તા–ધર્મ પ્રત્યેના અનુરાગમાં રંગાયેલી, સમ-સુખ-દુ:ખ-સહાયિકા -સમાન રીતે તારા સુખ-દુ:ખમાં સહાય થનારી અગ્નિમિત્રા ભાર્યાને ઘરેથી લઈ આવીશ, લાવીને તારી સામે તેનો વધ કરીશ યાવત્ તારો જીવ ખોઈ નાખીશ.
તળીને મારા શરીરને તેમના લોહી અને માંસથી ખરડયું અને હવે આ મારી ધર્મસહાયક, ધર્મ-વૈદ્ય, ધર્માનુરાગરક્ત, સમ-સુખ-દુ:ખસહાયક એવી અગ્નિમિત્રા ભાર્યાને પણ ઘરેથી ઉપાડી લાવી મારી સામે મારી નાખવા ઈચ્છે છે. તો મારા માટે યોગ્ય છે કે હું આ પુરુષને પકડી લઉં.' એમ વિચાર કરીને પકડવા માટે પોતાના આસન પરથી ઊઠયો, પરંતુ તે દેવ તો આકાશમાં ઊડી ગયો અને સદ્દાલપુત્ર શ્રમણોપાસકના હાથમાં થાંભલો પકડાઈ ગયો તેથી તે જોર જોરથી લાહલ કરવા-બૂમ પાડવા લાગ્યો.
અગ્નિમિત્રાને પ્રશ્ન૨૨૬. તદનન્તર અગ્નિમિત્રા ભાર્યા તે કેલાહલ
સાંભળીને અને વિચાર કરીને સદ્દાલપુત્ર શ્રમણોપાસક પાસે આવી અને આવીને સદ્દાલપુત્ર શ્રમણોપાસકને પૂછ્યું, “હે દેવાનુપ્રિય ! તમે મોટે-મોટેથી બૂમ કેમ પાડી?'
દેવની આ ધમકી સાંભળીને પણ સદાલપુત્ર શ્રમણોપાસક અભય ચાવત્ ધર્મ-સાધનામાં રત રહ્યો.
ત્યાર પછી પણ તે દેવે જ્યારે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને અભય યાવતુ સાધના રને જોયો, તો તે જોઈને બીજી અને ત્રીજી વાર ફરીથી સદ્દાલપુત્ર શ્રમણોપાસકને એવી ચેતવણી આપી કે “હે સદ્દાલપુત્ર શ્રમણોપાસક ! યાવતુ જો તું આજે શીલાદિ યાવનું પૌષધોપવાસો નહીં છોડે, નહીં તોડે તો હું આ જ ક્ષણે તારી ધર્મસહાયિકા, ધર્મવૈદ્યા, ધર્માનુરાગરક્તા, સમ-સુખદુ:ખ-સહાયિકા, અગ્નિમિત્રા ભાર્યાને ઘરેથી ઉપાડી લાવીશ, લાવને તારી સામે મારી નાખીશ થાવત્ નું જીવન રહિત થઈ જઈશ.'
તદનન્તર બીજી, ત્રીજી વાર પણ દેવ દ્વારા આપવામાં આવેલી આ ચેતવણી સાંભળીને તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને આવો આંતરિક, ચિંતિત, પ્રાર્થિત, માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો કે “અહો આ પુરુષ અધમ, નીચ વિચારવાળો અને અધમ પાપકર્મો કરનાર છે જે પહેલાં તો મારા જ્યેષ્ઠ પુત્રને, ત્યાર બાદ મધ્યમ પુત્રને અને તદનન્તર કનિષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવ્યો, લાવીને મારી સામે તેમનો વધ કર્યો, વધ કરીને તેમના શરીરના નવ કટકા કર્યા અને પછી તેને તેલ ભરેલી કડાઈમાં તળ્યા,
સાલપુત્રનો ઉત્તર– ૨૨૭. ત્યારે સદાલપુત્ર શ્રમણોપાસકે અગ્નિમિત્રા
ભાર્યાને ઉત્તર આપ્યો-“હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે હું જાણતા નથી એવા કોઈ એક પુરૂષે ક્રોધિત, રુષ્ટ, કેપિત અને ચંડિકાવતુ સ્વરૂપ ધારણ કરી દાંત કચકચાવતા, નીલકમલ, ભેંસના શીંગડા અને અળસીના ફુલ જેવી, નીલ પ્રભા તથા તીક્ષણ ધારવાળી એક મોટી તલવાર હાથમાં રાખીને મને કહ્યું કે, “એ રે સદ્દાલપુત્ર શ્રમણોપાસક ! યાવત્ જો તું આજે શીલાદિ યાવત્ પૌષધોપવાસ નહીં છોડે, નહીં તોડે તો હું આ જ ક્ષણે તારા જ્યક પુત્રને ઘરેથી લઈ આવીશ, લાવીને તારી સામે તેને મારીશ, મારીને તેના શરીરના નવ કટકા કરીશ, કટકા કરીને તેલ ભરેલી કડાઈમાં તળીશ, તળીને તારા શરીરને લોહી અને માંસથી ખરડીશ. જેથી તું આર્તધ્યાન તેમ જ દુસહ દુ:ખથી પીડિત થઈને તારો જીવ ખોઈશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org