________________
૧૪૮
ધર્મધ્યાનુગ–મહાવીરતીર્થમાં સદ્દાલપુત્ર કુંભકાર ગાથાપતિ કથાનકઃ સૂત્ર ૨૨૦
અટવીમાં જે ઘણા જીવો નાશ પામી રહ્યા છે, વિનષ્ટ થઈ રહ્યા છે, તેમનું ભક્ષણ થઈ રહ્યું છે, ભૂદાઈ રહ્યા છે, લપાઈ રહ્યા છે, વિલુપ્ત થઈ રહ્યા છે અને ઉન્મગંગામી છે, તેમની ધર્મરૂપી માર્ગ દ્વારા રક્ષા કરે છે અને મોક્ષરૂપી મહાનગર તરફ ઉન્મુખ કરી સહારો આપી ત્યાં પહોંચાડે છે. તેથી હે સદાલપુત્ર! હું કહું છું કે શ્રમણ ભગવાન મહાવીર મહાસાર્થવાહ છે.’
ગોશાલ સંખલિપુત્ર- હે દેવાનુપ્રિય! શું અહીં મહાધર્મકથી આવ્યા છે?
સદ્દાલપુત્ર- “હે દેવાનુપ્રિય! તમે મહાધર્મકથી કેને કહો છો ?'
ગોશાલ મંખલિપુત્ર-શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે.”
સાલપુત્ર-“હે દેવાનુપ્રિય! તમે કયા કારણથી કહો છો કે શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે.'
ગશાલ મંખલિપુત્ર-“હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર આ વિશાળ સંસારમાં નાશવંત, વિનાશવંત, ખાદ્યમાન, છિદ્યમાન, ભિદ્યમાન, લુપ્યમાન, વિલુપ્યમાન, ઉન્માર્ગગામી, સત્પથથી ભ્રષ્ટ, મિથ્યાત્વથી ગ્રસ્ત, આઠ પ્રકારના કર્મરૂપી અંધકારના પડદાથી ઢંકાયેલા અનેક પ્રાણીઓને, અનેક પ્રકારની યુક્તિ, પ્રશ્નો, કારણો, વ્યાખ્યાઓ દ્વારા નિરુત્તર કરી દે છે અને ચતુર્ગતિવાળી સંસારરૂપી અટવીમાંથી સહારો આપી બહાર કાઢે છે. આ અભિપ્રાયથી હે દેવાનુપ્રિય ! હું કહું છું કે શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે.”
ગોશાલ મખલિપુત્ર- “હે દેવાનુપ્રિય ! શું અહીં મહાનિર્ધામક આવ્યા છે?”
સદ્દાલપુત્ર- હે દેવાનુપ્રિય! મહાનિર્યામક કોણ છે?”
ગોશાલ મખલિપુત્ર - “શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક છે.'
સદાલપુત્ર-“હે દેવાનુપ્રિય! તમે કયાં કારણો
રાર કહે છે કે શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક છે?'
ગોશાલ મંખલિપુત્ર- “હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે શ્રમણ ભગવાન મહાવીર સંસારરૂપી સમુદ્રમાં નાશ પામી રહેલા, વિનાશ પામી રહેલા, ડૂબી રહેલા, ગાથાં ખાઈ રહેલા, વહી
જતા, લુપ્ત થઈ રહેલા, વિલુપ્ત થઈ રહેલા, છિન્ન થઈ રહેલા, ભિન્ન થઈ રહેલા, ઘણા બધા પ્રાણીઓને ધર્મરૂપી નૌકામાં સહારે આપી મોક્ષરૂપી કિનારા પર લાવે છે. તેથી હે દેવાનુપ્રિય ! હું કહું છું કે શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક-કર્ણધાર-સુકાની છે.' મહાવીર સાથે વિવાદ કરવામાં ગાશાલનું
અસામર્થ્ય તેમ જ પ્રતિગમન૨૨૦. તદનન્તર સદ્દાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ
મખલિપુત્રને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે તો છેક-ચતુર, અવસરને ઓળખનાર, દક્ષ, પ્ર8, વાચતુર-બોલવામાં હોશિયાર, નિપુણ, નયવાદીનીતિજ્ઞ, ઉપદેશલબ્ધ-આપ્તજનો પાસેથી શિક્ષા પામેલા, વિજ્ઞાન-પ્રાપ્ત, વિશેષ બોધયુક્ત છો. તો શું તમે મારા ધર્મચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ-તત્ત્વચર્ચા કરવામાં સમર્થ છો ?' ગોશાલ સંખલિપુત્ર- ના, એ સંભવ નથી.”
સદ્દાલપુત્ર- હે દેવાનુપ્રિય ! તમે કયા કારણસર કહે છે કે તમે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સાથે વિવાદ કરવામાં સમર્થ નથી ?”
મંખલિપુત્ર ગોશાલ- હે સદ્દાલપુત્ર ! જેવી રીતે કોઈ તરુણ, આત્મિક અને શારીરિક શક્તિ સંપન્ન, બળવાન, નિરોગી, પરિપુષ્ટ હાથપગવાળો, પીઠ, પાંસળીઓ, જંધા વગેરે સંગઠિત અંગવાળા, અત્યન્ત સધન, ગોળાકાર ખભાવાળ, લંધન-લાંબું ફૂદવામાં, પ્લવન-ઊંચું ફૂદવામાં, ગમન, ગોળ ગોળ ફરવામાં સમર્થ અથવા વેગપૂર્વક શીઘ્રતાથી કરવામાં આવતા વ્યાયામો કરવામાં સક્ષમ, ચર્મોષ્ટક-ઈટ પથ્થરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org