________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં સુરાદેવ ગાથાપતિ કથાનક : સત્ર ૧૪૯
૧૨૧
યુક્ત શરીરવાળી હતી યાવનું મનુષ્ય સંબંધી કામભોગો ભેગવતી વિચરતી હતી. ભગવાન મહાવીરનું આગમન– ૧૪૯. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
થાવત્ જ વારાણસી નગરી હતી, જયાં કાષ્ઠક રૌય હતું ત્યાં આવ્યા, આવીને યથોચિત
અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને નપથી આમાને ભાવિત કરતા વિચરવા લાગ્યા. પરિષદા ધર્મકથા સાંભળવા આવી.
શ્રેણિક રાજાની જેમ જિનશત્રુ રાજા પણ વંદના આદિ માટે આવ્યો યાવત્ પયું પાસના કરવા લાગ્યા, સુરાદેવ ગાથાપતિ સમવસરણમાં ગમન અને ધર્મ શ્રવણ૧પ૦. તદનન્તર સરાદેવ ગાથાપતિએ એ વાત સાંભળી કે પૂનપૂવ ક્રમથી ચાલતા ચાલતા, એક ગામથી બીજે ગામ ફરતા ફરતા શ્રમણ ભગવાન મહાવીર અહીં આવ્યા છે, પધાર્યા છે, સમવસયાં છે અને અહીં વારાણસી નગરીની બહાર કાષ્ઠક ચૈત્યમાં યથોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. ત્યારે
હે દેવાનુપ્રિયે જો નથારૂપ અરિહંત ભગવંતેનાં નામ અને ગેત્ર વિશે સાંભળવું પણ મહાફળ દાયક છે તો પછી તેમની પાસે જઈને, તેમને વંદન-નમસ્કાર કરીને પ્રશ્નો પૂછવા અને તેમની પયું પાસના કરવાનો અવસરનું તો પૂછવું જ શું? જ્યારે આય—ધર્મનું એક વાક્ય પણ સાંભળવું દુર્લભ હોય તો પછી વિપુલ અથ ગ્રહણ કરવાની સુદુર્લભતા માટે પૂછવું જ શું? તે હે દેવાનુપ્રિય ! હું જઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરું, તેમને સત્કાર સન્માન કર્યું, અને કલ્યાણ મંગળ, દેવ તેમજ રૌવ્ય રૂપ એવા તેમની પણું પાસના કરું.' આ પ્રમાણે તેણે વિચાર કમે વિચાર કરીને સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, અને કૌતુક-મંગળ-પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ સભ
ચિત માંગલિક શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યો તેમ જ અ૫ પરંતુ મૂલ્યવાન આભૂષણથી શરીરને અલંકૃત કરીને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળોને કોરંટ પુષ્પોથી યુક્ત છત્રને ધારણ કરીને જનસમૂહની સાથે પગપાળા વારાણસી નગરીની વચ્ચેથી પસાર થયો, પસાર થઈને જ્યાં કાષ્ઠક ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયો, ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર દક્ષિણ દિશાથી શરૂ કરીને પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા તથા વંદન-નમસ્કાર કરીને પછી બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં તેવા યોગ્ય સ્થાન પર સ્થિર થઈને શુશ્રષા કરતો, નમસ્કાર કરતે વિનયપૂર્વક અંજલિ રચીને પર્યું પાસના કરવા લાગ્યો.
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે સુરાદેવ ગાથાપતિ અને તે વિશાળ પરિષદને યાવનુધર્મ કથા કહી.
પરિષદ પાછી ફરી, રાજા પણ પાછો ફર્યો. સુરાદેવને શ્રાવક ધર્મ સ્વીકાર
૧૫૧, તદનન્તર તે સુરાદેવ ગાથાપતિ શ્રમણ
ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળીને અને હૃદયમાં ધારણ કરી-સમજીને હૃષ્ટ, તુષ્ટ આનંદિન ચિન, પ્રીતિ ભરેલા મનવાળો, પરમ પ્રસન્ન અને હર્ષાને કારણે વિકસિત હૃદય થઈને પોતાના આસન પરથી ઊડ્યા-ઊભો થયો, ઊભો થઈને શ્રમણ ભગવાનની ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિગ્રંન્ક પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું. હે ભદન્ત ! નિર્વાન્ય પ્રવચનની પ્રતીતિ કરું છું. હે ભગવાન ! મને નિન્યા પ્રવચન ગમે છે. હે ભગવાન! હું નિગ્રન્થ પ્રવચનની આરાધના કરવા માટે તત્પર છું. હે ભદન્ત ! આ વાત સાચી છે. હે ભને ! આ વાતમાં તથ્ય છે, હે ભદનના આ યથાર્થ સત્ય છે, હે ભગવાન ! હું તેના માટે અભિલાષી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org