________________
૧૪૨
ધર્મકથાનુયોગ-મહાવીર-તીર્થમાં સદાલપુત્ર કુંભકાર ગાથાપતિ કથાનક : સૂત્ર ૨૦૮
કલ્યાણ, મંગલ, દેવ, દૈત્યસ્વરૂપ, પર્યપાસનીય, સત્કર્મસંપત્તિયુક્ત ગે શાલક મંખલિપુત્ર કાલે અહીં પધારશે. ત્યારે હું તેમને વંદન નમસ્કાર કરીશ, તેમને સત્કારીશ, સમાનીશ, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ તેમની પર્યપાસના કરીશ અને પડિહારીક પીઠ, ફલક, શૈયા સંસ્મારક વગેરે હેતુઓ માટે આમંત્રણ આપીશ. ભગવાન મહાવીરનું સમવસરણ અને સદાલ
પુત્રનું ધમ શ્રવણ૨૦૮, તદનન્તર કાલે (બીજા દિવસે) રાત્રિ વીત્યા
પછી સવાર પડયા પછી અને અનેક પ્રકારનાં કમળો ખીલ્યા પછી ઉજજવલ પ્રભા તેમ જ લાલ અશોક, કિંશુક, અને પોપટની ચાંચ તથા ચણોઠીના અર્ધભાગ જેવાં લાલ, લાલિમાયુક્ત, કમલ-વન સમુહને વિકસિત કરનાર, દિવસ કરનાર સહસ્રરમિ સૂર્યનો ઉદય થયા પછી, પોતાના તેજ સાથે પ્રકાશ્યા પછી, શ્રમણ ભગવાન મહાવીર યાવતું જ્યાં પોલાસપુર નગર હતું, જ્યાં સહસ્ત્રામવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા, આવીને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
પરિષદ વંદન કરવા નીકળી. કેણિક રાજાની જેમ જિતશ રાજા પણ વંદન કરવા નીકળ્યો થાવત્ પય્પાસના કરવા લાગ્યો.
તે પછી શ્રમણોપાસક સદ્દાલપુત્રો આ વૃત્તાન્ત સાંભળ્યો કે “ શ્રમણ ભગવાન મહાવીર પૂર્વાનુપૂવ ક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અહીં આવ્યા છે, અહીં પધાર્યા છે અને અહીં સમવસૃત થયા છે, તેમ જ આ જ પોલાસપુર નગરની બહાર સહસ્ત્રામવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા વિરાજમાન છે. તો હું જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરું, તેમનાં સત્કાર-સન્માન કરું, કલ્યાણ, મંગલ, દેવ, દૈત્ય સ્વરૂપ તેમની પર્યું પાસના કરું.' આમ વિચાર કર્યો, વિચાર
કરીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત કર્યું અને સભામાં જવા યોગ્ય શુદ્ધ માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેર્યા તથા બહુમૂલ્ય પરંતુ અલ્પ આભૂષણોથી શરીરને અલંકત કરી મનુષ્ય સમૂહને સાથે લઈને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં ગયો, ત્યાં જઈને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને બહુ દૂર નહીં કે બહુ નજીક નહીં તેવા યયોચિત સ્થાન પર બેસી શુશ્રષા કરતો, નમસ્કાર કરતો વિનયપૂર્વક સન્મુખ હાથ જોડી પર્યું પાસના કરવા લાગ્યો.
તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે સદ્દાલપુત્ર આજીવિકપાસક અને તે વિશાળ પરિષદને યાવત્ ધર્મોપદેશ આપ્યો.
મહાવીર દ્વારા દેવે કરેલી પ્રશંસાનું નિરૂપણ– ૨૦૯. “સદ્દાલપુત્ર !” આ પ્રમાણે શ્રમણ ભગવાન
મહાવીરે સદાલપુત્ર આજીવિકપાસકને સંબોધન કરીને કહ્યું- “હે સદ્દાલપુત્ર! કાલે બપોરના સમયે જ્યારે તું અશોકવાટિકામાં જઈને ગોસાલક મંખલિપુત્ર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રશપ્તિનો સ્વીકાર કરીને વિચરણ કરી રહ્યો હતો ત્યારે એક દેવ તારી પાસે પ્રગટ થયો હતો.
તદનન્તર બુંધરીઓ યુક્ત પંચરંગી ઉત્તમ વસ્ત્રો પહેરીને આકાશમાં રહીને તે દેવે તને આ પ્રમાણે કહ્યું કે હે સદ્દાલપુત્ર ! દેવાનુપ્રિય ! સાંભળ કે કાલે અહીંયાં મહામાહણ યાવત્ તથ્યકર્મ-સત્કર્મ-સંપત્તિયુક્ત પધારશે ત્યારે તું તેમને વંદન-નમસ્કાર કરજે, સત્કાર-સન્માન કરજે અને કલ્યાણ, મંગલ, દેવ-ચૈત્ય સ્વરૂપ એવા તેમની પર્યુંપાસના કરજે તથા પ્રાતિહારિક પીઠ, ફલક, શૈયા, સંસ્મારક વગેરે હેતુઓ માટે તેમને આમંત્રિત કરજે. બીજીવાર, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, કહીને જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org