________________
૧૩૪
ધ કથાનુયાગ—મહાવીર-તીર્થમાં ચુલશતક ગાથાપતિ સ્થાનક : સૂત્ર ૧૮૪ અને સહસ્રરશ્મિ દિનકર જાજ્વલ્યમાન તેજ સાથે પ્રકાશિત થાય ત્યારે અંતિમ મારણાન્તિકી સલેખના ઝૂસણાને સ્વીકારીને, આહાર પાણીના ત્યાગ કરીને, જીવન-મરણની આકાંક્ષા ન કરતાં મારુ જીવન વ્યતીત કરું.
ચુલ્લશતકની ઉપાસક પ્રતિમા પ્રતિત્તિ૧૮૨, તદનન્તર તે ચુલ્લશતકે પહેલી ઉપાસક પ્રતિમાના સ્વીકાર કર્યા અને તે પહેલી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, યથાવિધિ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, પાલન કર્યુ, શાધિત કરી, પૂર્ણ કરી, કીર્તિત કરી અને આરાધિત કરી.
તદનન્તર તે ચુલ્લશતક શ્રમણાપાસકે બીજી ઉપાસક પ્રતિમા ગ્રહણ કરી આ જ પ્રમાણે ત્રીજી, ચાથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાનું સૂત્ર, કલ્પ, વિધિ, તત્ત્વ અનુસાર સમ્યક્ પ્રકારે ગ્રહણ, પાલન, શાધન, તરણ, કીર્તન અને આરાધન કર્યું.
તદનન્તર તે ચુલ્લશતક શ્રમણાપાસક તે ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય તપાકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, માંસરહિત, અસ્થિચર્માવશેષ, કિટિકિટિકાભૂત, કુશ, ઊપસી આવેલી નસ
વાળા શરીરવાળા થઈ ગયા.
ચુલાતકનું અનશન—
૧૮૩. તદનન્તર કોઈ એક સમયે મધ્યરાત્રિએ ધર્મજાગરણ કરતા તે ચુલ્લશતકને આધ્યાત્મિક ચિ'તિત, પ્રાર્થિત, માનસિક સ’કલ્પ ઉત્પન્ન થયા કે, હું આમ અને આ પ્રમાણે ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય તપસ્યા ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિચર્માવશેષ, કિટિકિટિકાભૂત, કૃશ અને ઊપસી આવેલી નસા જેવા શરીરવાળા થઈ ગયા છું, પરંતુ હજી પણ મારામાં ઉત્થાન કર્મ-ઊઠવા બેસવાની શક્તિ, બળ, વીર્ય, પુરુષાચિત પરાક્રમ, શ્રદ્ધા, ધૈર્ય, સંવેગ, મુમુક્ષુભાવ વિદ્યમાન છે, તેથી જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષકાર, પરાક્રમ, શ્રદ્ધા, દ્યુતિ, સવેગભાવ છે અને મારા ધર્માચાર્ય, ધર્મપદેશક જિન સુહસ્તી શ્રમણ ભગવાન મહાવીર વિચરણ કરી રહ્યા છે, ત્યાં સુધી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ પ્રભાતમાં ફેરવાય, સૂર્યના ઉદય થાય
Jain Education International
For Private
આ પ્રમાણેના વિચાર કર્યા, વિચાર કરીને બીજે દિવસે રાત્રિના પ્રભાતરૂપમાં ફેરવાયા પછી યાવત્ સૂર્યના ઉદય થયા પછી અને સહસ્રરમિ દિનકરના પ્રકાશ્યા પછી અંતિમ મારણાન્તિક સલેખના સણાના સ્વીકાર કરીને, અન્નજળના ત્યાગ કરીને મરણની આકાંક્ષા ન કરતા જીવન વ્યતીત કરવા લાગ્યા.
ચુલશતકનુ` સમાધિમરણ, ધ્રુવલેાકમાં ઉત્પત્તિ અને તદ્દનન્તર સિદ્ધિગમનનુ* નિરૂપણ—
૧૮૪. તદનન્તર તે ચુલ્લશતક શ્રમણાપાસક ઘણાં બધાં શીલવ્રતા, ગુણવ્રતા, વિરમણા, પ્રત્યાખ્યાના અને પૌષધાપવાસા દ્વારા આત્માને ભાવિત કરતા વીસ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાએ ગ્રહણ કરી, એક માસની સ’લેખના દ્વારા આત્માને શુદ્ધ કરી, સાઠ ભાજનાના અનશન દ્વારા ત્યાગ કરી સૌધર્મકલ્પના અરુણસિદ્ધ વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં કાઈ કાઈ દેવની આયુષ્યસ્થિતિ ચાર પલ્યાપમની હોય છે. તે ચુલ્લશતક દેવની આયુસ્થિતિ પણ ચાર
પલ્યાપમ થઈ.
હે ભગવન્ ! તે ચુલ્લશતક, આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી ત્યાંથી ચ્યુત થઈ કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ? ’ ભગવાન ગૌતમે ભગવાન મહાવીરને પૂછ્યું.
[ શ્રમણ ભગવાન મહાવીરે ઉત્તર આપ્યા— ]
હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્તિ પ્રાપ્ત કરશે અને સર્વ દુ:ખાના અંત કરશે.
॥ ચુલ્લશતક ગાથાપતિ કથાનક સમાપ્ત ॥
Personal Use Only
www.jainelibrary.org