________________
ધમ થાનુયાગ—મહાવીર–તી માં કામદેવ કથાનક : સૂત્ર ૧૨૩
wwwww
૨૫
તદનન્તર તે હસ્તીરૂપધારી દેવ દ્વારા બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેવાયાં છતાં તું નિર્ભય યાવત્ ધર્મ ધ્યાનમાં રત રહ્યો,
wwwww~~~~~~wwwwwwww
ત્યારે હસ્તીરૂપધારી દેવે તને નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં રત જોયા, જોઈને અત્યંત ક્રોધિત, રુષ્ટ, કુપિત તથા ત્રિકાળ બનીને, દાંત કચકચાવતા તને સૂંઢથી પકડયો, પકડીને ઉપર આકાશમાં ઉછાળ્યા, ઉછાળીને નીક્ષ્ણ અને મૂસલ જેવા દાંત પર ઝીલ્યા, ઝીલીને નૉંચે જમીન પર ત્રણ વાર પગથી રગદોળી નાખ્યા.
તેં એ તીવ્ર યાવત્ અસીમ વેદનાને સમભાવ પૂર્વક ક્ષમા અને સહનશીલતાપૂર્ણાંક સહન કરી.
નદનન્તર તે હસ્તીરૂપ દેવે તને નિર્ભય યાવત્ ધ્યાનમગ્ન જોયા, તે તને જિન પ્રવચનમાંથી જરા પણ વિચલિત, ક્ષુભિત અને વિપરિણમતવિપરીત પરિણામ યુક્ત ન કરી શકયો તેથી શ્રાંત કલાન્ત અને ખિન્ન બનીને ધીમે ધીમે પાછા હટયો, પાછા હટીને પૌષધશાળાની બહાર નીકળ્યા. બહાર નૌકળીતે દેવમાયા જન્ય હસ્તીરૂપનું વિસર્જન કર્યું”, વિસર્જિત કરીને એક વિકરાળ સરૂપની વિકુવર્ણાં કરી, વિકુણા કરીને જ્યાં પૌષધશાળા હતી, જ્યાં તું હતા, ત્યાં આવ્યા અને આવીને તને આમ કહ્યું – ‘ અરે શ્રમણાપાસક કામદેવ ! યાવત્ જો તું આજે આ ક્ષણે શીલ, વ્રત, વિરમણા, પ્રત્યાખ્યાના અને પૌષધાપવાસા નહીં છોડે, નહીં" તેડે તે હું આ જ ક્ષણે સર-સર કરતા તારા ઉપર ચઢી જઈશ, ચઢીને પૂછડીથી તારા ગળાને લપેટીશ, લપેટીને તીક્ષ્ણ, ઝેરી દાંત વડે તારી છાતી પર ડંખ મારીશ, જેથી હે દેવાનુપ્રિય ! તું આ ધ્યાન અને વિકટ દુ:ખ ભાગવા અકાળે જીવન રહિત બની જઈશ.
ત્યારે પણ તું સ` રૂપધારી દેવની આ વાત સાંભળીને ભયરહિત યાવત્ ધર્મ ધ્યાનમાં રન રહ્યો.
Jain Education International
૧૧
www
તદનન્તર તે સરૂપધારી દેવે તને પૂર્વવત્ નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં લીન જોયા, જોઈને બીજી, ત્રીજી વાર પણ તને આ પ્રમાણે કહ્યું• અરે આ શ્રમણાપાસક કામદેવ ! યાવત્ જો તું આજે શીલ, વ્રત, વિરમણા, પ્રત્યાખ્યાના અને પૌષાપવાસ નહીં છોડે, નહીં તેાડે તે આ જ ક્ષણે સરસર કરતા નારા શરીર પર ચઢી જઈશ, ચઢાને મારી પૂછડી વડે તારા ગળાને લપેટી લઈશ, લપેટીને તીક્ષ્ણ, ઝેરી દાંતથી તારી છાતી પર ડંખ મારીશ, જેથી તું અનિવાર્ય આત ધ્યાન અને પીડા ભાગવતા અકાળે પ્રાણથી હાથ ધોઈ નાખીશ.
ત્યારે સરૂપધારી દેવ દ્વારા બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેલાયાં છતાં તું નિર્ભય માવત્ સાધનામાં મગ્ન રહ્યો.
ત્યારે તે સરૂપધારી દેવે તને અભય યાવત્ ધર્મ -સાધનામાં રત જોયા, જોઈને અત્યંત ક્રોધિત, રુષ્ટ, કુપિત, વિકરાળ બનીને દાંત કચકચાવતા, સરરર કરતા તારા શરીર પર ચઢી ગયા, ચઢીને પૂછડી વડે તારી ગર્દન ફરતે ત્રણ આંટા માર્યાં, પછી તેના તીક્ષ્ણ અને ઝેરી દાંત વડે છાતી પર ડંખ માર્યાં.
ત્યારે તે... એ તીવ્ર યાવતુ વેદનાને સહનશીલતા, ક્ષમા તેમ જ તિતિક્ષાપૂર્વક સહન કરી.
ત્યાર પછી તે સરૂપધારી દેવે પહેલાની જેમ જ તને અભય યાવતું સાધનામગ્ન જોયા અને તે તને નિગ્રંથ પ્રચનમાંથી વિચલિત, ક્ષુભિત અને વિપરીત પરિણામયુક્ત નથી કરી શકયો એ જોઈને તે શ્રાન્ત, કલાન્ત અને નિરાશ થઈને ધીમે ધીમે નીચે ઉતર્યું, પાછો ગયા, નીચે ઉતરીને પૌષધશાળાની બહાર નીકળ્યા, નીકળીને દૈવી સંપરૂપના ત્યાગ કર્યાં અને ત્યાગ કરીને એક શ્રેષ્ઠ દિવ્ય દેવરૂપ બનાવ્યું, બનાવીને પૌષધશાળામાં પ્રવેશ્યા, પ્રવેશીને આકાશમાં સ્થિર થઈને, ધ્રુબરી યુક્ત પચરંગી ઉત્તમ
For Private Personal Use Only
www.jainelibrary.org