________________
ધમ કથાનુયાગ—મહાવીર--તી માં કામદેવ સ્થાનક : સુત્ર ૧૧૭
wwwwwwmm~URARA!
www
તેના ઘૂંટણ અર્જુન હ્રાસના ગઠ્ઠા જેવા કુટિલગુંચળાવાળા અને વિકૃત તથા ભયાનક દેખા
વના હતાં.
તેની પી'ડેલીએ કઠોર અને વાળથી ભરેલી હતી.
તેનાં બન્ને પગ દાળ પીસવાની કુંડીના પથરા જેવા અને તેની પગની આંગળીઓ દાળ પીંસવાના પથરા જેવી હતી, તે આંગળીએના નખ સીપલીએ જેવા હતા.
તેની ઘૂંટીએ માટી, લાંબી અને લટકમટક થતી હતી,
તેની ભ્રમરો વિકૃત, ભગ્ન અને વક્ર હતી. તેનું માઢું ફાટેલુ અને જીભ બહાર લટકતી
હતી.
તેના મસ્તક પર કાચંડા અને ગાળીએની માળા વીંટેલી હતી અને ગળામાં તેણે પાતાની નૌશાૌરૂપ ઊદાની માળા પહેરી હતી.
તેના કાનમાં કુંડળાની જગ્યાએ નાળિયા લટકાવેલા હતા અને તેણે સાપાના બનાવેલ દુપટ્ટો પહેર્યાં હતા.
તે પાતાની ભુજાઓ પર હાથ અફાળતા હતા, ગર્જના કરતા હતા, અને ભયંકર અટ્ટહાસ્ય કરતા હતા. વિવિધ પ્રકારના પંચરંગી વાળથી તેનું શરીર ભરાયેલું હતું. એક નીલકમળ, પાડાના સીંગ અને અળસીના ફૂલ જેવી કાળી તીક્ષ્ણ તલવાર લઈને જ્યાં પૌષધશાળા હતી, જ્યાં શ્રમણાપાસક કામદેવ રહેલા હતા ત્યાં તે પિશાચ આવી પહોંચ્યા ત્યાં આવીને અત્યંત ક્રોધાયમાન, કોપાયમાન, રુષ્ટ થઈને ક્રોધથી ધગધગતા તેણે કામદેવ શ્રમણાપાસકને પ્રમાણે કહ્યું—
આ
‘અરે એ કામદેવ શ્રમણાપાસક ! અપ્રાથિ તની પ્રાર્થના કરનાર-અર્થાત્ જેને કોઈ નથી ઇચ્છતું તે મૃત્યુની ઇચ્છા કરનાર ! દુ:ખદ અંત અને અશુભ લક્ષણાવાળા! દુર્ભાગ્યપૂર્ણ ચતુદર્શીના દિવસે જન્મ લેનાર ! શ્રાl, હી–લજ્જા,
Jain Education International
૧૦૫
wwwˇˇˇˇˇˇ
ધી-બુદ્ધિ, કીતિ વગરના ! ધર્મની ઇચ્છા રાખનારા ! પુણ્યની કામના કરનાર, સ્વર્ગની કામના કરનાર, માક્ષી કામના કરનાર, ધર્મકર્માક્ષો ! પુણ્યાકાંક્ષી ! માક્ષાકાંક્ષી ! ધર્મપિપાસુ, પુણ્ય પિપાસુ ! સ્વ-પિપાસુ ! મેાક્ષ-પિપાસુ ! દેવાનુપ્રિય । શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન નથા પૌષધાપવાસથી વિચલિત થવું, ક્ષુબ્ધ થવુ, તેના ભંગ કરવા, તાડવાં, ત્યાગ કરવા, પરિત્યાગ કરવા તને નથી કલ્પતા, પરંતુ જો આજે તું શોલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધાપવાસા નહીં છોડે, નહીં તેડે તે હું આ નૌલકમલ જેવી, ભેંસના શીંગડા જેવી અને અળસીના ફૂલ જેવી ધેરી નીલી તીક્ષ્ણ ધારવાળી તલવારથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ, જેથી હે દેવાનુપ્રિય ! તું આત ધ્યાનમાં વીભૂત થઈને, અતિવિકટ દુ:ખ ભાગવીને અકાળ મરણ પામીને પ્રાણથી હાથ ધેાઈ નાખીશ”.
આ પ્રમાણે તે પિશાચરૂપધારી દેવ દ્વારા બીજી વાર અને ત્રૌજી વાર કહેવાયાં છતાં પણ શ્રમણાપાસક કામદેવ નિર્ભય યાવત્ શાન્તભાવથી ધર્મધ્યાનમાં જ રત રહ્યો.
તદન્તર તે પિશાચદેવે શ્રમણાપાસક કામદેવને નિર્ભય યાવત્ ઉપાસનામાં લીન જોયા, જોઈને ખૂબ જ ક્રોધિત, રુષ્ટ, કોપાયમાન, ચંડિકા જેવા વિકરાળ બનીને અને દાંત ભીંસીને, ભ્રમરો ચઢાવીને, નીલકમલ, ભેંસના શીંગડા અને અળસીના ફૂલ જેવી ગાઢ નીલરંગની તીક્ષ્ણ ધારવાળી તલવારથી શ્રમણાપાસક કામદેવના શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા.
ત્યારે કામદેવ શ્રમણાપાસકે તે તીવ્ર, વિપુલ. અત્યધિક કક શકઠોર, પ્રગાઢ રૌદ્ર–કષ્ટપ્રદ અને દુસ્સહ વેદનાને સમભાવ પૂર્વક સહન કરી, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક ઝીલી.
કામદેવ દ્વારા હસ્તીરૂપકૃત ઉપસર્ગને સમભાવ પૂર્વક સહન કરવા—
૧૧૮. તપશ્ચાત્ તે પિશાચરૂપધારી દેવે શ્રમણાપાસક કામદેવને ભય, ત્રાસ, ઉદ્વેગ, ક્ષેાભરહિત,
For Private Personal Use Only
www.jainelibrary.org