________________
ધમકથાનયોગ-મહાવીર તીર્થ માં આનંદ ગથાપતિ કથાનક સૂત્ર ૮૯
(ઝ) ત્યાર બાદ પાણીની વિધિનું પરિમાણ
કર્યું કે – એક વરસાદનાં પાણી સિવાય બાકીનાં બધાં પાણીનો ત્યાગ
કરું છું. (.) ત્યાર પછી મુખવાસ-વિધિનું પરિમાણ કર્યું કે-પાંચ સુગંધી પદાર્થ (ઈલાયચી, લવીંગ, કપૂર, દાળચીની તથા જાયફળ) વાળા તાંબુલ સિવાય બાકીની બધી મુખવાસ-વિધિનો ત્યાગ કરું છું.
ત્યાર પછી ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ કર્યો, તે આ પ્રમાણે
(૧) અપધ્યાનાચરિત–દુધ્યાન કરવું (૨) પ્રમા
દાચરિત-પ્રમાદ સેવા (૩) હિંસાપ્રદાન હિંસાકરનાર શસ્ત્રાદિ આપવાં અને (૫) પાપ કર્મને ઉપદેશ કરવો. સમ્યકત્વ આદિના અતિચાર–
૧૦. ત્યાર બાદ આભરણ વિધિનું પરિમાણ કર્યું કે-કાનમાં કૂંડલ અને નામવાળી મુદ્રિકા સિવાય બાકીના અલંકારોને ત્યાગ કરું છું.
૧૧. ત્યાર પછી ધૂપ વિધિનું પરિમાણ કર્યું કે અગર અને તુરુષ્ક લોબાનના ધૂપ સિવાય બાકીની ધૂપવિધિનો ત્યાગ કરું છું.
૧૨. ત્યાર બાદ ભજન વિધિનું પરિમાણ કરી(ક) પેયવિધિનું પરિમાણ કર્યું કે-એક કાષ્ટ
પેય (મગ અથવા ચોખાથી બનેલ પેય)
સિવાય બાકીની પેયવિધિનો ત્યાગ કરું છું " (ખ) ત્યાર પછી ભક્યવિધિ—પકવાનોનું પરિ
માણ કર્યું કે-એક ઘેબર અને ખાંડનાં ખાજાં સિવાય બીજા પકવાનનો ત્યાગ
કરું છું. (ગ) ત્યાર પછી ચોખાની વિધિનું પરિમાણ
કર્યું કે–એક કલમી ચોખા સિવાય
બાકીના ચોખાને ત્યાગ કરું છું. (ઘ) ત્યાર પછી સૂપવિધિ–દાળનું પરિમાણ
કર્યું કે-વટાણાના સૂપ સિવાય બાકીની
બધી દાળને ત્યાગ કરું છું. (ડ) ત્યાર બાદ ઘીનું પરિમાણ કર્યું કે-એક
શરદઋતુના, ગાયના સારભૂત ધી સિવાય
બાકીના ઘીનો ત્યાગ કરુ છું. (ચ) ત્યાર પછી શાકવિધિનું પરિમાણ કર્યું
કે-વાસ્તુ (બથ), ભીંડા અને દૂધીના
શાક સિવાય શેષનો ત્યાગ કરું છું. (છ) ત્યાર પછી મધુર પીણાની વિધિનું પરિ.
માણ કર્યું કે–પાલંકામાધુર (શલકી વનસ્પતિના ગુદરથી બનેલ મધુર પેય) સિવાય બાકીના બધા મધુર રસનો
ત્યાગ કરું છું. (જ) ત્યાર પછી જેમન વિધિ-ફરસાણનું પરિ
માણ કર્યું સેંધાશ્લ–કાંજીવડા અને દાલિકામ્લ-દાળવડા સિવાય શેષ જેમના વિધિનો ત્યાગ કરું છું.
૮૯, “હે આનંદ” એમ સંબોધીને શ્રમણ ભગ
વાન મહાવીરે આનંદ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું
હે આનંદ! જેણે જીવાજીવ તત્વને જાણેલા છે એવા, પુણ્ય-પાપનો સમજણ ધરાવનાર, આસ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ તથા બંધ અને મોક્ષનું સ્વરૂપ સમજવામાં કુશળ, આરંભ-સમારંભમાં ખિન્ન થનાર, દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં પુરુષ, ગરુડ, ગંધર્વ, મહારગ આદિ દેવ વડે અનતિક્રમણીય-દેવાદિ વડે પણ ચલાયમાન ન થઈ શકનાર એવા-શ્રમણોપાસકે સમ્યક્ત્વના પ્રધાન મુખ્ય પાંચ અતિચારો જાણવા જોઈએ પણ આચરવા જોઈએ નહિ. તે આ પ્રમાણે (૧) શકા (વીતરાગના વચનમાં સ દેહ) (૨) કાંક્ષા (અન્ય દર્શનની ઇચ્છા (૩) વિચિકિત્સા (ધર્મનાં ફળોમાં સંદેહ) (૪-૫) પરપાખંડ પ્રશંસા અને સંસ્તવ-પરદર્શનીની પ્રશંસા અને પરિચય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org