________________
૯૮
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં આનંદ કથાનક : સૂત્ર ૧૦૭
આનંદ દ્વારા ઉપાસક પ્રતિમા પ્રહણ ૧૦૦. તદનતર ને આનંદ શ્રમણોપાસક શ્રાવકની
પ્રથમ પ્રતિમા સ્વીકાર કરીને વિચરવા લાગ્યું, તેમાં પ્રથમ ઉપાસક પ્રતિમા (વ્રતવિશેષ)ને સૂત્ર પ્રમાણે, કલ્પ પ્રમાણે, માગ પ્રમાણે યથાતથ્ય યથાર્થપણે, સમ્યકરૂપે કાયા વડે સ્પશી, પાળી, શોભાવી, સંપૂર્ણ કરી, તેનું કીર્તન અને આરાધન કર્યું".
ત્યારબાદ આનંદ શ્રાવકે બીજી ઉપાસક પ્રતિમાને, એમ ત્રીજી, જેથી, પાંચમી, છઠ્ઠી, સાતમી આઠમી, નવમી, દશમી અને અગિયારમી પ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, સમ્યકરૂપે કાયા વડે સ્વીકાર કર્યો, પાલન કર્યું, શોધન કર્યું, સંપૂર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધના કરી.
ત્યાર પછી તે આનંદ શ્રાવક આવા પ્રકારના ઉદાર વિપુલ પ્રયત્નસાધ્ય તપ:કમ વડે શુષ્ક રૂક્ષ, માંસ રહિત અસ્થિપંજર સમાન કુશ થઈ ગયો. તેના શરીરની નાડીઓ દેખાવા લાગી. આનંદનું અનશન– ૧૦૧. ત્યાર પછી તે આનંદ શ્રાવકને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રીએ ધર્મ જાગરિકા કરતાં મનમાં
આવો સંકલ્પ થયો- 'આ પ્રકારના તપ વડે કૃશ થાવત્ ધમનીથી વ્યાપ્ત શરીરવાળો થઈ ગયો છું, પણ હજી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય પુરુષાર્થ તથા શ્રદ્ધા, ધૈર્ય અને સંવેગ છે જયાં સુધી મારા ધર્માચાર્યું અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર જન સુહસ્તી વિચરે છે ત્યાં સુધી મારે આવતી કાલે સૂર્યોદય થયે સૌથી છેલ્લી મારણાનિક સંલેખનાની આરાધનાથી યુક્ત થઈને, આહારપાણીનું પ્રત્યાખ્યાન કરી અને મૃત્યુની આકાંક્ષા નહિ કરતાં રહેવું શ્રેયસ્કર છે.' એમ તેણે વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે પ્રાત:કાળે વાવનું અપશ્ચિમ મારણાન્તિક સંલેખનાની આરાધના સ્વીકારી ભાવનું મૃત્યુની આકાંક્ષા નહિ કરતાં તે વિહરવા લાગ્યો અર્થાત્ સંલેખનાગ્રત સ્વીકારી કરી વિચારવા લાગ્યો.
આનંદને અવધિમાનની ઉપત્તિ
૧૦૨. ત્યારબાદ તે આનંદ શ્રાવકને અન્ય કોઈ દિવસે શુભ અધ્યવસાય વડે, શુભ પરિણામ વડે, વિશુદ્ધ વેશ્યાઓ વડે અને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષમાપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે પૂર્વ દિશામાં લવણ સમુદ્રને વિશે પાંચસો યોજન પ્રમાણ ક્ષેત્રને જાણવા લાગ્યો; એ જ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પણ જાણવા લાગ્યા. ઉત્તર દિશામાં ક્ષદ્રહિમવંત નામક વર્ષધરપર્વત સુધી જાણવા અને દેખવા લાગ્યું. તે ઉપર સીંધમ દેવલોક સુધી જાણવા અને જોવા લાગ્યો, નીચે રત્નપ્રભા પૃથ્વીના ચોરાશી હજાર વર્ષની સ્થિતિવાળા રોય નરકાવાસ સુધી જાણવા અને જોવા લાગ્યો. ગાચરચર્યા હેતુ નીકળેલા ગૌતમનું આનંદ સમક્ષ ગમન૧૦૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાયાં.
પર્ષદા વાંદવાને નીકળી અને વાંદી તથા ધર્મોપદેશ સાંભળી પાછી ગઈ..
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જયેષ્ઠ અનેવાસી સાત હાથ શરીરવાળાઊ ચા, સમચતુરસ્ત્ર સ સ્થાનવાળા, વજઋષભનારાચ સંધયણથી યુક્ત, સુવર્ણની કસોટી ઉપર ઘસેલા સુવર્ણની રેખા જેવા ગૌરવર્ણ, કઠોર તપવાળા, તેજસ્વી તપવાળા, મહા તપસ્વી, ઉદાર ઘોર ગુણવાળા, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યના ધારક, શરીરના મમત્વને ત્યાગ કરી દેનાર, સંક્ષિપ્ત અને વિપુલ તેજો વેશ્યાને ધારણ કરનાર, ર્ગોનમ ગેત્રીય ઇન્દ્રભૂતિ નામક અણગાર નિરન્તર છઠ્ઠછઠ્ઠના તપથી તથા સંયમ અને તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરતા હતા.
ત્યાર પછી તે ભગવાન ગૌતમે છઠના પારણાના દિવસે પ્રથમ પારસીમાં સ્વાધ્યાય કર્યો. બીજી પારસીએ દયાન કર્યું, ત્રીજી પારસીએ ત્વરા અને ચપલતારહિત સંભ્રમરહિત થઈ મુખત્રિકાનું પ્રતિલેખન કર્યું. પ્રતિલેખન કરી પાત્ર અને વસ્ત્રનું પ્રતિલેખન કર્યું પ્રતિલેખન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org