________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં આનંદ કથાનક : સત્ર ૧૦૨
કરી પાત્ર અને વસ્ત્રને પ્રમાર્યો, પ્રમાજી પાત્રો ગ્રહણ કર્યા, ગ્રહણ કરી શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈ વંદન અને નમસ્કાર કર્યો, વંદન અને નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા – “હે ભગવન! આપની અનુજ્ઞાથી, છઠ્ઠના ઉપવાસના પારણે વાણિજયગ્રામ નગરને વિશે ગૃહસામુદાનિક ભિક્ષાચય (એક બાજુના કોઈ પણ ઘરને છોડયા વગર અટન કરવા) માટે ઉચ્ચ નીચ અને મધ્યમ કલોમાં હું ભિક્ષા ચર્યાએ જવા ઇચ્છું છું.'
ભગવાને ઉત્તરમાં કહ્યું- હે દેવાનુપ્રિય! સુખ થાય તેમ કરે, વિલંબ ન કરે.'
ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે અનુશા આપી એટલે ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી દૂનિપલાશ ચૈત્યથી નીકળ્યા, નીકળીને વરા, ચપળતા અને સંભ્રમ સિવાય યુગ પ્રમાણ (ચાર હાથ સુધી) ભૂમિને જોનારી દૃષ્ટિ વડે ઈયમાગને શોધતાં જ્યાં વાણિજયગ્રામ નગર છે ત્યાં આવ્યા, આવીને વાણિજયગ્રામ નગરમાં ગૃહસામુદાનિક ભિક્ષાચય માટે ઉચ્ચ નીચ અને મધ્યમ કુલોમાં અટન કરવા લાગ્યા.
ત્યાર પછી તે ભગવાન ગૌતમે વાણિજ્યગ્રામ નગરમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કુળમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચયએ ફરીને યથાયોગ્ય ભાત-પાણીને સમ્યક્ પ્રકારે ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને વાણિજ્યગ્રામથી બહાર નીકળ્યા, નીકળીને કલાક સંનિવેશની પાસેથી જઈ રહ્યા હતા ત્યારે અનેક લોકોની વાતચીતનો અવાજ સાંભળ્યું, ઘણા માણસો પરસ્પર એમ કહેતા હતા કે હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી આનંદ નામક શ્રાવક Vષધશાલામાં અપશ્ચિમ મારણાનિક સંલેખનાનું આરાધન કરી રહ્યા છે, ભક્ત પાનનો ત્યાગ કરી અને મૃત્યુની દરકાર નહિ કરતા વિહરે છે.”
ત્યારે તે ભગવાન ગૌતમને ઘણા જણની પાસેથી એ વાત સાંભળી, વિચારી આવા પ્રકારનો આ વિચાર થયો- જાઉં અને
આનંદ શ્રાવકને જોઉં? એમ વિચાર તેમણે કર્યો, વિચારીને જપ કલાક સંનિવેશ હતું, જ્યાં પષધશાલા હતી અને જ્યાં આનંદ શ્રમણપાસક હતા ત્યાં તેઓ જઈ પહોંચ્યા.
ત્યાર બાદ તે આનંદ શ્રાવકે ભગવાન તમને આવતા જોયા, જોઈને તેણે પ્રસન અને સંતુષ્ટ હદયવાળા થઈ ભગવાન ગૌતમને વંદન-નમસ્કાર કર્યો, વાંદી અને નમીને આ પ્રમાણે બોલ્યા- હે ભગવાન! હું આ વિપુલ શુષ્ક, રૂમ માંસહીન, અસ્થિપંજર સમાન અને ઉગ્રતપના કારણે ધમની-નાડીઓ વડે વ્યાપ્ત શરીરવાળે થયો છું. તેથી આપ દેવાનુપ્રિયની પાસે આવીને ત્રણ વાર મસ્તક વડે આપના પગે વંદન કરવાને સમર્થ નથી, તે ભગવન્! આપ જ સ્વેચ્છાથી અનભિયોગદબાણ વગર અહી આવો તો આ૫ દેવાનુપ્રિયના પગે મસ્તકે વડે ત્રણ વાર વંદન નમસ્કાર કરું.'
ત્યારે ભગવાન ગૌતમ જ્યાં આનંદ શ્રમણપાસક હતા ત્યાં આવ્યા.
અવધિજ્ઞાનવિષયક આનંદ-ગીતમ સંવાદ – ૧૦૪. ત્યાર પછી તે આનંદ શ્રાવકે ભગવાન
ગૌતમને ત્રણ વાર મસ્તક નમાવી પાય વંદન નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું–‘ભગવન! ગૃહસ્થને ગૃહ- . વાસમાં રહેતા અવધિસાન થઈ શકે છે? [ગતમ-હા, થઈ શકે છે.'
‘ભગવન્! ગૃહસ્થને જે અવધિજ્ઞાન થઈ શકે તે હે ભગવન્! ગૃહવાસમાં રહેતા ગૃહસ્વ એવા મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. જેથી હું પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં પાંચસો પોજન સુધી યાવત્ નીચે રોયનામક નારકાવાસ સુધી જાણું છું અને જોઉં છું.'
ત્યારે ભગવાન ગૌતમે આનંદ શ્રમણોપાસકને કહ્યું-“આનંદ! ગૃહસ્થને અવધિજ્ઞાન થાય છે, પરંતુ એટલું મોટું હોતું નથી. માટે આનંદ! તું મૃષાવાદરૂપ એ સ્થાનકની-વિષયની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org