________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં આનંદ કથાનક : સત્ર ૯૦
(૧) સચિત્તનિક્ષેપણ (૨) સચિત્તપિધાન (૩) કાલાસિદમ-સમય વીતી ગયા પછી ભિક્ષાદિના. માટે આમંત્રિત કરવું (૪) પરવ્યપદેશ–પોતાની વસ્તુને બીજાની છે એમ કરીને બનાવવો (પ) મત્સરિતા-ઈષપૂર્વક દાનાદિ દેવું.
ત્યાર પછી અપશ્ચિમ મરણાનિક સંલેખના ઝૂષણા આરાધનાના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે
(૧) ઈહલકાશંસા પ્રોગ-આ લેકના સુખોની અભિલાષા કરવી (૨) પરલોકાશિંસા પ્રોગ-પરલોકના સુખોની અભિલાષા કરવી (૩) જીવતાસંસાપ્રયોગ-જીવવાની આશંસા કરવી (૪) મરણશંસાપ્રયોગ-મરણની આશંસા કરવી (૫) કામભોગાશંસા પ્રયોગ-ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા કરવી. આનંદને અભિગ્રહ અને શિવાનંદાને શ્રાવિકાધર્મના પાલન વિષયે પ્રેરણ૯૦. ત્યાર પછી આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવંત
મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવક ધર્મનો
સ્વીકાર કર્યો, અને નમસ્કાર કરી તેણે આ પ્રમાણે કહ્યું –
ભગવન્! આજથી આરંભી મારે નિગ્રંથ સિવાયના અન્ય તીથિકને, અન્ય તીર્થિકોના દેવેને, અન્ય તીથિએ ગ્રહણ કરેલા દેવોનાં ચૈત્પાને વંદન-નમસ્કાર કરવા પૂર્વે તેઓ ન બોલ્યા હોય તો તેની સાથે આલાપ-એક વાર બોલવું, સંલાપ–વાતચીત કરવી તથા તેઓને ગુરુબુદ્ધિથી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભેજન આપવું, વારંવાર આપવું ન કહ્યું. પણ એમાં આ પ્રમાણે આગારે છે–રાજાભિયોગરાજાના આદેશથી બલ (સેના) અથવા સેનાપતિના આદેશથી, દેવનાભિયોગ - દેવતાની પરતંત્રતાથી ગુરુનિગ્રહ -માતાપિતા વગેરેની પરાધીનતાથી. અને વૃત્તિકાંતાર–આજીવિકાના અભાવના કારણે એ છ આગાર સિવાય ધર્મબુદ્ધિથી ઉપયુતનો ત્યાગ છે. ૨૦
મારે શ્રમણ નિગ્રન્થને પ્રાસુક, અચિત્ત અને એષણીય અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કબલ, પાદપ્રીંછનક (પગ સાફ કરવાનું વસ્ત્ર), પીઠ, આસન, ફલક-પાટિયું, શપ્યા, સંસ્મારક તથા ઔષધ અને ભૈષજ્ય વડે સત્કાર કરો એગ્ય છે. એમ કહીને આવા પ્રકારનો અભિગ્રહ-નિયમ ગ્રહણ કર્યું, ગ્રહણ કરીને ને સંબંધમાં પ્રશ્નો પૂછયા, પ્રશ્નો પૂછા તેનો અર્થ ગ્રહણ કર્યું, અથ ગ્રહણ કરી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર વંદન કર્યા, વંદન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી અને દૂનિપલાશ સૈન્યથી નીકળ્યો, નીકળીને જ્યાં વાણિજયગ્રામ નગર હતું અને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યો, ત્યાં આવીને શિવાનંદા ભાથીને આ પ્રમાણે કહ્યું –
‘દેવાનુપ્રિયે ! મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળ્યા અને તે ધર્મ મને ઈષ્ટ છે, પુન: પુન: ઈષ્ટ છે અને તેની મને રુચિ થઈ છે. માટે દેવાનુપ્રિયે ! તું પણ જા અને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ, શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર યાવતુ તેમની પથું પાસના કરે અને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાન શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના ગૃહસ્થધર્મને-શ્રાવકધર્મને સ્વીકાર કર.' શિવાનંદાનું ભગવંત વંદનાથગમન અને ધર્મશ્રવણ૧. ત્યાર બાદ તે શિવાનન્દા ભાર્યા આનંદ શ્રાવક દ્વારા એમ કહેવાથી હૃષ્ટ-તુષ્ટ યાવત્ પ્રસન્ન થઈ બે હાથ જોડી શિરસાવર્તિપૂર્વક અંજલિ રચી બોલી –“હે સ્વામિ ! આપની વાત એગ્ય છે.'
ત્યાર પછી તે આનંદ શ્રમણોપાસકે પોતાના કૌટુમ્બિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! જલદી લઘુકરણશીધ્રાગમન કરનાર, સમાન ખરીઆ અને પૂછડાંવાળાં, એક સરખા ચિત્રિત અણીયાળા સીગડાંવાળા, સુવર્ણમય આભૂષણવાળા, ચાંદીની ઘંટડી એ, વાળા, સોનાની જરી ભરેલી દેરીની નાથવાળા, નીલકમળની કલગીવાળા, શ્રેષ્ઠ બે બળદો જોડેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org