________________
ધર્મકથાનુયોગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક સૂત્ર ૫૬
કરતાં આ પ્રમાણે કહ્યું–
હે ભદન! તમારું કથન સત્ય છે અને હું સ્વીકારી પણ લઉં, પરંતુ મારા પિતામહની આવી માન્યતા યાવત્ સમવસરણ (સર્વમાન્ય સિદ્ધાન) હતો કે જે જીવ છે, તે જ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે, પરંતુ જીવ શરીરથી ભિન્ન નથી અને શરીર જીવથી ભિન્ન નથી. તેમના પછી મારા પિતાની પણ તે જ માન્યતા હતી થાવત્ સમવસરણ હતું. તો પછી અનેક પુરુષો-પેઢીઓથી ચાલી આવતી કુળ માન્યતા–પરંપરાને હું કેવી રીતે છોડી દઉં? કેવી રીતે છોડી શકું?”
પ્રદેશી રાજાની વાત સાંભળીને પછી કેશી કુમારશ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું –
હે પ્રદેશી ! તારે પેલા અયોહારક(લોઢાનો ભાર ઉપાડીને ફરનાર લેહવણિક)ની જેમ પસ્તાવું પડશે.
પ્રદેશ – “હે ભદના! તે અયોહારક કોણ?” કેશી કુમારશ્રમણ – “હે પ્રદેશો! કેટલાક અર્થના અભિલાષી, અર્થની ગવેષણા કરનાર, અર્થના લેભી, અર્થની આકાંક્ષાવાળા, અર્થની અભિપ્સાવાળા પુરુષો અર્થોપાર્જન માટે વિપુલ પરિમાણમાં વેચવા યોગ્ય વસ્તુઓ અને સાથે ખાવા-પીવા માટે પર્યાપ્ત પાથેય લઈને નિર્જન, હિંસક પ્રાણીઓથી ભરેલી અને વિકટ–બહાર નીકળવા માટે રસ્તો પણ ન મળે તેવી એક બહુ મેટી અટવીમાં જઈ પહોંચ્યા.
ત્યાર પછી જ્યારે તે લેકો પેલી નિર્જન અટવીમાં થોડે આગળ સુધી ચાલ્યા કે કોઈ એક જગ્યાએ શ્રેષ્ઠ, સારયુક્ત, ચમકદાર લોઢાથી . ભરેલી, લાંબી-પહોળી અને ઊંડી એક વિશાળ લોઢાની ખાણ જોઈ, ને ખાણને જોઈને હર્ષિત, સંતુષ્ટયાવતું આનંદિતહૃદય બનીને એકબીજને બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા
દેવાનુપ્રિયા ! આ લોઢાનો સંગ્રહ કરવો આપણા માટે ઇષ્ટ, પ્રિય યાવનું મનોશ છે. તો
હે દેવાનુપ્રિયા ! આપણે આ લોઢાને સાથે બાંધી લેવું જોઈએ.’
આમ કહીને એકબીજાએ તે વિચારને સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને લોઢાને બાંધી લીધું, પછી બાંધીને આગળ ચાલવા લાગ્યા.
તત્પશ્ચાત્ તે લોકો નિજ૨ પાવતુ અટવીમાં ચાલતા ચાલતા જ્યારે કોઈ બીજા એક સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે સીસાથી ભરેલી એક વિશાળ સીસાની ખાણ જોઈ, યાવત્ એકબીજાને બોલાવીને કહ્યું
“હે દેવાનુપ્રિયા ! આ સીસાનો સંગ્રહ યાવતુ મણામ લાભદાયક છે કેમ કે થોડાક એવા સીસાને બદલે આપણે ઘણું લોઢું લઈ શકીએ છીએ. હે દેવાનપ્રિયો ! તે આપણે આ લોઢાને છોડીને સીસાની પોટલી બાંધવી યોગ્ય છે.”
એમ કહીને એકબીજાના વિચારનો સ્વીકાર કર્યો અને લોઢાને છોડી દીધું તથા સીસાની પોટલી બાંધી લીધી.
પરંતુ તેમની સાથેની એક વ્યક્તિ લોઢાના ભારને છોડીને સીસાની પોટલી બાંધવા તૈયાર ન થયો. ત્યારે તે પુરુષોએ તે વ્યક્તિને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનપ્રિય! આ સીસાનો સંગ્રહ શ્રેયસ્કર છે પાવતું ઘણું બધું લોઢું ખરીદી શકાય છે. તો તે દેવાનુપ્રિય! આ લોઢાના ભારને મૂકી દે અને સીસાને સાથે લઈ લે.'
ત્યારે તે પુરુષે આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે ! આ લોઢાને હું ઘણે દૂર સુધી ઊચકી લાવ્યો છું, હે દેવાનુપ્રિયો ! આ લોઢાના ભારને ઘણા સમયથી ઉપાડી રાખે છે, જે દેવાનુપ્રિયા ! આ લોઢાને ઘણું કસીને બાંધ્યું છે, હે દેવાનુપ્રિમો ! મેં આ લોઢાને અશિથિલ બંધનથી બાંધ્યું છે, હે દેવાનુપ્રિો! મેં આ લેઢાને અત્યાધિક પ્રગાઢ બંધનથી કસીને બાંધ્યું છે, ને હું આ લોઢાના ભારને છોડીને સીસાના ભારને નહીં બાંધી શકું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org