________________
૮૨
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં–વંગિકાનિવાસી શ્રમણોપાસક : સૂત્ર ૬૪
વતા, તથા શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસ વડે ચૌદશ, આઠમ, અમાસ તથા પૂનમને દિવસે પરિપૂર્ણ પૌષધને સારી રીતે આચરતા તથા શ્રમણ નિJથને નિર્દોષ
અને ગ્રાહ્યા ખાન, પાન, સ્વાદિમ, ખાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ, પીઠ-પાટિયું, શપ્યા, સંથારો અને ઓસડ-વેસડ એ બધું આપી યથાપ્રતિગૃહીત નપકર્મ વડે આત્માને ભાવિત કરતા વિહરતા હતા.
તગિકામાં પાપચીય સ્થવિરેનું આગમન૬૩. તે કાળે તે સમયે જાતિસંપન્ન, કુલસંપન,
બલસંપન્ન, વિનયસંપન્ન, શાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, લજજાસંપન્ન, નમ્રતાવાળા, ઓજસ્વી, તેજસ્વી, પ્રતાપી અને કીર્તિવાળા, વળી જેઓએ ક્રોધને, માનને, માયાને, લોભને, નિદ્રાને, ઈદ્રિયોને અને પરિવહને જીતી લીધા છે તેવા તથા જે જીવનની આશા અને મરણભયથી મુક્ત હતા. તપ:પ્રધાન, ગુણ. પ્રધાન, કરણપ્રધાન, ચરણપ્રધાન, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, આર્જવપ્રધાન, લાઘવપ્રધાન, ક્ષમાપ્રધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મ7પ્રધાન, વેદપ્રધાન, બ્રહ્મપ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રધાન, ઉત્તમપ્રજ્ઞા સંપન્ન, શોધી-અન્વેષણ કરવા વાળા અથવા શોભાયુક્ત, સાવદ્ય વ્યાપારથી વિરતઅથવા વૃતાનુષ્ઠાનથી ફળ-પ્રાપ્તિની આશાથી વિરક્ત, સ્તુતિ-પ્રશંસાથી ઉદાસ, બહિર્મુખી ચિત્તવૃત્તિથી વિરક્ત અર્થાત્ અંતરમુખી ચિત્તવાળા, સુશ્રમણ્યમાં રત, અપ્રતિહત રૂપથી પ્રશ્નોનું સમાધાન કરવાવાળા, પ્રતિપાદન કરવા વાળા, કુત્રિકાપણરૂપ અર્થાત્ દરેક પ્રકારને બોધ આપનાર, બહુશ્રુત, મોટા પરિવારવાળા પાળ્યું. નાથના શિષ્ય સ્થવિર ભગવંતો પોતાના પાંચસો અનગારા સાથે અનુક્રમે વિચરતા, ગામો ગામ સુખપૂર્વક વિહાર કરતા, જ્યાં તંગિકાનગરી હતી, જ્યાં પુષ્પવતી ચૈત્ય હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરીને
સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા. શ્રમણે પાસ દ્વારા સ્થવિરાની ૫ર્ય પાસના – ૬૪. ત્યાર બાદ “શ્રમણ નિર્ગો જ યાર બા
નુંબિકાનગરીમાં આવીને-ચાવતુ એક દિશા તરફ રહીને દયાન કરે છે' એવી વાત તંગિકા નગરીમાં શૃંગાટક (સિંગોડાની જેવા આકારવાળા) રસ્તામાં, ત્રિકત્રણ શેરી મળે એવા રસ્તામાં, ચતુષ્કો–ચાર શેરી મળે એવા રસ્તામાં, ચcરો - અનેક શેરી મળે તેવા રસ્તામાં, રાજમાર્ગમાં તથા જનપથમાં તથા શેરીઓમાં સર્વત્ર આ વાત વિસ્તરી ગઈ.
ત્યારે તે નગરમાં રહેનાર શ્રમણોપાસકેએ પણ તે વાતને જાણી હુષ્ટ, તુષ્ટ, આનંદિત ચિત્તવાળા, પ્રસન્ન, સ્નેહ-અનુરાગી મનવાળા પરમ સૌમ્ય ભાવવાળા, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા બની પરસ્પર એકબીજાને બોલાવી
આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! પાર્શ્વનાથના શિષ્ય-સ્થવિર ભગવંતો જેઓ જાતિસમ્પન્નવગેરે પૂક્તિ વિશેષણવાળા છે–ચાવન-યથા પ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિહરે છે.
તે હે દેવાનુપ્રિયા ! થારૂપ સ્થવિર ભગવંતેનાં નામ અને ગોત્રના શ્રવણ માત્રથી જો મહાન ફળ મળતું હોય, તે પછી તેઓની સામે જવાથી, તેમને વંદન-નમસ્કાર કરવાથી, કુશળ સમાચાર પૂછવાથી અને તેની સેવા કરવાથી કલ્યાણ થાય તેમાં તો કોઈ નવાઈ જ નથી. અથવા વંદન-નમસ્કાર અને સેવા કરવાથી જે ફળ મળે તેની તો વાત જ શું કરવી? જો આર્યધર્મનું
એક જ સુવચન સાંભળવું મંગલરૂપ છે, તો વિપુલ અર્થને ગ્રહણ કરવાથી કલ્યાણ જ થશે. માટે હે દેવાનુપ્રિયા ! આપણે બધા તે સ્થવિર ભગવો પાસે જઈએ અને તેમને વંદન નમસ્કાર કરીને તેમને સત્કાર-સન્માન કરીએ અને કલ્યાણ રૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈન્યરૂપ એવા તેમની સેવા કરીએ. તેઓ આપણને આ ભવમાં અને પરભવમાં હિતરૂપ, સુખરૂપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org