________________
ધ કથાનુયાગ—મહાવીર–તી માં તુગિક્રાનિવાસી શ્રમણાપાસક : સૂત્ર ૬૪
શાંતિરૂપ અને પરંપરાએ કલ્યાણરૂપ થશે ”— એ પ્રમાણે કહીને એ વાતના એકબીજા પાસે સ્વકાર કરાવે છે અને પછી તેઓ પાતપાતાને ઘરે જાય છે, ધરે જઈ સ્નાન, બલિકમ અને કૌતુક, મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ, શ્રેષ્ઠ અને મગલરૂપ વસ્ત્રો પહેર્યાં તથા અલ્પ પરંતુ મહામૂલ્યવાન અલંકારોથી શરીરને અલંકૃત કરી પાતપાતાના ઘરેથી નીકળ્યા, નીકળીને બધા એક સ્થાન પર ભેગા થયા અને પછી પગે ચાલીને તુગિકાનગરીની વચ્ચેા વચ્ચે થઈને નીકળ્યા, નીકળીને પુષ્પવતી ચૈત્યમાં આવ્યા, આવીને તે સ્થવિર ભગવાને પાંચ પ્રકારના અભિગમ વડે
અભિગમે છે. તે આ પ્રમાણે—૧. સચિત્ત દ્રવ્યાને એક બાજુ મૂકે છે, ૨. અચિત્ત દ્રવ્યાને પાતાની પાસે રાખે છે. ૩. એક શાટિક ઉત્તરાસંગ કરે છે. (ખેસને જનાઈની જેમ ધારણ કરે છે. ) ૪, તેમને જોઈને તરત જ હાથ જોડે છે, પ. મનને એકાગ્ર કરે છે. આવા પ્રકારના પાંચ અભિગમાપૂર્વક સ્થવિર ભગવંતાની પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યાં અને ફરી વખત ત્રણ પ્રકારની પયુ પાસના દ્વારા તેઓની યુ'પાસના કરવા લાગ્યા –
જેમકે કાયિક ( શરીરનું સંકોચન કરી ), વાણીથી ( વિનયપૂર્વક મધુર વાણીથી ) અને માનસિક (મનમાં વૈરાગ્ય ભક્તિપૂર્વક ).
ત્યાર બાદ તે સ્થવિર ભગવંતાએ તે શ્રમણાપાસકોને તથા તે માટી સભાને કેશાકુમાર શ્રમણની પેઠે ચાર મહાવ્રતવાળા ધર્મના ઉપદેશ કર્યાં. ઉપદેશ સાંભળી-યાવતુ-તે શ્રમણાપાસકોએ પાનાની શ્રમણાપાસકનાદ્વારા તે સ્થવિર ભગવતાની આજ્ઞાનું આરાધન કર્યું. યાવ ધર્મકથા પૂર્ણ થઈ.
આ બધું વર્ણન રાજપ્રશ્નીય સૂત્રની જેમ જાણવું.
// મહાવીર તીમાં તુગિઢા નગરી-નિવાસી શ્રમણીપાસક
કથા સમાપ્ત ॥
Jain Education International
૮૩
૪. મહાવીર-તીમાં નંદ મણિયાર કથાનક હૃદુ દેવ દ્વારા મહાવીર-સમવસરણમાં
નાટચવિધ—
૬૫. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેની બહાર ( ઈશાન કોણમાં) ગુણશીલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યાં, [ભગવાનની વંદના કરવા માટે ] પરિષદ નીકળી,
તે કાળે તે સમયે સૌધમ કલ્પના દદુરાવતસક વિમાનમાં સુધ સભામાં દુર નામે સિહાસન પર બેસી દદુર દેવ ચાર હજાર સામાનિક દેવા, ચાર મુખ્ય રાણીઓ અને ત્રણ પરિષદો સાથે, સૂર્યાંભદેવની જેમ યાવત્ દિવ્ય ભાગેાપભાગે ભાગવતે વિચરી રહ્યો હતા. તે સમયે તેણે પાતાના વિપુલ અવધિજ્ઞાન વડે કેવલ કલ્પ (સંપૂર્ણ† ) જંબૂદ્રીપ નામક દ્વીપને જોતાં ગુણશીલક ચૈત્યમાં પધારેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જોયા—યાવત્—સૂષભદેવની જેમ નાટ્ય વિધિઓ દર્શાવીને પાછા ફર્યાં, ગૌતમની પૃચ્છાના ઉત્તરમાં ભગવાન મહાવીર દ્વારા રદેવના પૂર્વભવનિબદ્ધ નન્દ મણિયારની કથાનું પ્રરૂપણ—
૬૬. ‘હે ભદત !’ એમ સંબોધન કરી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યાં, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું‘હે ભગવ’ત ! આ દુર દેવ મહા ઋદ્ધિવાળા, મહા ઘુતિવાળા, મહાબળવાન, મહાયશસ્વી, મહા સુખવાળા અને મહા પ્રભાવશાળી છે.
ના હે ભદંત ! તે દદુર દેવની તેવી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવાનુભાવ કર્યા ચાલ્યા ગયા? કાં સમાઈ ગયા ?’
(પ્રત્યુત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું—) ‘ હે ગૌતમ ! તે દિવ્ય દેવઋદ્ધિ વગેરે તેના શરીરમાં ચાલી ગઈ, શરીરમાં સમાઈ ગઈ, એ માટે કૂટાગાર શાળાનું દશ્ચંત સમજવુ' જોઈએ. ’ ૬૭. ‘હે ભને ! દદુ દેવને તેવી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવત્તુતિ, દિવ્ય દેવાનુભાવ કઈ રીતે મળ્યાં ?
For Private Personal Use Only
www.jainelibrary.org