________________
ધર્મકથાનગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક સૂત્ર
માન ભગવંતને વંદન કરું છું. ત્યાં વિરાજમાન ભગવાન મને જુએ.’ આ પ્રમાણે કહીને વંદન નમસ્કાર કર્યા.
પહેલાં પણ મેં કેશીકુમાર શ્રમણની પાસે ધૂળ-પ્રાણાતિપાત (હિંસા) લાવત્ સ્થૂળ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરી લીધું છે. આ સમયે પુન: તે ભગવંત સમક્ષ સર્વ પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું, સમસ્ત ક્રોધ યાવતું મિથ્યાદર્શનશલ્યનું પ્રત્યાખ્યાન કરું છું, અકરણીય (કરવા લાયક નહીં તેવાં) કમે તેમ જ મોગપ્રવૃત્તિનું પ્રત્યાખ્યાન કરું છું, જીવન પર્વત ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરું છું. જોકે મને આ શરીર પ્રિય રહ્યું છે ભાવતુ મેં તે ધ્યાન રાખ્યું છે કે તેને કોઈ રેગ ન લાગે, પરંતુ હવે આ શરીરને પણ અંતિમ શ્વાસવાસ સુધી પરિત્યાગ કરું છું.'
આ પ્રમાણે નિશ્ચયપૂર્વક પુન: આલેચના અને પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક મરણ સમયે મરણ પામીને સૌંધમકલ્પના સૂર્યાભ વિમાનની ઉપપાત સભામાં પાવત્ દેવરૂપે ઉત્પન્ન થયા.
તત્પશ્ચાત તકાળ ઉત્પન્ન થયેલો ને સુર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થશે. તે પથાપ્તિઓનાં નામ આ પ્રમાણે છે,–૧, આહાર પયાપ્તિ ૨. શરીર પર્યાતિ ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ ૪. શ્વાસોચ્છવાસ પયાપ્તિ અને ૫. ભાષા-મન: પર્યાપ્તિ.
આ પ્રમાણે હે ગતમ! સૂયભદેવે ને દિવ્ય દેવદ્ધિ દેવઘુતિ અને દિવ્ય દેવાનુભાવ-દેવભાવ ઉપાર્જિત કર્યા છે, પ્રાપ્ત કર્યા છે અને અધિ
ગતઆધીન કર્યા છે.” સૂર્યાભવ ભવ પછી પ્રશી રાજાના જીવનું
દઢપ્રતિજ્ઞ-ભવમાં મોક્ષગમન– ૬૧. ગૌતમ - હે ભદના સૂયભદેવની ક્યાં સુધીની આયુષસ્થિતિ-મર્યાદા કહેવાઈ છે ?'
ભગવાન- હે ગૌતમ! તેની આયુષ્ય મયદા ચાર પલ્યોપમ કહેવાઇ છે.”
ગૌતમ -“હે ભગવન્ા ને સૂર્યાભદેવ આયુક્ષય ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી દેવલોકમાંથી ચુત થઈને કયાં જશે? ક્યાં જન્મ લેશે ?'
ભગવાન- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જે કુળો અઢળક ધન-ધાન્યથી સમૃદ્ધ-પ્રભાવક વિપુલ-મોટા કુટુંબ પરિવારવાળાં, વિશાળ એવા અગણિત ભવન, શય્યાઓ, આસને અને માનવાહનેના સ્વામી, સોના-ચાંદીના અધિપતિ, આર્થિક ઉપાર્જન માટે વ્યાપાર-વ્યવસાયમાં પ્રવૃત્ત, ગરીબોને જેમના દ્વારા વિપુલ પ્રમાણમાં ભોજન-પાન મળતા હોય, જેમની સેવામાં ઘણાં બધાં દાસ-દાસીઓ હાજર રહેતાં હોય, જેમને ત્યાં પુષ્કળ ગાય, ભેંસ, ઘેટાં આદિ પશુધન હોય અને લોકો દ્વારા જેમની અવગણના ન થઈ શકે તેવાં પ્રસિદ્ધ કુળોમાંથી કઈ એક કુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે.
ત્યારે તે બાળકનું ગર્ભમાં સ્થાપન થયા પછી તેના માતા-પિતાની ધર્મમાં દઢ પ્રતિસા-શ્રદ્ધા ઉતપન થશે.
તપશ્ચાતુ નવ માસ અને સાડા-સાત રાતદિવસ પૂરાં થયા પછી તે બાળકની માતા સુકુમાર હાથ-પગવાળા, શુભ લક્ષણો તેમ જ પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયો અને શરીરવાળા, શુભ લક્ષણ, વ્યંજન અને ગુણોથી યુક્ત, યોગ્ય માપ વજન યુક્ત શરીરવાળા, સર્વાગ સુંદર, ચન્દ્રમાની જે સૌમ્ય આકારવાળા, કમનીય, પ્રિયદર્શન તેમ જ સુરૂપવાન પુત્રને જન્મ આપશે.
તત્પશ્ચ તુ તે બાળકના માતા-પિતા પ્રથમ દિવસે કુળ સ્થિતિ પ્રમાણે-કુલપરંપરાગત વિધિ પ્રમાણે પુત્રના જન્મને ઉત્સવ મનાવશે, ત્રીજ દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવશે, છઠ્ઠા દિવસે રાત્રિજાગરણ કરશે, અગિયાર દિવસ વીતી ગયા પછી બારમા દિવસે જતકર્મ સંબંધી અશુચિની નિવૃત્તિ માટે ઘરને વાળી-ઝૂરીને અને લીંપીગુંપીને શુદ્ધ કરશે, પછી અશન-પાન-ખાદ્ય
સ્વાદ્યરૂપ વિપુલ ભજન-સામગ્રી બનાવશે અને મિત્રે, શાતિજને, સ્વજન-સંબંધીઓ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org