________________
ધર્મસ્થાનુગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક સૂત્ર ૫૦
'
'
ના,
ક્યાંય છિદ્ર યાવત્ તિરાડ હતી જેમાંથી અગ્નિ અંદર પ્રવેશી શકો ?”
પ્રદેશી – “હે ભદનન! તે વાત શક્ય નથી, અર્થાત્ તે લેઢામાં કોઈ છિદ્ર આદિ ન હતું.'
કેશી કુમારશ્રમણ – “તે એ જ પ્રમાણે છે પ્રદેશી ! જીવની પણ અપ્રતિહત ગતિ છે, જેથી તે પૃથ્વીને ભેદીને, શિલાને ભેદીને, બહારથી અંદર પ્રવેશી શકે છે.
તે હે પ્રદેશી! તું શ્રદ્ધા રાખ કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે, જીવ-શરીર
એક જ નથી.” ૫-૬ કેશી કુમારશ્રમણના વકતવ્યમાં જીવ
શરીરના અન્યત્વના સમર્થનમાં
અપર્યાપ્તપકરણ હેતુ નિરૂપણુ૪૯. કેશી કુમારશ્રમણની ઉપર મુજબની વાત સાંભ
ળીને પ્રદેશી રાજાએ કેશ કુમારશ્રમણને આ પ્રમાણે કહ્યું –
હે ભદન્ત ! બુદ્ધિવિશેષજન્ય હેવાથી તમારી ઉપમા વાસ્તવિક નથી. તેથી જીવ અને શરીર ભિન્ન છે તેમ માની શકાય નહીં. વળી જે દાખલે હું આવું છું એનાથી જીવ અને શરીરની એકતા-અભિન્નતા સિદ્ધ નથી થતી. જેમકે,
હે ભદત્ત જેવી રીતે કોઈ યુવાન થાવત્ પોતાનું કાર્ય કરવામાં નિપુણ પુરુષ શું એકી સાથે પાંચ બાણ ચલાવવામાં સમર્થ હોઈ શકે? કેશી કુમારશ્રમણ– હા, તે સમર્થ હોઈ શકે
પ્રદેશ–પરંતુ તે જ પુરુષ જયારે બાળક પાવતુ મંદ બુદ્ધિવાળો હોય ત્યારે પણ જો તે એકી સાથે પાંચ બાણ ચલાવવામાં કુશળ હોય, તે હે ભદન ! શ્રદ્ધા રાખી શકું કે જીવ અને શરીર બંને ભિન્ન ભિન્ન છે, શરીર અને જીવ એક નથી. પરંતુ હે ભદન્ત –થાવત્ મંદ બુદ્ધિવાળો તે બાળક એકી સાથે પાંચ બાણ ચલાવી શકતો નથી. તેથી મારી ધારણા યોગ્ય જ છે કે જીવ અને શરીર એક છે, જે જીવ છે તે જ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે.”
આ કુતર્કના પ્રત્યુત્તરમાં કેશી કુમારશ્રમણે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું -
જેવી રીતે કોઈ એક યુવાન યાવનું કાર્ય કરવામાં નિપુણ પુરુષ નવું ધનુષ, નવી દોરી અને નવા બાણ વડે એકી સાથે પાંચ બાણ છોડવામાં સમર્થ હોઈ શકે કે નહિ ?'
પ્રદેશી- હા, સમર્થ હોઈ શકે.' કેશી કુમારશ્રમણ – “પરંતુ તે જ યુવાન યાવત્ કાર્ય કરવામાં કુશળ પુરુષ જૂનું ખવાઈ ગયેલું ધનુષ, તેવી જ પ્રત્યંચા અને તેવા જ બાણ વડે શું એક સાથે પાંચ બાણ છોડી શકે ?”
પ્રદેશી – “હે ભદન ! તે શકય નથી, અથવું જના ધનુષ આદિ વડે એકી સાથે પાંચ બાણ તે છોડી શકે નહીં.'
કેશી કુમારશ્રમણ – “કયા કારણથી તે એમ કરી શકે નહીં ?'
પ્રદેશી – કેમ કે, હે ભદન! તે પુરુષ પાસે પૂરાં સાધનો નથી,
કેશી કુમારશ્રમણ – “તો તેવી જ રીતે હે પ્રદેશી! ને બાળક યાવતુ મંદ શાનવાળો પુરુષ યોગ્યતારૂપી ઉપકરણના અભાવને કારણે એકી સાથે પાંચ બાણ ચલાવી શકે નહીં. માટે છે પ્રદેશી ! તું શ્રદ્ધા રાખ કે જીવ અને શરીર પૃથકુ છે, જીવ શરીરરૂપ નથી અને શરીર
જીવરૂપ નથી.’ ૫૦. આ તક સાંભળીને પ્રદેશી રાજાએ ફરીથી કેશી કુમારશ્રમણને આ પ્રમાણે કહ્યું –
“હે ભદન! આ તે બૌદ્ધિક ઉપમા છે, વાસ્તવિકતા નથી. તેથી એમ ન માની શકાય કે જીવ અને શરીર ભિન્ન ભિન્ન છે. પરંતુ મારા દ્વારા રજૂ થયેલા ઉદાહરણ પરથી તે તે જ સિદ્ધ થાય છે કે જીવ અને શરીર જુદાં નથી. તે ઉદાહરણ આ પ્રમાણે છે –
હે ભદન! શું કોઈ તરુણ વાવનું કાર્યદક્ષ પુરુષ લોઢાના ભારને, સીસાના ભારને, જસતના ભારને, લવણાદિકના ભારને ઉપાડવા સમર્થ બને કે નહીં?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org