________________
ધર્મકથાનુગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક ; સત્ર ૪૭
મનુષ્પલેકમાં આવવાની આકાંક્ષા રાખવા છતાં
પણ આવવામાં સમર્થ નથી બની શકતા. ૨. દેવલોક સંબંધી દિવ્ય કામગથી મૂર્છાિના
વાવ તલ્લીન બની જવાથી અધુનેત્પન્ન દેવને મનુષ્ય સબંધી પ્રેમ છૂટી જાય છે અને તે દિવ્ય ભેગા સંબંધી સંક્રાન્ત થઈ જવાથી મનુષ્યલોકમાં આવવાની અભિલાષા રાખવા છતાં પણ તે અહીં નથી આવી શકતા.
૩. અધુનોત્પન્ન દેવ દેવલોકમાં દિવ્યકામગોથી
મૂચ્છિત યાવત્ નલીન બની જાય છે, ત્યારે તેઓ મનમાં વિચારે છે કે હમણાં જઈશ, હમણાં જઈશ, થોડા વખત પછી જઈશ. પરંતુ કેટલા સમયમાં તે મનુષ્ય સંબંધી અલ્પ આયુષ્યવાળા તેમના સ્વજન-સ્નેહી બંધુઓ મરણને પ્રાપ્ત થયા હોય છે, જેના કારણે મનુષ્યલોકમાં આવવાની અભિ
લાષા રાખવા છતાં તે અહીં આવી શકતા નથી. ૪. તે અધુનત્પન્ન દેવે દેવલોકમાં દિવ્ય કામ
ભોગોમાં યાવનું તલ્લીન બની જાય છે અને તેથી તેમને મર્યલોકની અતિશય તીવ્ર દુર્ગધ પ્રતિકૂળ અને અનિષ્ટ ભાસે છે, અને તે મનુષ્યલકની અશુભ દુર્ગધ ઉપર આકાશમાં પણ ચારસોપાંચસો ભોજન સુધી ફેલાયેલી હોય છે, આ કારણે મનુષ્યલોકમાં આવવાની ઇચ્છા રાખવા છતાં તે દુગધને લીધે આવવામાં અસમર્થ રહે છે.
તો હે પ્રદેશી ! આ ચાર કારણથી અધુનત્પન્ન દેવ દેવલોકમાંથી મનુષ્યલોકમાં આવવાની ઇચ્છા રાખવા છતાં અહીં આવી શકતા નથી. તેથી પ્રદેશી ! તું શ્રદ્ધા રાખ કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી.” ૩-૪ કશી કુમારશ્રમણના વકતવ્યમાં જીવની
અપ્રતિહત ગતિનું સમર્થન ૪૭. કેશી કુમારશ્રમણને ઉપર મુજબને જવાબ
સાંભળીને પછી પ્રદેશી રાજાએ કેશી કુમાર
શ્રમણને આ પ્રમાણે કહ્યું – ૧૯
હે ભગવન! તમારી આ ઉપમા તે બુદ્ધિકલિપત દષ્ટાન માત્ર છે કે આવાં આવા કારણથી દેવે મનુષ્યલોકમાં આવતા નથી. પરંતુ મેં તો નજરે જોયું છે કે હે ભદન! કોઈ એક દિવસ હું મારા અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દવારિક, અમાન્ય, ચેટ, પીઠમદક, નાગરિક, વ્યાપારી, દૂત, સંધિપાલ વગેરેની સાથે વિચરણ કરી રહ્યો હતો, તે જ વખતે મારા નગરના રક્ષક ચારેલી વસ્તુના પુરાવા અને સાક્ષી સહિત, ગર્દન અને બંને હાથ બાંધેલા એક ચોરને પકડીને મારી પાસે લાવ્યા. ત્યારે મેં તેને જીવતે જ એક લેઢાની કેઠીમાં પુરાવી દીધો, અને લેઢાના ઢાંકણા વડે તે કોઠીને સજજડ રીતે ઢાંકી દીધી, પછી ગરમ લાટું અને સીસા દ્વારા તેને રેણ કરી દીધું અને ચોકી કરવા માટે મારા વિશ્વાસુ પુરુષને નિયુક્ત કરી દીધા.
તપશ્ચાતુ એક દિવસ હું ને લોઢાની કોઠી પાસે ગયો, ત્યાં જઈને મેં તે લોઢાની કઠી ખોલાવી, ખોલાવીને મારી નજરે જોઉં છું તો તે પુરુષ મરી ગયો છે, જ્યારે લોઢાની કોઠામાં કોઈ કાણું ન હતું, ન કોઈ દર હતું, ન કોઈ અંતર હતું, ન તે કયાંય તિરાડ હતી કે જેમાંથી અંદર પૂરેલા પુરુષનો જીવ બહાર નીકળી ગયો હોય. અને તે હું તમારી વાત પર વિશ્વાસ રાખત, પ્રતીતિ કરી લેતા તેમજ મારી રુચિનો વિષય બનાવી લેત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, પરંતુ જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી. પરંતુ તે લોઢાની કઠીમાં કયાંય છિદ્ર ન હતું કાવત્ જીવ બહાર નીકળી ગયો. તો હે ભદન્ત ! મારું માનવું ઉચિત જ છે કે જે જીવ છે તે જ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે – જીવ અને શરીર જુદા-જુદા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org