________________
ધર્મકથાનુયોગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક ; સૂત્ર ૨૮
પમની સ્થિતિ બનાવવામાં આવી છે.”
હે ગૌતમ ! તે સૂયભદેવ મહાદ્ધિ, મહાવૃતિ, મહાબળ, વિશાળ યશ, અતુલ સુખ અને મહાપ્રભાવવાળો છે.'
ભગવાનનું આવું કથન સાંભળી ગૌતમ પ્રભુએ આશ્ચર્ય યુક્ત થઈ પૂછયું-“હે ભગવન! શું સૂયભદેવ આવી મહાન ઋદ્ધિ—પાવત્
મહાપ્રભાવશાળી છે! પ્રદેશી રાજા–દઢપ્રતિજ્ઞાચરિત્ર-સૂર્યાભદેવને પૂર્વભવઅનંતર ભવ પ્રરૂપણ, પ્રદેશ રાજા-સૂર્યકાન્તાદેવી અને સુર્યકાન્તકમાર અને ચિત્તસારથી-નામ નિરૂપણ ૨૯. ગૌતમસ્વામીએ ભગવાનને પુન: પૂછ્યું
પ્ર. “હે ભગવન્! સૂર્યદેવને તે પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ દિવ્ય દેવ દૃનિ અને દિવ્ય દેવપ્રભાવ
એ બધું કેવી રીતે મળ્યું? એ બધું તેણે કેવી રીતે પ્રાપ્ત કર્યું? કેવી રીતે એ બધાને તે સ્વામી થશે? તે સૂયભદેવ એના પૂર્વજન્મમાં કોણ હતો? તેનું નામગાત્ર શું હતું? એ કયા ગામ, નગર કે સંનિવેશના નિવાસી હવે ? એણે એવું ને શું દાનમાં દીધું, શું ખાધું, શું સારું કાર્ય કીધું, કે આચરણ કર્યું, તેણે કયા નથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસેથી એવું કયું ધાર્મિક આર્ય સુવચન સાંભળ્યું અને હૃદયમાં ધારણ કર્યું કે જેથી તે સુભદેવે આવી દિવ્ય દેવત્રદ્ધિ થાવત્ દિવ્ય દેવાનુભાવ ઉપાર્જિન કર્યો, પ્રાપ્ત કર્યો અને અધિગત કર્યું?'
હે ગૌતમ!' એમ શ્રમણ ભગવાન મહાવીરે, ભગવાન ગૌતમને સંબોધીને કહ્યું
ઉ–“હે ગૌતમ! તે કાળે તે સમયે આ જ જબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં કેકમાઈ નામે જનપદ હતું, જે ભવનાદિ વૈભવથી યુક્ત, તિમિત (સ્વ-પર શત્રુભયથી મુક્ત) અને ધનધાન્ય વગેરેની સમૃદ્ધિથી પરિપૂર્ણ હતું,
સર્વ ઋતુનાં ફળ-ફૂલોથી સમૃદ્ધ, રમણીય, નંદનવન જેવું મનેરમ, પ્રાસાદિક યાવતુ પ્રતિરૂપ હતું.
તે કેકય-અર્ધ જનપદમાં શ્વેતામ્બી (સયવિયા)
નામની નગરી હતી, તે નગરી પણ ઋદ્ધિસંપન્ન, સ્વિમિત–સમુદ્ધિશાળી યાવતુ-પ્રતિરૂપ હતી.
એ શ્વેતાબી નગરીની બહાર ઈશાન ખૂણામાં મૃગવન નામે ઉદ્યાન હતું. આ ઉદ્યાન રમણીય, નંદનવન જેવી શોભાવાળું, બધી ઋતુઓનાં ફળો ફૂલેથી સમૃદ્ધ, શુભ, સુરભિગંધ, ચારેય દિશામાં શીતળ છાયા ફેલાવતું, પ્રાસાદિક ભાવનું પ્રતિરૂપ અસાધારણ મનહર હતું.
એ શ્વેતામ્બી નગરીમાં પ્રદેશ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજા મહાહિમવત (પર્વત સમાન) યાવત્ પ્રભાવશાળી હતો, પરંતુ એ અધાર્મિક, અધર્મિષ્ટ–અધર્મપ્રેમી, અધમ કથન કરનાર, અધર્મનું અનુસરણ કરનાર, બધે અધર્મને જ જોનાર, અધર્મને જનક, અધર્મમય સ્વભાવ અને આચારયુક્ત અને અધર્મપૂર્વક આજીવિકા ઉપાર્જન કરનાર તથા હંમેશાં હણો” “છેદો’ ‘ભેદો' જેવી આશાઓ આપનાર, સાક્ષાત્ પાપને અવતાર, પ્રકૃતિએ પ્રચંડ ક્રોધીરૌદ્ર અને અધમ હતો. એના હાથ હંમેશાં લેહીથી ખરડાયેલા રહેતા હતા. તે વગર વિચારે પ્રવૃત્તિ કરનાર, હલકાઓને ઉત્તેજન આપનાર, વાચક–બીજને ઠગનાર, ધૂર્ત, બદમાશને પ્રોત્સાહન આપનાર, માયાવી, નિકૃતિ-બગભગત, કૂડ-કપટમાં ચતુર અને અનેક પ્રકારના ટંટ-ફસાદ કરીને બીજાને દુ:ખ આપનાર તથા શીલરહિત, મર્યાદા વગરને હતો. તેના મનમાં પ્રત્યાખ્યાન, પૌષધ, ઉપવાસ વગેરે કરવાનો વિચાર પણ ન આવતો. તે હંમેશાં દ્વિપદ, ચતુપદ, મુગ, પશુ, પક્ષી, સરીસૃપ-સાપ વગેરેની હત્યા કરવામાં, તેમનો વધ કરવામાં છેદન-વિનાશ કરવામાં સાક્ષાત્ અધર્મરૂપી કેતુ ગ્રહ સમાન હતો.
ગુરુજન(માતા પિતા આદિ)ને જોઈને પણ તેમને આદર કરવા માટે તે આસન ઉપરથી ઊભું ન થને, ઊઠને ન હતો, એમનો આદર ન કરતો, શ્રમણો અને બ્રાહ્મણને માન ન આપતો અને જનપદના પ્રજાજનોની પાસેથી રાજ-કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org