________________
ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશ કથાનક : સૂત્ર ૪૩
૫૭
પછી ચિત્ત સારથીએ કેશ કુમાર શ્રમણને આ પ્રમાણે વિનંતી કરી
હે ભંતે! એક વખત કમ્બોજ દેશવાસીઓએ ઉપહાર રૂપે મને ચાર ઘોડા આપ્યા, મેં તે જ સમયે તેમને પ્રદેશ રાજા પાસે મોકલી આપ્યા હતા. તે હે ભગવન્! તે ઘોડાઓને બહાને હું પ્રદેશ રાજાને તરત જ તમારી પાસે લઈ આવીશ, ત્યારે હે દેવાનુપ્રય! તમે પ્રદેશી રાજાને ધર્મકથા કહેવામાં લેશમાત્ર પણ સંકેચ ન કરશો, ખેદ ન કરશો, ખિન:ઉદાસ ન થતા, પરંતુ હે ભક્ત ! તમે પૂર્વવતુ ગ્લાનિ વગર હર્ષપૂર્વક પ્રદેશી રાજાને ધર્મોપદેશ આપજો. હે ભગવના તમે તમારી ઈચ્છાનુસાર પ્રદેશી રાજાને ધર્મકથન કરો.'
ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથીને આમ કહ્યું
હે ચિત્ત! અવસર ઉપસ્થિત થતાં વિચારી જોઈશ-વિચારીશ.'
ત્યાર પછી ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને જ્યાં ચાર બંટવાળો અશ્વરથ હતા, ત્યાં આવ્યો, આવીને ચારઘંટવાળા અશ્વરથ પર આરૂઢ થયો અને આરૂઢ થઈને જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. અશ્વ-પરીક્ષા નીકળેલા પ્રદેશી રાજાનું ચિત્ત
સારથી સહિત કેશી કુમારશ્રમણ પાસે આવવું૪૩. ત્યાર પછી બીજા દિવસે રાત્રિનું પ્રભાતમાં
પરિવર્તન થયા પછી, કોમળ ઉપલ-કમળાના ખીલવા પછી અને તડકો નીકળ્યા પછી દૈનિક નિત્યકર્મ પતાવીને, જાજવલ્યમાન તેજયુક્ત સહસ્રરમિ સૂર્યના ઊગવા પશ્ચાત્ ચિત્તસારથી પોતાના ઘરેથી નીકળ્યો અને નીકળીને જયાં પ્રદેશી રાજાનું ભવન હતું તથા તે ભવનમાં જયાં પ્રદેશો રાજા હતું, ત્યાં આવ્ય, આવીને બંને હાથ જોડીને કાવત્ અંજલિ રચીને જયવિજય શબ્દોથી પ્રદેશી રાજાને વધાવ્યો અને વધાવીને આ પ્રમાણે કહ્યું –
“ કજ દેશના લોકોએ આપ દેવાનુપ્રિય માટે ચાર ઘોડા ઉપહાર રૂપમાં મોકલ્યા છે. તેમને મેં તે જ દિવસે આ૫ દેવાનુપ્રિયને સવારી યોગ્ય બનાવવા સારી રીતે શિક્ષિત કર્યા છે. તે હવે હે સ્વામિ! તમે બાવો અને તે ઘોડાઓની ચાલ વગેરે ચેષ્ટાઓનું નિરીક્ષણ કરે.'
ત્યારે પ્રદેશી રાજાએ ચિત્તસારથીને આ પ્રમાણે કહ્યું – ‘તું જા અને તે ચારે છેડાને જોતરીને અહીંયાં લઈ આવ યાવત્ આશાપાલન કર્યાની જાણ કર-૨થ લઈ આવ્યાની સૂચના આપ.'
નદનાર આ પ્રમાણે પ્રદેશી રાજા દ્વારા આશાપિત ચિત્ત સારથીએ રાજાનું આ કથન સાંભળીને હષ્ટ-તુષ્ટ યાવન વિકસિત હદય થઈને અવ્યરથ ઉપસ્થિત કર્યો યાવત્ આશાપાલનની જાણ કરી,-રથ આવી ગયાની સૂચના રાજાને કરી.
ત્યાર પછી પ્રદેશ રાજા ચિત્તસારથીની આ વાત સાંભળીને, હૃદયમાં અવધારિત કરીને થાવત્ મૂલ્યવાન પરંતુ અલપ આભૂષણોથી શરીરને અલંકૃત કરીને પોતાના ભવનથી નીકળ્યો, નીકળીને જ્યાં ચાર ઘંટવાળે અશ્વરથ હતો, ત્યાં આવ્યો, આવીને ચાર ઘંટવાળા અશ્વરથ પર આરૂઢ થયો અને આરૂઢ થઈને શ્વેતામ્બી નગરીની વચ્ચેથી પસાર થતો નીકળ્યો.
ત્યાર પછી ચિત્તસારથીએ રથને અનેક યોજને સુધી (ઘણે દૂર સુધી) ખૂબ જ ઝડપથી દોડાવ્યા. ત્યારે તે પ્રદેશી રાજાએ ગરમીતરસ અને રથના ચાલવાથી વાતી ગરમ લું અને ઊડતી ધૂળથી વ્યાકુળ, પરેશાન-ખિન્ન થઈને ચિત્તસારથીને આ પ્રમાણે કહ્યું -
હે ચિત્ત! હું થાકી ગયો છું, તે હવે રથને પાછો વાળ.
ત્યારે ચિત્તસારથીએ રથને પાછો વાળ્યો અને જ્યાં મૃગવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા અને આવીને. પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org