________________
ધર્મકથાનુગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેથી કથાનક સૂત્ર ૨૭
ત્યાં આવીને ત્રિસપાન, કાષ્ઠ પુતળીઓ અને વ્યાળ આકૃતિઓનાં પ્રમાર્જનથી માંડી ધૂપપ્રક્ષેપ સુધીની બધી ક્રિયાઓ કરી.
આવીને મોરપીંછપ્રમાજની લઈને તે વજૂમય ગાળ સમુદ્ગકનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને તે વજુમય ગાળ સમુદ્ગકને ઉઘાડવું, ઉધાડીને તેમાં રાખેલ જિનવરોના અસ્થિનું પ્રમાર્જન કયું', પ્રમાર્જન કરીને સુગંધિત ગંધાદકથી તેમનું પ્રક્ષાલન કર્યું, પ્રક્ષાલન કરીને સર્વોત્તમ શ્રેષ્ઠ ગંધ અને પુષ્પો તથા માળાઓથી અર્ચના કરી, ધૂપ કયાં અને પછી તે જિનઅસ્થિ ફરી તે જ વિજય ગાળ સમુદ્ગકમાં મૂક્યા, મૂકીને માણવક ચૈત્યસ્તંભને પ્રમાર્જિત કર્યો, પ્રમાર્જત કરી દિવ્ય જળધારાનું સિંચન કર્યું', સરસ ગશીર્ષ ચંદનની ચર્ચા કરી, ધૂપદાન કર્યું, પુષ્પ ચડાવ્યાંથાવત્ “પપ્રક્ષેપ કર્યો.
ધૂપ પ્રક્ષેપ કરી પછી જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો, આવીને પૂર્વવતુ બધી ક્રિયા કરી. તે જ રીતે દેવશૈયા પાસે ગયો અને ત્યાં પણ પૂર્વવત્ પ્રમાર્જનથી લઈને ધૂપ સુધીની સઘળી ક્રિયા કરી. તે પછી ક્ષુદ્ર મહેન્દ્રવજ પાસે ગયો અને ત્યાં પણ પ્રમાર્જનાદિ ધૂપક્ષેપ સુધીની સઘળી ક્રિયાઓ કરી.
ત્યાર બાદ તે ચોપાલ નામના પોતાના આયુધગૃહમાં આવી પહોંચ્યો, ત્યાં આવીને મયૂરપિચ્છની પ્રમાર્જની લઈ પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરી દિવ્ય જળધારાનું સિંચન કર્યું, સરસ ગશીર્ષ ચંદનની ચર્ચા કરી, ધૂપદાન કર્યું, પુષ્પ ચડાવ્યાં, લાંબી લાંબી માળાઓ લટકવી ધૂપપ્રક્ષેપ કર્યો. પછી જ્યાં સુધમસભાનો મધ્યભાગ હતો, તેમાં
જ્યાં મણિપીઠિકા હતી અને દેવશૈયા હતી ત્યાં આબે, આવીને મારપીંછી લઈને દેવશૈયા અને મણિપઠિકાનું પ્રમાર્જન કર્યું કાવત્ ધૂપક્ષેપ કર્યો, ધૂપક્ષેપ કર્યા પછી ઉપપાત સભાનું દક્ષિણ દિશાવતી દ્વાર હતું ત્યાં આવ્યો, ત્યાં આવી અભિષેક સભાની માફક પૂર્વવત્ પૂર્વદિશાની નંદા પુષ્કરિણી સુધી પ્રમાજના વગેરે સઘળી ક્રિયા કરી, પછી જયાં હદ (ધર) હતા ત્યાં આવ્યા,
ત્યાર બાદ જ્યાં અભિષેકસભા હતી ત્યાં આવ્યા અને ત્યાં પણ પૂર્વવત્ સિંહાસન, મણિપીઠિકા વ.ને મેરપીંછથી પ્રમાર્જિન કરી ધૂપક્ષેપ સુધીની બધી વિધિ કરી. ત્યાર બાદ સિદ્ધાવતનની જેમ પૂર્વ દિશાવતી નંદાપુષ્કરિણી પર્યત ધૂપક્ષેપ આદિ બધી ક્રિયા કરી.
ત્યાર પછી તે જયાં અલંકારસભા હતી ત્યાં આવ્યો અને અભિષેકસભાની માફક ત્યાં પણ સઘળી ક્રિયા કરી.
ત્યાર પછી તે જ્યાં વ્યવસાય સભા હતી ત્યાં આવ્યો અને મોરપીંછ વડે પુસ્તકરત્નની પ્રમાર્જના કરી, દિવ્ય જળધારાથી સિંચન કર્યું, સર્વોત્તમ સુગંધી માળાઆ આદિથી અર્ચના કરી. ત્યાર બાદ તે જ રીતે મણિપીઠિકા, સિંહાસન વની પણ પ્રમાર્જનાથી ધૂપક્ષેપ સુધીની સમગ્ર વિધિ દ્વારા અર્ચના કરી. તદનંતર ત્યાંથી જયાં પૂર્વ દિશાની નંદા પુષ્કરિણી હતી, જ્યાં હદ હવે ત્યાં આવ્યો, આવીને તોરણ, ત્રિપાનપક્તિ, શાલભંજિકાઓ અને બાળાકૃતિઓની પ્રમાજનાદિ ધૂપ પ્રક્ષેપ પર્યત સમગ્ર વિધિ કરી.
ત્યાર બાદ જયાં બલિપીઠ હતી ત્યાં આવ્યો, ત્યાં આવી બલિવિસર્જન (બલિ આપવા)નું કાર્ય કર્યું અને પછી આભિયોગિક દેવોને બોલાવી આ પ્રમાણે આજ્ઞા કરી
હે દેવાનુપ્રિ ! તમે તરત જ એ અને સૂર્યાભવિમાનના શું નાટક, ત્રિકો, ચતુષ્કો, ચોરાચૌટા, રાજમાર્ગો, પ્રાકારે, અટ્ટાલિકાએ, ચારિકાએ, દ્વર, ગોપુરો, રણ, આરામ, ઉદ્યાને, વનો, વનરાજિએ, કાનનો, વનખંડમાં જઈ અર્ચના કરો અને આજ્ઞાપાલન કરી આશા પૂરી કર્યાની મને જાણ કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org