________________
૫૦
સમુદાય બનાવીને ચાલના જ જઇ રહ્યા છે?આમ વિચાર કર્યાં અને વિચાર કરીને દ્વારપાલને બાલાવીને આ પ્રમાણે તેને પૂછ્યું—
‘હે દેવાનુપ્રિય ! શુ’ આજે શ્રાવસ્તી નગરીમાં કોઈ ઇન્દ્રમહાત્સવ યાવત્ સાગરોત્સવ છે કે જેથી આટલા બધા ઉગ્રવશીય, ભાગવંશીય યાવત્ નીકળીને જઈ રહ્યા છે?”
ત્યા૨ે તે કચુકિ પુરુષે કુમાર શ્રમણના પદાપણના નિશ્ચિન સમાચાર જાણીને બંને હાથ જોડીને યાવત્ વધાવીને ચિત્ત સારથીને આ પ્રમાણે નિવેદન કર્યું —
‘હે દેવાનુપ્રિય! આજે શ્રાવસ્તી નગરીમાં ઇન્દ્રમહ યાવત્ સાગરમહ આદિ નથી, જેથી આ બધા ઉગ્રવ શીય યાવત્ બધા લાકો પાતાના સમુદાય સાથે જઈ રહ્યા છે, પર`તુ હે દેવાનુપ્રિય ! વસ્તુસ્થિતિ એ છે કે આજે જાતિકુળ આદિથો સપન્ન પાર્સ્થાપત્ય કેશી નામના કુમારશ્રમણ યાવતું એક ગામથી બીજ ગામ વિહાર કરતા અહીંં આવી પહોંચ્યા છે-માવર્તી વિચરણ કરી રહયા છે. તે કારણથી આજે શ્રાવસ્તી નગરીના
આ અનેક ઉગ્રવ’શીખ યાવત્ ઇભ્ય, ઇભ્યપુત્ર આદિ કેટલાય વદના કરવાના વિચારથી માટા સમુદાયમાં પાતપાતાના ઘરેથી નીકળી રહ્યા છે.’ ૩૩. તદનન્તર ક’ચુકિ પુરુષ પાસેથી આ વાત સાંભળીને, તેને હૃદયમાં ધારણ કરીને, તે ચિત્તસારીએ હન્ન-તુષ્ટ યાવત્ વિકસિત હૃદયવાળા થઈને કુટુબીજનાને બાલાવ્યા અને બાલાવીને તેમને આ પ્રમાણે કહ્યું–
‘હે દેવાનુપ્રિયા ! શીઘ્ર ચાર ઘટવાળા અશ્વરથ જોતરીને લઈ આવા' યાવત્ તેઓ સછત્ર અશ્વરથ જોતરીને લઈ આવ્યા,
ત્યારે તે ચિત્તસારથીએ સ્નાન કર્યુ, શુદ્ધ તેમ જ સભાચિત માંગલિક વસ્ત્રો પહેર્યાં, બહુમૂલ્ય પરંતુ અલ્પ ભારવાળાં આભૂષણાથી શરીરને અલંકૃત કર્યુ અને પછી જ્યાં ચાર ઘટવાળા રથ હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને તે ચાર ઘટવાળા અશ્વરથ પર આરૂઢ થયા, આરૂઢ
Jain Education International
ધર્મ કથાનુયાગ —પાર્શ્વનાથ—તીમાં પ્રદેશી સ્થાનક : સુત્ર ૩૪
થઈને કોર’ટ પુષ્પોની માળાથી યુક્ત છત્રને ધારણ કરી ઘણા બધા સુભટોના સમુદાય વચ્ચે ઘેરાઈને શ્રાવરતી નગરીની વચ્ચેથી નીકળ્યા, નીકળીને જયાં કેઠક ઉદ્યાન હતું, તેમાં જયાં કેશી કુમારશ્રમણ બિરાજમાન હતા, ત્યાં પહોંચ્યા.
ત્યાં પહોંચીને કેશી કુમારશ્રમણથી થાડે દૂર ધાડાને રોકયા, ઘેાડાને રોકીને રથને ઊમે રાખ્યા, ઊભા રાખીને રથ પરથી નીચે ઊતર્યાં, ઊતરીને જ્યાં કેશી કુમારશ્રમણ આસનસ્થ હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને ત્રણ વાર કેશી કુમાર શ્રમણની આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યાં, વહેંદન-નમસ્કાર કરીને બહુ નજીક કે દૂર નહીં તેવા યથાચિત સ્થાન પર ધર્માંપદેશ સાંભળવાની ઈચ્છાપૂર્વક નમસ્કાર કરતા, સન્મુખ બેસીને વિનયપૂર્વક અંજલ રચીને પયુ પાસના કરવા લાગ્યા.
૩૪. તપશ્ચાત તે કેશી કુમારશ્રમણેચિત્તસારથી અને વિશાળ પરિષદને ચાર યામ ( જીવન પન્ત માટે સથા ત્યાગ કરવાના ગ્રને)નું કથન કર્યું. તે ચાર યામનાં નામ આ પ્રમાણે છે—૧. સમસ્ત પ્રાણાતિપાત(હિંસા )નું વિરમણ ૨. સમસ્ત મૃષાવાદ( અસત્ય )થી વિરત થવુ, ૩. સમસ્ત અદત્તાદાનથી (ચૌ) વિરક્ત થવું, ૪. સમસ્ત બહિદ્ધાદાન ( મૈથુન અને પરિગ્રહ )થી વિરક્ત થવું.
પશ્ચાત તે અતિ શાળ પરિષદ કેશી કુમાર શ્રમણ પાસેથી ધમ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ગઈ,
નદતર તે ચિત્તસારથા કેશી કુમારશ્રમણ પાસેથી ધમ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હ િત યાવત્ વિકસિત હૃદય થતા પાતાના આસન પરથી ઊઠયો, ઊભા થયા અને ઊભા થઈને તેણે કુમારશ્રમણની ત્રણ વાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વદન-નમસ્કાર કર્યાં, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કયુ.
For Private Personal Use Only
www.jainelibrary.org