________________
ધર્મ કથાનુગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સૂત્ર ૨૨
ત્યારબાદ બીજીવાર, ત્રીજીવાર પણ તે સૂર્યાભદેવે આવા પ્રકારનું નિવેદન કર્યું –
‘હે ભગવન્! આપ બધું જાણે છાપાવનાટ્યકળા દેખાડવા ઇચ્છું છું.' એ પ્રમાણે કહી શ્રમણ ભગવાન મહાવીરની ત્રણવાર આદક્ષિણાપ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી ઉત્તર-પૂર્વની દિશા તરફ ઇશાન કોણમાં ગયો, ત્યાં જઈ વૈક્રિયસમુદુધાત કર્યો, વૈક્રિયસમુદ્દઘાત કરી તેણે સંખ્યય યોજન લાંબો દંડ બહાર કાઢયો, દંડ કાઢીને જાડાં મોટાં પુદ્ગલોને તજી દીધાં અને જોઈએ તેવાં યથાસૂમ પુદ્ગલોનો સંચય કર્યો, સંચય કરીને બીજીવાર સમુદ્ધાત કર્યો–પાવતુ-સર્વ પ્રકારે સર્વ બાજુથી એકસરખો એ એક ભૂભાગ સજર્યો, ને ભૂમિભાગ પૂર્વ વર્ણવેલાં મૃદંગ અને પુષ્કર વાઘના ઉપરના ભાગ જે સમતલ–ાવતુ-રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા મણિઓથી સુશોભિત હતો. તે સર્વ બાજયી એકસરખા અને સુંદર ભૂમિભાગની વચ્ચેવચ્ચે તેણે એક પ્રેક્ષકગૃહની રચના કરી, જે અનેક સેંકડો સ્થંભ પર આધારિત હતું. અહીં પૂર્વે કરેલ મંડપનું વર્ણન સમજવું. તે પ્રેક્ષકગૃહ મંડપની અંદર તેમાં બાંધેલ ચંદરવા, અખાડો, મણિપીઠિકા અને સર્વ બાજુથી સમતલ એવા ભૂમિભાગની વિદુર્વણા કરવામાં આવી.
તે મણિપીઠિકાની ઉપર પાદપીઠ, છત્ર વગેરે સહિત એક સિંહાસનની રચના કરી-વાવતેનો ઉપરનો ભાગ મુક્તાદામ-મોતીના ઝપખાથી સુશોભિત થઇ રહ્યો હતો.
ત્યારબાદ તે સૂર્યાભદેવે શ્રમણ ભગવાન મહાવીરની તરફ જોઈ પ્રણામ કરી “હે ભગવન્! મને અનુશા આપો” એમ કહી તીર્થકર તરફ મુખ કરી તે ઉત્તમ સિંહાસન પર બેઠો.
ત્યારબાદ સૌથી પહેલાં તે સૂર્યાભદેવે નિપુણ શિલ્પીઓ દ્વારા બનાવેલ અનેક પ્રકારના મણિમય, કનકમય, રત્નમય વિમલ અને ચકચકતાં ત્રુટિત-બાજુબંધ વગેરે શ્રેષ્ઠ આભૂષણોથી
દીપો, ઊજળ, પુષ્ટ અને લાંબો એ પોતાને જમણો હાથ પ્રસાર્યો, ત્યારે એના એ જમણા હાથમાંથી સમાન શરીર-આકાર, સમાન રંગ, સમાન વય, સમાન લાવણ્ય, રૂપચૌવન અને ગુણ યુક્ત, સરખાં નાટકીય ઉપકરણો અને વસ્ત્રાભૂષણથી સજેલા, ખભાની બન્ને બાજુમાં લટકતા ઉત્તરીય વસ્ત્રથી યુક્ત, તિલક અને શિરોભૂષણ બાંધેલ, ગળામાં શૈવેયક અને શરીરે કંચુકવસ્ત્ર પહેરેલા, ચિત્ર-વિચિત્ર પટ્ટાવાળાં અને ફુદડી ફરતાં જેના છેડા ફીણની જેમ ઉંચા થાય એવી છેડે-કોરે મૂકેલી ઝાલરવાળાં રંગબેરંગી નાટકીય પરિધાન પહેરેલા, છાતી અને કંઠમાં પડેલા એકાવલી આદિ હારોથી શોભાયમાન અને નૃત્ય કરવાને તતપર એકસે ને આઠ દેવકુમારો નીકળ્યા.
ત્યારબાદ અનેક પ્રકારના મણિઓ વગેરે આભૂષણોથી શોભતો-યાવતુ-પુષ્ટ અને લાંબો એ ડાબો હાથ પસાર્યો ત્યારે તેમાંથી સમાન શરીરાકૃતિવાળી, સમાન રંગ, સમાન વય, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણયુક્ત, સરખા નાટકીય-ઉપકરણે અને વસ્ત્રાભૂષણથી તૈયાર થયેલી, ખભાની બંને બાજુએ લટકતા ઉત્તરીય વસ્ત્રવાળી, મસ્તકે તિલક વાળી અને શિરોભૂષણ બાંધેલી, ગળામાં નૈવેયક અને શરીરે કંચુક પહેરેલી, અનેક પ્રકારના મણિયો અને રન્નેના આભૂષણોથી શોભાયમાન અંગોપાંગવાળી, ચંદ્ર સમાન લલાટપટ્ટવાળી, ચંદ્રથી પણ અધિક સૌમ્ય દર્શનવાળી, ખરતા તારાની જેમ ચમકતી, ચારુ શૃંગારથી શોભતી, હાસ્ય, વાણી, ગતિ અને વિવિધ વિલાસમાં તથા લલિત સંલાપ અને યોગ્ય ઉપચારમાં કુશળ, હાથમાં પોતપોતાના વાદ્યો લઈ નૃત્ય કરવાની પૂરી તૈયારીવાળી એવી એક સો ને આઠ દેવકુમારિકાઓ નીકળી.
ત્યારબાદ તે સૂર્યાભદેવે એક સો ઓઠ શંખો, એક સો આઠ શંખવાદક, એક સે આઠ રણશિંગા અને એક સો આઠ રણશિંગાવાદ,
એક સો આઠ શંખલીઓ, એક સો આઠ શંખલીવાદક, એક સો આઠ ખરમુખીઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org