________________
ધર્મકથાનુયોગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક : સત્ર ૨૭
ગાવા લાગ્યા.
કેટલાક દેવેએ સૂયભવિમાનને સુગંધમય કૃષ્ણાગરુકુંદુરુક-તુષ્ક અને ધૂપ વડે મનમોહક બનાવ્યું.
કેટલાક દેવોએ સૂયભવિમાનને ઉત્તમ સુવાસથી જાણે કે ધૂપસળી જેવું બનાવી દીધું.
કેટલાક દેવોએ સોનાને, કેટલાકે ચાંદીને, કેટલાકે વજરત્નને કેટલાકે ફૂલને, ફળને, માળાઓને, સુગંધિત દ્રવ્યોને, સુગંધિત ચૂર્ણને, આભરણા અને વસ્ત્રો વગેરેને વરસાદ વરસાવ્યો.
કેટલાક દેવોએ અંદરો-અંદર એકબીજાને સોનું, તો કેટલાએ રૂપું, તો વળી કેટલાકે રત્ન, પુષ્પ, ફળો, માળાએ, સુગંધિત ચૂર્ણ, વસ્ત્ર, સુગ ધિત દ્રવ્ય, આભૂષણો અને વસ્ત્રો વગેરે ભેટ આપ્યાં.
કેટલાક દેવેએ તત (તંતુવાદ્યો), વિતત (પોલાં વાદ્યો), ઘન (ધાતુનાં) અને શુષિર (મેથી વગાડવાનાં ) એવા ચાર પ્રકારના વાદ્યો વગાડયાં.
કેટલાક દેએ ઉક્ષિપ્ત, પાદાન, મંદ અને રોચિતાવસાન એવું ચાર પ્રકારનું સંગીત ગાયું.
કોઈ દેવાએ દૂત નામે નૃત્યવિધિ દેખાડી, કોઈએ વિલંબિત નામે નથવિધિ દર્શાવી, કોઈએ દત-વિલંબિત નામકનૃત્યવિધિનું પ્રદર્શન કર્યું, તો કોઈએ અંચિત નૃત્યવિધિ દેખાડી, કેઈએ આરભટ, ભોલ, આરભટ–ભસોલ, ઉત્પાતનિપાતપ્રવૃત્ત, સંકુચિત પ્રસારિત, રિતારિત, ભાને સંભાત નામક દિવ્ય વૃન્યવિધિએ દશવી.
કેટલાક દેવેએ ચાર પ્રકારના અભિનનું પ્રદર્શન કર્યું, જેવા કેન્દષ્ટાન્તિક, પ્રાત્યાન્તિક, સામનોપનિપાતિક અને લોકાન-મધ્યાવસાનિક.
વળી કેટલાક દેવ બકરાની માફક (હર્ષના) બુચકારા કરવા લાગ્યા, કેટલાક દેને પોતાના શરીરને ફુલાવવા લાગ્યા, કેટલાક નાચવા લાગ્યા
કેટલાક દે હોંકારા કરવા લાગ્યા, કેટલાક ગણગણવા લાગ્યા, કેટલાક તાંડવ કરવા લાગ્યા, કેટલાક ઊછળવા અને તાલ મીલાવવા લાગ્યા, કેટલાક તાળી પાડી ઊછળવા લાગ્યા, કેટલાક ત્રિપગી દોડ કરવા લાગ્યા, કેટલાક ઘોડાની માફક હણહણાટ કરવા લાગ્યા, કેટલાક હાથીની માફક ગુલગુલાહટ (ગુલ ગુલ અવાજ ) કરવા લાગ્યા, કેટલાક રથની માફક ઘનઘનાહટ (ઘન ધન અવાજ ) કરવા લાગ્યા, કેટલાક હણહણાટ, ગુલગુલાહટ અને ધનધનાહટ એકી સાથે કરવા લાગ્યા.
કેટલાક દેવ ઊછળવા લાગ્યા. કેટલાક ઊંચી છલાંગો મારવા લાગ્યા, કેટલાક હર્ષનાદ કરવા લાગ્યા, કેટલાક ઊછળકૂદ કરવા લાગ્યા, કેટલાક ત્રણે વસ્તુ ( ઊછળવું, ધુ ઊછળવું અને હર્ષનાદ કરો) કરવા લાગ્યા, કેટલાક ઉપરથી નીચે કુદ્યા, કેટલાક નીચેથી ઉપર કુદ્યા, કેટલાક લાંબા કૂદકા મારવા લાગ્યા, કેટલાક ત્રણ વસ્તુ એક સાથે કરવા લાગ્યા.
કેટલાક સિંહગર્જના કરવા લાગ્યા, કેટલાક એકબીજાને રંગવા લાગ્યા, કેટલાક જમીન ઠોકવા લાગ્યા, કેટલાક ત્રણે વસ્તુ કરવા લાગ્યા.
કેટલાક દેવ મેધ જેવી ગર્જના કરવા લાગ્યા, કેટલાક વીજળીની જેમ ચમકારા કરવા લાગ્યા. દેટલાક વરસાદ વરસાવવા લાગ્યા, કેટલાક ત્રણે વસ્તુ કરવા લાગ્યા.
કેટલાકે તાપથી વ્યાકુળ થવાનો, કેટલાકે તપવાનો અને કેટલાકે વિશેષ તપવાને દેખાવ કર્યો, કેટલાકે ત્રણે વસ્તુને દેખાવ કર્યો.
કેટલાક દેવે હોંકારા કરવા લાગ્યા, કેટલાક થુથુકાર કરવા લાગ્યા કેટલાક ધક ધક્ અવાજ કરવા લાગ્યા, કેટલાક પોતપોતાનાં નામે બોલવા લાગ્યા, જ્યારે કેટલાક એકીસાથે ચારે વસ્તુ કરવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org