________________
૨૮
ધર્મકથાનુગ–પાર્શ્વનાથ-તીર્થ માં પ્રદેશ કથાનક : સૂત્ર ૨૬
પરિવારવાળા દેવો અને બીજાં પણ ઘણાં દેવદેવીઓ એ બધાંએ ત્યાં અભિષેક સભામાં આવી તેને સ્વાભાવિક અને કૃત્રિમ શ્રેષ્ઠ કમળ પુષ્પો પર સ્થાપિત, સુગંધિત શુદ્ધ શ્રેષ્ઠ જળથી ભરેલા ચંદન ચર્ચિત પંચરંગી દોરાથી બાંધેલા, પદ્મોત્પલના ઢાંકણાવાળા સુકોમળ હાથે ઊંચકાયેલ એક હજાર સુવર્ણ કળશોથાવત્-એક હજાર માટીના કળશ, સર્વ ઋતુનાં પુષ્પો યાવત્ સમસ્ત ઔષધીઓ આદિ સામગ્રી દ્વારા મોટી ધામધૂમથી વાજતેગાજતે સૂયભદેવને ઈદ્રાભિષેક કર્યો.
એ મહાવિપુલ ઈદ્રાભિષેક ચાલતો હતો ત્યારે કેટલાય દેવાએ મૂયભવિમાનમાં સુગંધી પાણીનો ધીમો ધીમે છટકાવ કર્યો જેથી ત્યાંની ધૂળ દબાઈ ગઈ અને છતાં કાદવ પણ થયા નહી.
પ્રકારની ઔષધિ, સરસવ વગેરે લીધું. ત્યાંથી તેઓ પદ્ધ અને પુંડરીક ધરા તરફ ગયા, ત્યાંનું ચોખું પાણી કળશોમાં ભરી ત્યાંથી હિમવંત,
ઐરાવત, રોહિત, રોહિતાશા, સુવર્ણકૂલા અને રૂધ્યકૂલા મહા નદીઓ ભણી તેઓ ઊપડ્યા. ને નદીનાં પાણી લઈ બંને કિનારાની માટી લઈ પછી શબ્દાપાતિ, અને વિકટાપાનિ અને વૃત્તવૈતાઢય પર્વત તરફ ગયા. ત્યાં પણ પૂર્વવત્ સર્વઋતુનાં પુષ્પો આદિ લીધાં. પછી ત્યાંથી મહાહિમવંત રુકિમ વગેરે વષધર પર્વતે ભણી ઊડ્યા, ત્યાં પણ પૂર્વવત્ સર્વઋતુઓનાં પુષ્પ આદિ લીધાં, અને ત્યાંથી મહાપદ્મદ્રહમહાપુંડરીકદ્રહ તરફ જઈ ત્યાં પણ પૂર્વવત્ સર્વતનાં પુષ્પો આદિ લીધાં, પછી તેઓ હરિવર્ષ અને રમકુક્ષેત્રની હરિકાંતા અને નારિકાંતા નદીઓ ભણી વળ્યા. ત્યાં પણ પૂર્વવત્ સર્વ ઋતુનાં પુષ્પ આદિ લીધાં, ત્યાંથી ગ ધાવતી, માલ્યવંત વૃત્તવૈતાઢ્ય તથા નિષધ, નીલવંત, તિગિચ્છિ, કેસરિદ્રહ અને મહાવિદેહની સીતાસીતાદા નદીએ ભણી તેઓ ગયા. ત્યાં પણ પૂર્વવતુ સર્વઋતુઓનાં પુષ્પો આદિ લીધાં, પછી ત્યાંથી ચક્રવતીના બધા વિમાએ જઈ અને એ રીતે તે તે બધાં સ્થળોના પાણી-માટીપુષ્પાદિક લઈ છેક છેલ્લે તેઓ મંદર (મેરુ) પર્વતે જઈ પહોચ્યા. મંદર પર્વતના ભદ્રશાલ, નંદન, સોમનસ અને પાંડુક વનમાંથી સુંદર ગોશીષચંદન વગેરે સામગ્રી લઈ તેઓ ઝપાટાબંધ પાછા ફર્યા અને ત્વરાવાળી ચાલથી પાછા સૂભવિમાનમાં–જ્યાં સિંહાસન ઉપર પોતાને સ્વામી સૂર્યાભદેવ બેઠેલો છે ત્યાં જઈ પહોંચ્યા અને જય-વિજય શબ્દોથી તેને વધાવી પેલા સામાનિક સભાના સભ્યો સમક્ષ ઇ દ્રાભિષેકની સર્વ સામગ્રી જે તેમણે વિવિધ સ્થળેથી આણી હતી ને હાજર કરી દીધી.
કેટલાક દેવેએ તે સૂર્યાભવિમાનની બધી ધૂળ વાળીચોળીને ઝાડી કાઢી–સાફ કરી નાંખી,
બીજા કેટલાક દેવેએ એ વિમાન અને તેનાં શેરી, બજાર વગેરે ભાગને પાણીનો છંટકાવ કરી, સાફસૂફ કરી છાણ અને માટીથી લિંપીગુંપીને સુંદર બનાવ્યા.
કેટલાક દેવેએ મંચ ઉપર મંચે ઢાળીને તે વિમાનને શણગાયું.
કેટલાક દેવોએ વિવિધ પ્રકારની રંગબેરંગી ધજા-પતાકાઓ વડે શોભા કરી.
કેટલાક દેવોએ તે વિમાનને લીંપીગૂંપી, સુગંધી છાંટણાં છાંટી, સરસ ગોરોચન અને રક્ત ચંદનના થાપા માર્યા, બારણે બારણે ચંદન ચર્ચિત પૂર્ણ કળશે અને તેણે ટાંગ્યાં.
કેટલાક દેવેએ સૂયભવિમાનને ઉપરથી નીચે સુધી લટકતી લાંબી લાંબી ગેળ સુગંધી માળા લટકાવી શણગાર્યું.
કેટલાક દેવેએ પંચરંગી સુવાસિત પુષ્પો વેરી, રંગોળી રચીને સૂર્યાભવિમાનને સુશોભિત
અભિષેકની સર્વ સામગ્રી આવી પહોંચ્યા પછી સુર્યાભદેવની સામાનિક સભાના ચાર હજાર દેવસખ્યા, તેની ચાર પટ્ટરાણીઓ અને તેમને પરિવાર, બીજી ત્રણ સભાના પોતપોતાના
કયું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org