________________
ધર્મયથાનુયોગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક ઃ સૂત્ર ૨૬
અને ઉપર આછું વધતું અડધું આંગળ છે. એ એવું મોટું લયન આખુંય સુવર્ણમય છે–ચાવત્ અત્યંત મનોહર છે.
એ લયનની ચારે બાજુ અડધો જન ઊંચી અને પાંચસે ધનુષ પહોળી એવી એક મોટી પાવરવેદિકા છે. તે પદ્મવરવેદિકા ઉપકારિકા લયન જેટલા જ પરિઘની છે.
તે પદ્મવરવેદિકાના થાંભલા વજીરનમય, પાટિયાં સુવણરજતમય, કલેવર વિવિધ મણિરત્નમય, સાંધા પણ વિવિધ મણિરત્નમય, એના પર વિવિધ રત્નમય ચિત્રો, બાજુઓ વામ અને આચ્છાદન સુવર્ણરજતમય છે. તે વેદિકાની ચોપાસ એક એક હેમરાલ, એક એક મુક્તાજાલ, એક એક ઘટાજાલ. એક એક મણિજાલ, એક એક રન જલ, એક એક પદાજલ આવેલ છે.
એ બધી જાલે સેનાનાં ફૂમતાં વગેરેથી શોભાયમાન છે. તે વેદિકામાં જ્યાં ત્યાં સર્વરત્નમય અશ્વની, વૃષભની અને સિંહ વગેરેની જોડે શોભી રહી છે, જે નિર્મળ-યાવત્ પ્રતિરૂપ છે–પાવત્ વીથીએ, પંક્તિઓ, મિથુને આદિ વર્ણન.
હે ભંતે! એ વેદિકાને પદ્મવરવેદિકા કહેવાનું શું કારણ?
ગૌતમ! એ વેદિકાના થાંભલા, પાટીયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, મેભ અને જાળિયાં વગેરે દરેક ભાગમાં, ચોમાસાના પડતા પાણીને રોકી શકે એવાં છત્રાકાર, અનેક પ્રકારનાં સર્વત્નમય સુંદર ઉત્પલે, કુમુદ, નલિનો, પુંડરીકો વગેરે નાના પ્રકારનાં સુગંધી ખીલેલાં પદ્મા શોભી રહ્યા છે, માટે હે આયુષ્માન શ્રમણ ! એ વેદિકાને પાવર વેદિકા કહેલી છે.'
“હે ભગવન! એ પદ્મવરવેદિકા શું શાશ્વત છે કે અશાશ્વત છે?'
“હે ગૌતમ! શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે.”
હે ભગવન ! આપ કેવી રીતે કહે છે કે
શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે?”
ગૌતમ! દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ તે એ વેદિકા શાશ્વત છે, પણ હે ગૌતમ! તે વેદિકાના વર્ણ, ગંધ, રસો અને સ્પર્શની દષ્ટિએ જોતાં અર્થાત વદિ પર્યાયની અપેક્ષાએ તે ને વેદિકા અશાશ્વત છે. માટે તેને શાશ્વત પણ કહી છે અને અશાશ્વત પણ કહી છે.'
હે ભગવન્! તે વેદિકા કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહેશે?'
હે ર્ગોતમ ! એ વેદિકા, ત્યાં કોઈ દિવસ ન હતી, નથી કે નહિ હશે એમ તે ન કહેવાય; પણ
એ ત્યાં હંમેશાંને માટે હતી, છે અને હશે એમ કહેવાય; માટે તે ત્યાં ધ્રુવ, શાશ્વત, અવ્યય, નિત્ય અને સદા અવસ્થિત છે એમ માનવું જોઈએ.’
તે પવરવેદિકા ચોપાસ એક વનખંડથી ઘેરાયેલી છે.
ઉપકારિકાલયનની ફરતો તે વનખંડ વણવેલે છે તેનો ચક્રવાલવિઝંભ બે યોજનથી કાંઈક
છે છે અને તેનો ઘેરાવો તો તે લયનના જેટલો જ છે. એ વનખંડમાં પણ અનેક દેવે અને દેવીઓ ફરે છે, હસે છે, બેસે છે, સૂએ છે થાવતુ રતિક્રીડા કરતાં વિહરે છે.
એ લયનની ફરતાં ચારે દિશામાં ચાર ચાર ત્રિ સોપાન (ત્રણ પગથી ) ગોઠવેલાં છે. એ સપાને ઉપર તોરણે દવજો અને છત્રો વગેરે ઘણા મનહર પદાર્થો ઝૂલી રહ્યા છે-પૂર્વ વર્ણન પ્રમાણે.
તે લયનનું ભોંયતળ, મણિરત્ન અને વજ વગેરે બહુમૂલ્ય ધાતુથી બાંધેલું છે અને વળી તે તદ્દન સપાટ અને ચારે બાજુ ઝગારા મારતું શોભી રહ્યું છે.
લયનના તે સમતળ ભૂભાગની વચ્ચો વચ્ચે પાંચસે યોજન ઊંચો અને અઢીસે યોજન પહોળો એ વિશાળ મુખ્ય પ્રાસાદ આવેલા છે–વણક. તે મુખ્ય પ્રાસાદની ફરતા અને તેના કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org