________________
૨૦
ત્યાં આવ્યા અને આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વદન નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરી તેમને આ પ્રમાણે નિવેદન કર્યું —
‘હે ભગવન્ ! હું સૂર્યાભદેવ આપ દેવાનુપ્રિયને વંદન નમસ્કાર કરુ' છું–યાવત્-આપની પયુ પાસના કરું છું.'
‘હે સૂર્યાભ !’ એ પ્રમાણે સબાધન કરી શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યું : ‘હે સૂક્ષ્મભ ! એ પુરાતન પરંપરા છે, હે સૂર્યાભ! એ જીતપ્રાચીન રીત છે, હે સૂર્યંભ ! એ કૃત્ય છે, હે સૂર્યાભ! એ કરવા યાગ્ય છે. હે સૂર્યાભ ! એ પૂ પરંપરાથી આચરાએલુ' છે, અને હે સૂર્યાભ! એ સંમત થયેલુ` છે કે ‘ભવનપતિ, વાનવ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક વર્ગના દેવા અરહ ત ભગવાને વંદન નમસ્કાર કરે છે અને પછી પાતપાતાનાં નામગાત્રો કહે છે.’ માટે હે સૂર્યાભદેવ ! તું જે કરે છે તે પુરાતન છે-યાવતુ–સંમત થયેલું છે.”
શ્રમણ ભગવાન મહાવીરનું આ કથન સાંભળી તે સૂર્યંભદેવ બહુ હિ ત થયા–યાવ પ્રફુલ્લ થયા, સ ંતુષ્ટ થયા અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી તેમનાથી બહુ નજીક નહીં', તેમજ બહુ દૂર નહીં, પરંતુ માગ્ય સ્થાન પર બેસીને તેમની શુશ્રુષા કરતા, સામે રહી વિનયપૂર્વક હાથ જોડી શ્રમણ ભગવાન મહાવીરની પપ્પુ પાસના કરવા લાગ્યા. સૂર્યભ દ્વારા નૃત્યવિધિનું ઉપદ'ન— ૨૨. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે સૂર્યાભદેવને અને અતિ વિશાળ પરિષદને– સભાને ધર્મદેશના સભળાવી–યાવત્-દેશના સાંભળી તે સભાના માણસા જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા.
ત્યારબાદ તે સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધ'સદેશ સાંભળીને હૃદયમાં ઉતારીને હર્ષિત, સંતુષ્ટયાવત્–આલાદિત હૃદયવાળા થયા અને પાતાના આસન પરથી
Jain Education International
ધર્માં કથાનુયાગ—પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશીકથાનક : સૂત્ર ૨૨
ઊઠીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કરી આ પ્રમાણે પૂછ્યું—
‘હે ભગવંત! હું સૂર્યભદેવ ભવસિદ્ધિક— ભવ્ય છુ કે અભવ્યસિદ્ધિક-અભવ્ય છું ? સમ્યગ્દષ્ટિવાળા છું કે મિથ્યાદષ્ટિવાળા છુ ? સંસારમાં પરિમિતપણે ભમનારો છું, કે અનંત કાળ સુધી ભમનારો છું ? બાધિની પ્રાપ્તિ થવી મારા માટે સુલભ છે કે દુલભ છે ? હું આરાધક છું કે વિરાધક છું ? ચરમશરીરી છુ કે અચરમશરીરી છુ ?”
‘હે સૂર્યાભ !” એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીરે તે સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યું
‘હે સૂભ ! તુ' ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી—યાવત્ તું ચરમશરીરી છે, અચરમશરીરી નથી.’
શ્રમણ ભગવાન મહાવીરનું આ કથન સાંભળીને તે સૂર્યંભદેવનુ ચિત્ત આન ંદિત થયું, હુષ્ટ થયું, સંતુષ્ટ થયું, પરમ સૌમનસ્યયુક્ત થયુ અને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી આ પ્રમાણેનિવેદન કર્યુ કે–
‘હે ભગવન્ ! આપ બધું જાણા છે અને જુએ છે, જ્યાં જ્યાં જે છે તે બધું આપ જાણા છો અને જુઓ છો, સર્વકાળના બનાવાને જાણા છે અને જુએ છેા, સવ ભાવોને આપ જાણા છે અને જુએ છે; અને એટલા માટે હે દેવાનુપ્રિય ! મારી દિવ્ય ઋદ્ધિસિદ્ધિને, મે પ્રાપ્ત કરેલી દિવ્ય દેવવ્રુતિને અને દિવ્ય દેવાનુભાવને પણ પહેલાં અને પછી આપ જાણા છો અને જુએ છે; તે હે ભગવન્ ! આપ દેવાનુ પ્રિય તરફની મારી ભક્તિને લીધે હું એવી ઇચ્છા કરું છું કે મારી દિવ્ય ઋદ્ધિસિદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ અને દિવ્ય દેવપ્રભાવ તથા બત્રીશ પ્રકારની દિવ્ય નાટચ કળા આ ગૌતમ વગેરે શ્રમણનિગ્રન્થાને દેખાડું.”
ત્યારે સૂર્યાભદેવની આ વિનંતી સાંભળી શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાંભદેવની આ વિનંતીના આદર ન કર્યા, અનુમતિ ન આપી પરંતુ તે મૌન રહ્યા.
For Private Personal Use Only
www.jainelibrary.org