________________
ધર્મ કથાનુયોગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક સૂત્ર ૨૬
સવા સો યોજન પહોળો છે. જાણે પ્રભાના પુંજ ન હોય એવા એ પ્રાસાદો વિવિધ મણિ અને રત્નોથી ખીચોખીચ જડેલા છે. ઉપરાઉપર છત્રોથી શોભાયમાન છે. વિજ્ય વૈજયંતી પતાકાઓ એ પ્રાસાદો ઉપર પવનથી ફરફરતી રહે છે. એનાં મણિકનકમય શિખરો ઊંચા આભને અડે છે. એ પ્રાસાદોની ભીતોમાં વચ્ચે વચ્ચે રત્નોવાળાં જાળિયાએ મૂકેલાં છે. બારણામાં પેસતાં જ વિકાસમાન શતપત્ર પુંડરીક કમળો અને ભી તેમાં વિવિધ તિલક તથા અર્ધચંદ્રકો કરેલા છે. મહેલે અંદર અને બહાર સુંવાળી રેતીથી લીધેલા અને સુખદ સ્પર્શવાળા, દર્શને નીય-યાવ-માળાઓવાળા છે.
એ પ્રાસાદોના દરવાજાની બન્ને બાજુ સોળ સોળ તોરણે જણાવેલાં છે. એ મણિમય તોરણો મણિમય થાંભલાઓ ઉપર સારી રીતે બેસાડેલાં છે_યાવતુ-તેમના ઉપર પદ્મ વગેરેના ગુચ્છાઓ ટાંગેલા છે.
તે એક એક તરણની આગળ પૂર્વ વર્ણવેલા એવા નાગદતે તથા એવી જ બબ્બે પૂતળીઓ ઊભેલી છે.
તે જ રીતે દરેક તોરણની આગળ એક એક બાજુ સર્વરત્નમય ઘોડા, હાથી, માનવ, કિનર, કિપુરુષ, મહોરગ, ગાંધર્વ અને વૃષભનાં યુગલો આવેલાં છે.
તે જ પ્રકારે દરેક તોરણની આગળ નિત્ય પુપવાળી સર્વ રત્નમય પદ્મલતા વગેરેની શ્રેણિઓ આવેલી છે.
એ રીતે, હે આયુષ્યમ– શ્રમણ ! તે તેરણાની સામે બે બે દિશાસ્વસ્તિક, બે બે ચંદનકલશ અને મત્તગજના મુખ જેવા ભંગાર-ઝારીની બે બે હારો ગોઠવેલી છે.
વળી, તે તોરણની આગળ બબ બબે દર્પણ હોવાનું જણાવેલું છે. એ દર્પણનાં ચોકઠાં સુવર્ણમય, મંડળો અંકરન્નમય અને એમાં પડતાં પ્રતિબિંબો નિર્મલાતિનિર્મળ છે. હે દીર્ધજીવી શ્રમણ ! ચદ્રમંડળ જેવાં એ નિર્મળ દર્પણ અધકાય પ્રમાણ જણાવેલા છે.
વળી, એ તોરણોની આગળ વજન બે બે થાળ જણાવેલા છે. એ થાળે જાણે કે ત્રણ વાર છડેલા આખા ચોખાથી ભરેલા ન હોય એવા ભાસે છે. હે આયુષ્યમનું શ્રમણ ! એ થાળો જાંબુનદ સુવર્ણના બનેલા છે–ચાવતુ-રથનાં પૈડાં જેવા મોટા છે.
વળી, એ તોરણોની આગળ સ્વચ્છ પાણી અને તાજાં લીલાં ફળોથી ભરેલી બે બે પાત્રીઓ મૂકેલી જણાવેલી છે.
હે ચિરંજીવ શ્રમણ ! એ બે બે પાત્રીએ ગાયને ખાણ આપવાના મોટા ગોળ સુંડલા જેવડી મોટી સર્વરત્નમય અને અતિ સુંદર છે.
વળી, એ તોરણોની આગળ નાનાવિધ ભાંડથી ભરેલા સવરત્નમય બે બે સુપ્રતિષકો છે-શરાવો છે, બે બે મોગુલિકા-પેઢલીઓ છે. એ પેઢલીઓમાં સોનાનાં અને રૂપાનાં અનેક પાટિયાં જણાવેલાં છે. તે સોનારૂપાનાં પાટિયાંઓમાં વમય નાગદતો જડેલા છે, એ નાગદ તો ઉપર વજીમય શીકાં છે, એ શીકાં ઉપર કાળા નીલા રાતા પીળા અને ધોળા સૂતરના જાળીદાર પડદાવાળા, પવનથી ભરેલા ઘડાઓ છે; એ બધા પવનપૂર્ણ ઘટે વૈર્યમય –યાવ-સુંદર છે.
વળી, એ તોરણોની આગળ રત્નો ભરેલા બબે કરંડિયાઓ છે. ચતુરંત ચક્રવતી રાજાના રત્નપૂર્ણ કરંડિયાની જેમ એ કરંડિયાઓ પોતાના પ્રકાશથી એ જગ્યાને ચારે બાજુથી પ્રકાશિત, ઝગમગતી કરી દે છે.
વળી, એ તોરણોની આગળ વમય બને હયકંઠગજકંઠ, નરકઠો, કિન્નરકંઠ,પિંપુરુષકંઠ, મહોરગકંઠ, ગાંધર્વકંઠે અને વૃષભ કંઠો રાખેલ છે.
વળી એ તોરણોની આગળ સર્વરત્નમય બબ્બે ચંગેરીઓ છે. તેમાં સર્વરનમય પુષ્પ, માળા, ચૂર્ણ, વસ્ત્ર, આભરણ, સરસવ અને પીંછીઓ મૂકેલી છે. તે બધી સ્વચ્છ-વાવસુંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org