________________
૩૬
ધ કથાનુયાગ—મહાવીર–તીમાં કાલી આદિ શ્રમણીએનાં કથાનક : સૂત્ર ૨૭૦
વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- ‘હે આવે! આપ આશા આપા ા હું સલેખનાપૂર્વક આત્મશુદ્ધિ કરતી ભક્તપાનના ત્યાગ કરતી, મૃત્યુની આકાંક્ષા રાખ્યા વિના અનશન સ્વીકારી વિચરવા ઇચ્છું છું.’
આશા મળવાથી રત્નાવલી તપ અંગીકાર કરી વિચરવા લાગી.
ત્યાર પછી તે કાલી આયાએ પાંચ વર્ષ, બે માસ અને અઠયાવીસ દિવસ સુધી સૂત્રાનુસાર અર્થાત્ શાસ્ત્રીય વિધિપૂર્વક રત્નાવલી તપની આરાધના કરી–યાવત-આરાધના કરીને જ્યાં ચંદના આયા હતી ત્યાં તે આવી, આવીને આયા ચંદનાને વંદન-નમસ્કાર કયા, વંદનનમન કરી પુન: અનેક ચતુર્થાં યાવત્ આત્માને ભાવિત કરતી વિહરવા લાગી.
ત્યારે તે કાલી આયા તેવા પ્રકારના ઉદાર, પ્રધાન, શ્રેષ્ઠ, ગંભીર, વિધિસંમત, સમ્યક્ રીતે ગ્રહણ કરેલ, કલ્યાણકારી, શિવ, ધન્ય, મંગળ, સીક, ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ, મુખ્ય અને મહાપ્રભાવક તપાકથી શુષ્ક, રુક્ષ, નિમા સ, હાડચામના માળા જેવા, કડકડ અવાજ કરતા કુશ અને લુહારની ધમણ જેવા શરીરવાળી થઈ ગઈ, પોતાની આત્મબળથી જ તે ચાલી શકતીયાવ-ભસ્મથી ઢાંકેલા અગ્નિ જેમ તપથી, તેજથી અને તપના તેજની શાભાથી અતિ અતિ શાભી રહી હતી.
Jain Education International
કાલીની સલેખના અને સિદ્ધિ—
૨૬૯. ત્યાર પછી તે કાલી આર્યાને કોઈ એક વાર મધ્યરાત્રિ સમયે આવા મનાભાવ–યાવતુ–સંકલ્પ થયા જેવા સ`કલ્પ ખદકને થયેલા− કે ‘જ્યાં સુધી શરીરમાં ઉત્થાન, કર્મ, બલ, વીય અને પુરુષા-પરાક્રમની શક્તિ છે ત્યાં સુધી મારે માટે એ શ્રેયસ્કર છે કે કાલ પ્રભાત થતાં યાવત્ સહસ્ત્રરશ્મિ દિનકર જાજવલ્યમાન પ્રકાશથી પ્રકાશિત થતાં વેંત હું આર્યાં ચંદનાને પૂછીને, આપ્યું ચંદનાની આશા મેળવીને સલેખનાપૂર્વક આત્મશુદ્ધિ કરતી, ભક્તપાનના ત્યાગ કરતી, મૃત્યુની આકાંક્ષા રાખ્યા વિના વિચરણ કરું’ તેણે આમ વિચાર કર્યાં, વિચાર કરીને રાત વીતી પ્રભાત થતાં અને સૂર્યદય થતાં જ્યાં આર્યાં ચંદના હતી ત્યાં તે ગઈ, જઈને આર્યાં ચંદનાને ૧. રત્નાવલી આદિ તપવિશેષ માટે જુઓ સ્કંધાતે પરિશિષ્ટ
આર્યા. ચંદનાએ આશા આપતાં કહ્યું‘યથાસુખ કર, વિલંબ કરીશ નહીં'.'
ત્યારે તે કાલી આપ્યું ચ`દના આર્યાં પાસેથી
આજ્ઞા મળતાં વેંત સ લેખનાપૂર્વક આત્મશુદ્ધિ કરતી–યાવત્–વિચરવા લાગી.
ત્યાર બાદ તે કાલી આર્યાએ ચ`દના આર્યા પાસે આ રીતે સામાયિક આદિ અગિયાર અંગાનું અધ્યયન કરીને, પૂરા આઠ વર્ષ સુધી શ્રામણ્ય-પર્યાયનું પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્મશુદ્ધિ કરીને, સાઠ ભક્તપાનના ત્યાગપૂર્વક અનશન કરીને, જે હેતુ માટે નમ્રત્વ -અપરિગ્રહત્વ-અકિંચનત્વ અંગીકાર કર્યું હતું –યાવતુ–અંતિમ શ્વાસેાાસ સુધી પૂર્ણ પણે આરાધીને સિદ્ધ થઈ-યાવત્-સર્વ દુ:ખાથી રહિત બની ગઈ.
સુકાલીનુ` કનકાવલી તપ અને સિદ્ધિ— ૨૭૦. તે કાળે તે સમયે ચંપા નાર્મનગરી હતી. પૂ ભદ્ર નામે ચૈત્ય હતુ, કાણિક રાજા હતા,
ત્યાં શ્રેણિક રાજાની રાણી, કાણિક રાજાની લઘુ અપરમાતા, સુકાલી નામે રાણી હતી. કાલીની જેમ જ સુકાલી પણ દીક્ષિત થઈ–યાવર્તુ-અનેક ઉપવાસ-યાવત્–તપાકથી આત્માને ભાવિત કરતી વિચરવા લાગી.
ત્યાર પછી તે સુકાલી આર્યાં કોઈ એક વાર જયાં ચંદના આર્યા હતી ત્યાં આવી, આવીને
આ પ્રમાણે બાલી – ‘હું આપે ! આપ આશા કરો તા હું કનકાવલી તપની આરાધના કરવા ઇચ્છું છું.’-યાવત્–નવ વર્ષના કામણ્ય-પર્યાય પાળી-યાત્–સિદ્ધ થઈયાવત્–સવ દુ:ખાના અત કર્યાં.
પૃ. ૭૯
For Private Personal Use Only
www.jainelibrary.org