________________
ધર્મ કથાનુયોગ–પાશ્વનાથ-તીર્થમાં સોમિલ બ્રાહ્મણ કથાનક : સૂત્ર ૮
૫
પોતાની પર્ણકુટિ હતી ત્યાં આવો, આવીને પોતાના કઠિન (ટાપલા જેવું પાત્ર) અને કાવડ લીધાં, લઈને પૂર્વ દિશામાં જળસિંચન કરી આમ કહ્યું- હે પૂર્વ દિશાના અધિપતિ સોમ મહારાજ! પ્રસ્થાન માર્ગ અર્થાત પરલોકની સાધનાના માર્ગ પર પ્રસ્થિત–ઉદ્યત એવા મને સોમિલ બ્રાહ્મણ ઋષિને રક્ષણ આપે, રક્ષણ આપે, અને તે દિશામાં રહેલાં કંદ, મૂળ, છાલ, પાંદડાં, ફળો, બીજો, ભાજી આદિ લેવાની મને આશા આપે.’ આમ કહી પછી પૂર્વ દિશામાં ગયો, જઈને ત્યાં રહેલા કંદ-પાવત–લીલી ભાજી વગેરે લીધી, લઈને કઠિનમાં ભર્યું, ભરીને દર્ભ, કુશ, વૃક્ષની કુંપળો, અને સમિધકાષ્ઠ પણ લીધાં, લઈને જ્યાં પોતાની કુટિ હતી ત્યાં આવ્યો. આવીને કઠિનવાળી કાવડ નીચે ઉતારી, ઉતારીને વેદી બનાવવાની જગ્યા તપાસી, જગ્યા તપાસીને ત્યાં જમીન વાળી-લીંપી, વાળી_લીપીને દર્ભ અને કળશ લઈને જયાં ગંગા મહા નદી હતી ત્યાં ગયો, ત્યાં જઈને ગંગા મહાનદીમાં ઊતર્યો, ઊતરીને પાણીમાં ડૂબકી મારી, પછી જળક્રીડા કરો, કરીને પછી જળાભિષેક કર્યો, અભિષેક કરી અત્યંત સ્વચ્છ, પરમશુચિભૂત બનીને દેવ પિતૃ-કૃત્ય માટે દર્ભ અને કળશ હાથમાં લઈ ગંગા મહાનદીમાંથી બહાર નીકળ્યા, નોકળીને જ્યાં પોતાની પર્ણકુટિ હતી ત્યાં આવ્યો, આવીને દર્ભ, કુશ અને વાલુકા-૨નીમાંથી વેદી બનાવી, વેદી બનાવીને શરક (અગ્નિ સળગાવવા માટે ચકમક જેવું સાધન) તૈયાર કર્યું, શરક બનાવી અરણીનું કાષ્ઠ લીધું, અરણીનું કાઠ લઈ શરક દ્વારા તેનું મથન કર્યું -અરણી અને શરકને ઘસ્યાં, મથન કરી ચિનગારી પેટાવી, ચિનગારી પેટાવીને અગ્નિ પેટા, અગ્નિ પ્રજવલિત કરી તેમાં સમિધ કાષ્ઠ નાખ્યાં, કાષ્ઠ નાખો અગ્નિને સંકો, પછી અગ્નિની જમણી બાજુએ રહી સાત અંગો-વસ્તુઓની સ્થાપના કરી, જેમ કે
સકળ (તાપસનું ઉપકરણ વિશેષ), વલ્કલ, સ્થાન, શમ્યાભાંડ, કમંડલું, લાકડાનો દંડ અને પોતાની જાતને સ્થાપિત કરી.
- ત્યાર બાદ મધ, ઘી અને તંદુલ (ચેખા)થી હવન કર્યો, હવન કરી ચરુ પકાવ્યો–ધીથી ભીંજેલા ચોખાને પકાવ્યા, પકાવીને બલિ વૈશ્વદેવ (નિત્ય યજ્ઞ) કર્યો, કરીને અતિથિપૂજા કરી, ત્યાર પછી પોતે ભોજન કર્યું.
ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ત્રિષિએ બીજા ષષ્ઠક્ષમણની તપશ્ચર્યા સ્વીકારી. ત્યારે બીજા ષષ્ઠક્ષમણના પારણા વખતે પણ સોમિલ બ્રાહ્મણ ત્રષિએ પૂર્વેક પ્રકારની બધી વિધિ કરી-યાવત -ભોજન કર્યું. અહીં વિશેષમાં એટલું કે “હે દક્ષિણ દિશાના અધિપતિ યમ મહારાજ ! પ્રસ્થાન માર્ગમાં ઉદ્યત એવા મારી સામિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરો. અને દક્ષિણ દિશામાં જે કંદ આદિ-પાવત-ફુલ છે તે લેવાની અનુમતિ આપજો.” આવું કહી તે દક્ષિણ દિશામાં ગયો.
એ જ રીતે પશ્ચિમ દિશાના વરુણ મહારાજની પ્રાર્થના કરી—યાવતુ-પશ્ચિમ દિશામાં ગયો.
એ જ રીતે ઉત્તર દિશાના અધિપતિ વૈશ્રમણની પ્રાર્થના કરી–પાવતુ-તે ઉત્તર દિશામાં ગયો.
આમ પૂર્વ આદિ ચાર દિશાઓની જેમ જ ચારે વિદિશા(ખૂણાઓ)નું પણ જાણવું-પાવત –તે પછી તે આહાર કરતો.
મિલનું કાષ્ઠમુદ્રા દ્વારા મુખ્યબંધન કરી મહાપ્રસ્થાનત્યાર પછી કોઈ એક વાર તે સોમિલ બ્રહ્મર્ષિને અનિત્ય જાગરણ કરતાં મધ્યરાત્રિ-સમયે આવા પ્રકારનો આંતરિક ભાવ-પાવત સંક૯પ થશે કે, ‘વારાણસી નગરીને હું સોમિલ નામે બ્રાહ્મણ અત્યંત કુલીન બ્રાહ્મણકુળમાં જન્મ્યો, મેં અનેક વ્રતો આદિની આરાધના કરી–પાવતુ-યજ્ઞ સ્તંભ રોપાવ્યો, પછી મેં વારાણસી નગરીની બહારથાવત-ફૂલવાડીઓ કરાવી, ત્યાર પછી મેં અનેક લોઢાની કડાઈમાવત-ઘડાવીને યાવતુ-જયેષ્ઠ પુત્રને કારભાર સોંપી યાવતું જયેષ્ઠ પુત્રની અનુમતિ લઈને, અનેક લોઢાની કડાઈઓ-યાવતુલઈને મુંડિન–યાવતુ-પ્રવજયા સ્વીકારી. પ્રવ્રયા લઈને પણ છઠ્ઠ-છઠ્ઠનું તપ કરતો-કાવત-વિચરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org