________________
ધર્મ કથાનુયોગ–પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશ કથાનક : સૂત્ર ૧૮
શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર વંદન, નમસ્કાર કર્યા–પાવત-વંદન-નમન કરી શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી નીકળી, આમ્ર. શાલવન ચૈત્યથી નીકળ્યા, નીકળીને પોતાની ઉત્કૃષ્ટ–પાવત–વેગવાળી પ્રચંડ ગતિથી જયાં સૌધર્મકલ્પ હતું, જ્યાં સૂર્યાભવિમાન હતું અને સુધસભામાં જે સ્થાને સૂર્યાભદેવ બિરાજેલે હતો ત્યાં આવ્યા, ત્યાં જઈ તેમણે સૂર્યાભદેવ તરફ વિનયપૂર્વક બે હાથ જોડી માથું નમાવી ‘સૂર્યાભદેવનો જય થાઓ-વિજય થાઓ’ એવો પ્રોષ કર્યો અને તેની આજ્ઞા પ્રમાણેનું કાર્ય પૂર્ણ થયાની જાણ કરી. સૂર્યાભદેવના આદેશથી તે વિમાનવાસી દેવ
દેવીઓનું તેની પાસે આગમન ૧૯. ત્યાર પછી તે સૂર્યાભદેવ, એ આભિગિક દેવે
પાસેથી આ વાત સાંભળીને અવધારીને હર્ષિત થ, તુષ્ટ થયો-ચાવતુ-પ્રફુલ્લ હૃદયવાળો થઈ તેણે પોતાના સેનાપતિ દેવને બોલાવ્યો અને બેલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! સૂર્યાભવિમાનમાં આવેલી સુધર્મા સભામાં એક મોટી સારા રણકારાવાળી ઘંટા ટાંગેલી છે, જેનો ઘેરાવે યોજન પ્રમાણ છે અને જે મેઘની પેઠે ગંભીર અને મધુર રણકો કરે છે તે ઘંટાને તું જઈને તરત ઉલાળતો ઉલાળ ઉંચા ઊંચા ઘોષથી ઉદ્ઘોષણ કરતો કરતો આ હકીકત જાહેર કર :
હે દે! સૂર્યાભદેવ આજ્ઞા કરે છે કે જંબૂદ્વીપના ભારતવર્ષમાં આવેલી આમલક૯૫ નગરીના આમ્રશીલન ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમેસર્યા છે, તેમને વાંદવા માટે સૂર્યાભદેવ જનાર છે તો હે દેવાનુપ્રિયા ! તમે પણ સર્વ શોભા-ઋદ્ધિ-સમૃદ્ધિ સાથે અને પોતપોતાના પરિવાર સાથે વાજતે-ગાજતે પોતપોતાના યાન-વિમાન ઉપર ચડી તેની સાથે જવા તૈયાર થાઓ. આ માટે વિલંબ ન કરતાં સમયસર તમે બધા સૂર્યાભદેવની સમક્ષ હાજર થાઓ.’
ત્યારપછી એ પ્રકારની આજ્ઞા કરવાની સૂર્યાભદેવની સૂચના સાંભળી તે સેનાપતિદેવ હર્ષિત થયો અને તે આજ્ઞા કરવાની સૂચનાને તેણે વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકાર કરીને તે સેનાપતિદેવ સૂર્યાભવિમાનમાં આવેલી સુધમાં સભામાં આવ્યો અને જ્યાં તે મોટી સારા રણકારવાળી અને વગાડતાં જ મેઘની પેઠે ગાજતી એવી યોજનપ્રમાણ ઘેરાવાવાળી ઘંટા ટાંગેલી હતી ત્યાં જઈ તેને નેણે ત્રણવાર વગાડી.
ત્યારબાદ તે મેઘગર્જના સમાન ગંભીર મધુર ધ્વનિવાળી અને એક યોજન પ્રમાણ સુસ્વર ઘંટાને ત્રણ વાર વગાડતાં જ સૂર્યાભવિમાનમાં એક મોટો જબરદસ્ત મેઘગર્જના
જે અવાજ થયો, તે અવાજ થતાં જ તે વિમાનમાં રહેલા બધા મહેલે અવાજના પડઘાથી ગાજી ઊઠ્યા.
ત્યારબાદ તે રણકતા ઘટના મોટા અવાજથી એકાંત રતિક્રીડામાં લગ્ન, મદોન્મત્ત અને વિષયસુખમાં મુર્શિત એવા તે યંભવિમાનવાસી અનેક દેવીએ તત્કાળ પ્રતિબંધિત-સાવધાન થઇ ગયા અને ઘોષણા પ્રત્યે કૂતુહલપૂર્વક કાન માંડી, એકાગ્રચિત્ત થઇ, મનને કેન્દ્રિત કરી સાંભળવા લાગ્યા ત્યારે તે સેનાપતિ દેવે તે ઘંટાનો અવાજ શાંત થયો એટલે મોટા મોટા
અવાજે ઉદ્ઘોષણા કરતા કરતા આ પ્રમાણે કહ્યું “ઓ સૂર્યાભવિમાનવાસી દેવ અને દેવીઓ! તમે બધા સૂર્યાભવિમાનના અધિપતિ સૂર્યાભદેવના આ હિતકર અને સુખકર આશાવચનોને સાંભળો, કે, સૂર્યાભદેવ જંબૂદ્વીપના ભારતવર્ષના આમલક૯પા નગરીના આમ્રશાલવન રત્યમાં બિરાજેલ શ્રમણ ભગવાન મહાવીરને વાંદવા જાય છે. એટલા માટે હે દેવાનુપ્રિયે ! તમે પણ તમારી સર્વ શોભા-ઋદ્ધિ-સમૃદ્ધિ સહિત વિલંબ ન કરતાં વખતસર સૂર્યાભદેવની સમક્ષ હાજર થા .”
ત્યારે તે સુર્યાભવિમાનવાસી બધા દેવ અને દેવીઓ સેનાપતિ દેવના આ કથનને સાંભળી અને અવધારી હર્ષિત, સંતુષ્ટ-વાવ-પ્રફુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org