________________
ધર્મસ્થાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થમાં પ્રદેશી કથાનક: સૂત્ર ૧૮
જાય, બહુ પાણી પાણી ન થાય અને વધારે કિચડ પણ ન થાય, અને ૨જકણો પણ ઊડતી રોકાઈ જાય. જળછંટકાવ કરીને જેની રજ જરા પણ ઊડતી નથી, નષ્ટ થઈ ગઈ છે-ઉપશાંત થઈ ગઈ છે, પ્રશાંત થઈ ગઈ છે એવી જમીન કરી દો, એવી જમીન ઉપર જલજ અને સ્થલજ એવાં પાંચ પ્રકારનાં સુગંધી પુષ્પોનો વરસાદ એવી રીતે વરસાવે કે ત્યાં બધાં પુષ્પો ચનાં જ પડે, તેમનાં ડિટિયાં નીચે રહે અને એ પુષ્પો બધે જમીનથી ઊંચે એક એક નાનુ-હાથ સુધી ઉપરાઉપરી ખીચોખીચ પથરાયેલાં રહે. તે પ્રમાણે કરીને તે જમીનને કાળો અગર, ઉત્તમ કુદરુ અને તુરુક્કના સુગંધી ધૂપથી મઘમધિત કરો અને એ રીતે ભૂમિને ઉત્તમ ધૂપસળી જેવો કરો-જાપાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુગંધીમાં સુગંધી અને પવિત્રમાં પવિત્ર અને દિવ્ય બનાવે. તે પ્રમાણે કરી અને બીજા પાસે કરાવીને, પછી શીધ્ર મારી આજ્ઞા મને પાછી આપો.' આભિગિક દેવ દ્વારા મહાવીરની વંદના
વગેરે– ૧૬. ત્યાર બાદ તે આભિગિક દેવો સૂયભદેવનું
આ કથન સાંભળી હુષ્ટ થયા-તુષ્ટ થયા–પાવપુલકિત થઈને દશે નખ એક બીજાને અડે એ રીતે બન્ને હથેળીઓ સાથે રાખી શિરસાવપૂર્વક મસ્તકે અંજલિ રચીને “આ૫ જે કહો છે તે પ્રમાણે જ થશે. તેમ આશા-વચનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો, વિનયપૂર્વક આશાવચનનો સ્વીકાર કરી તેઓ ઇશાન કોણ તરફ ગયા, ઈશાન કોણ તરફ જઈ વૈક્રિયસમુઘાત કર્યો, સમુદ્ધાત કરીને તેમણે સંખ્યય યોજના લાંબો દંડ કાઢયો-તે એવી રીતે કે રતન વજી, વૈદુર્ય, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, તિરસ, અંજન, અંજનપુલક, રજત, જાતરૂપ, અંક, સ્ફટિક અને રિક્ટરત્નનાં મેટાં-જાડાં પુદ્ગલો દૂર કરી સૂક્ષ્મ પુદ્ગલેને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ફરીથી વૈક્રિયસમુદ્ધાત કરીને તેમણે પોતાનાં ઉત્તર વૈક્રિયરૂપનીવિકુવણા
કરી, વિદુર્વણા કરીને તે આભિગિક દે પ્રચંડ-વાવનુ-દિવ્ય દેવગતિથી તીરછી દિશામાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રની વચ્ચોવચ્ચે થતા તેઓ જ્યાં જંબૂઢીપ હતો, જ્યાં ભરતક્ષેત્ર હતું,
જ્યાં આમલકલ્પા નગરી હતી, જ્યાં આમ્રશાલ. વન શૈન્ય હતું, અને તેમાં જયાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજ્યા હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની આદક્ષિણા -પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવાન! અમે સૂર્યાભદેવના આભિયોગિક દેવ આપ દેવાનુપ્રિયને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, સકારીએ છીએ, સન્માનીએ છીએ અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને રૌત્યરૂપ એવા આપી દેવાનુપ્રિયની
પકુંપાસના કરીએ છીએ.” ૧૭. હે દેવ !' એ પ્રમાણે સંબોધીને શ્રમણ ભગવાન મહાવીરે તે દેવોને આ પ્રમાણે કહ્યું –
હે દેવે ! એ પુરાતન છે, હે દેવે ! એ કૃત્યરૂપ છે, હે દેવ ! એ કરણીરૂપ છે, હે દે! એ આચૌણ છે, અને હે દેવ ! એ સંમત મનાએલું છે કે ભવનપતિ, વનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અરહિંત ભગવંતોને વાંદે છે, નમન કરે છે, અને તેમ કરી પોતપોતાનાં નામ-ગોત્રો કહી સંભળાવે છે. હે દેવે! એ પુરાનન પદ્ધતિ છે અને સમ્મત થયેલી છે.” આભિયોગિક દેવ દ્વારા મહાવીર-સમવસરણ
ભૂમિની સમાજના અાદિ– ૧૮. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે જેમને આ
રીતે કહેલું હતું એવા તે આભિગિક દેવ શ્રમણ ભગવાન મહાવીરનું આ કથન સાંભળી હર્ષિત થયા, સંતુષ્ટ થયા–ચાવતુ-પ્રફુલ્લ હૃદયવાળા થઈ શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. વંદન, નમન કરી ઉત્તરપૂર્વના (ઇશાન) ખૂણા તરફ ગયા, ત્યાં જઈને વૈક્રિયસમુદૂધાત કરીને સંખ્યય યોજન લાંબો દંડ કાઢયો અર્થાતુ-રતનોવાળા-વાવ-રિષ્ટરોનાં બાદર પુદ્ગલોને દૂર કર્યા અને સૂક્ષ્મ પુદ્ગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org