________________
ધમકથાનુગ–પાશ્વનાથ-તીર્થમાં પ્રદેશી થાનક : સૂત્ર ૧૮
૧૧
ગ્રહણ કર્યા પછી ફરી પણ વૈક્રિયસમુદુધાત કરી સંવર્તક વાયુની રચના કરી અને જેમ કોઈ તરુણ નોકર બળવાન, યુગવાન અર્થાત્ સમયકસમયે થતી રોગપીડાથી રહિત યુવાન, નિરોગી, મજબૂત શરીરાકૃતિધારી, મજબૂત કાંડાવાળો, દઢ હાથ-પગ-પીઠ-જાંઘ-કટિવાળો, અત્યંત ઘન નકકર મજબૂત અને ગોળ સ્કંધપ્રદેશવાળો, વારંવાર મુષ્ટિપ્રહારોથી અત્યંત મજબૂત બનાવેલ ગાત્રોવાળો, બળ-વીર્ય અને પરાક્રમવાળો, તાડવૃક્ષના યુગલ જેવા અને સ્ફટિકની કાંતિવાળા બાહુયુગલવાળો, પવન જેવો ચપળ અને કઠણમાં કઠણ કાર્ય કરવામાં સમર્થ, દક્ષ, નિપુણ, કુશળ, મેધાવી, કારીગરીમાં કુશળ એવો હોય–તે એક મોટી સલાકાવાળી કે દડવાળી સાવરણી કે વાંસની સળીઓવાળી સાવરણી લઈને રાજ્યાંગણ કે રાજાનું અંત:પુર કે દેવકુળ (દેવમંદિર) કે સભા, પરબ કે આરામ કે ઉદ્યાનને ઉતાવળ વિના, આકુળતા વિના, ગભરાટ વિના, ચપળતાપૂર્વક ચારે બાજુ સારી રીતે વાળીચોળી સ્વચ્છ કરી દે તેવી રીતે તે સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ સંવર્તક વાયુની વિદુર્વણા કરીને શ્રમણ ભગવાન મહાવીર જ્યાં બિરાજમાન હતા તે સ્થાનની ચારે બાજુ એક એક યોજનાના ઘેરાવામાં જે કઈ તણખલાં, પાંદડાં, કે એવું બીજું સઘળું હતું તે લઈ લઈને એકાંત સ્થાનમાં ફેંકી દીધું અને તેમ કરી તરત જ તે ભૂમંડળને શાંતસ્વચ્છ બનાવી દીધું અને ફરીથી પાછો વૈક્રિય સમુદુધાત કર્ય, સમૃદુધાત કરી આભમાં વાદળા. ની વિકુણા કરી.
જેમ કોઇ તરુણ–યાવર્તુ–કાર્યકુશળ શ્રમિક (છંટકાવ કરવાવાળો નોકર) પાણી ભરેલો મોટો ઘડો અથવા સામાન્ય ઘડે અથવા જળકુંભ અથવા જળથાળ અથવા જળકળશ હાથમાં લઈને બગીચાને-ચાવત-પરબને ઉતાવળ વિના –ચાવત -ચોપાસ સારી રીતે પાણી છાંટે–
તે પ્રમાણે તે સૂર્યાભદેવના આભિયોગિક દેવાએ આભમાં વાદળાની વિદુર્વણા કરીને ચારે તરફ તે વાદળો ફેલાવ્યા, ફેલાવીને તરત જ
વિદ્યુત-વીજળી ચમકાવી અને શ્રમણ ભગવાન મહાવીરનો જે સ્થળે ઉતારો હતો તે સ્થળની આસપાસ ચારે બાજુ એક યોજન સુધીમાં, ખૂબ વધારે નહીં એવી પાણીની ધારાઓથી, ત્યાં કીચડ પણ ન થાય અને ધૂળ ઊડતી પણ રોકાય તે રીતે, ફવારાની જેમ ત્યાં ઝરમર ઝરમર વરસાદ વરસાવ્યા, પછી સુગંધી પાણી વરસાવી તે ભૂમંડળને ૨૪ વગરની, નાશ કરેલ રજવાળો, ધૂળ વગરની, પ્રશાંત રજવાળી, શાંત-સ્વચ્છ બનાવી અને તેમ કરીને તુરત જ મેઘવર્ષા સમેટી લીધી. મેઘવર્ષાને સમેટીને ત્રીજી વાર ક્રિયસમુદ્ધાત કર્યો અને સમુદ્રઘાત કરી તે દેવેએ ફૂલભરેલાં વાદળોની રચના કરી.
જેમ કોઈ તરુણ–યાવત-કોઈ માળીને કુશળ યુવાન પુત્ર-માળી ફુલોથી ભરેલી છાબડી અથવા પુષ્પ-પટલક-કૂલોની પોટલી અથવા કૂલ ભરેલી ટપલીઓ લઈને રાજસભાને-પાવત-દરેક જગ્યાએ ચારે દિશામાં કામિનીના કેશપાશની જેમ હાથેથી છોડાયેલા પંચરંગી ફૂલોથી પરિવ્યાપ્ત કરી દે છે, તે રીતે તે સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ શીધ્ર પુbપ-મેધની રચના કરી અને રચના કરીને પુષ્પોની વર્ષા કરી–જાવત-એકજન પ્રમાણ ભૂમંડલને સુંદર જલજ અને સ્થલજ એવાં પાંચ પ્રકારનાં પુષ્પો વરસાવી ચારે બાજુ મહેક હેક કરી મૂક્યું, તે પુષ્પો પણ તેમણે એવી રીતે વરસાવ્યાં કે દરેક પુપનું ડિટિયું નીચું અને કળીઓવાળો ભાગ ઉપર રહે અને જમીનથી ઊંચે એકએક જાનુ-હાથ સુધી ઉપરાઉપર પુષ્પો થી ખીચોખીચ ભરી દીધું. પછી કાળો અગર, ઉત્તમ કુંદરૂ અને તુરુકને સુગંધી ધૂપ જલાવીને તેને ઘણું જ સુગંધિત કરી દીધું. તેની ઊડતી ગંધ મનમોહક હતી, ઉત્તમ સુગંધથી તેને ગંધ. વર્તિકા–ધૂપસળી જેવું બનાવી દીધું અને તે સ્થળને દેવેના આગમન યોગ્ય કરી, કરાવી અને તે પ્રમાણે કરી તુરત જ તે પુપમેધોને સમેટી લીધા.
ત્યાર બાદ તેઓ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા ત્યાં આવ્યા, ત્યાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org