________________
ધર્મકથાનુગ પાર્શ્વનાથ-તીર્થમાં સેમિસ બ્રાહ્મણ કથાનક : સૂત્ર ૧
૧. પાશ્વતીર્થમાં સમિલ બ્રાહ્મણ કથાનક
શુક મહાગ્રહદેવ દ્વારા મહાવીર-સમવસરણમાં નૃત્યવિધિરાજગૃહ નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ભગવાન મહાવીર સ્વામી સમોસર્યા. પરિષદા ધર્મશ્રવણાથે નીકળી.
તે કાળે તે સમયે શુક્રાવતંસક વિમાનમાં શુક્ર નામે સિંહાસન પર શુક્ર મહાગ્રહ ચાર હજાર સામાનિક દેવેથી પરિવૃત્ત એવો વિરાજી રહ્યો હતો. ચન્દ્ર ગ્રહ દેવની જેમ જ તે શુક્ર દેવ પણ ભગવાન મહાવીર સમીપે આવ્યો અને નાટ્યવિધિ દર્શાવી પાછો ચાલ્યો ગયો.
હે ભદત !' એમ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને સંબોધી શુક્ર મહાગ્રહની અદ્ધિ વિશે પ્રશ્ન કર્યો, ભગવાન મહાવીર સ્વામીએ કૂટાકાર શાળાના દષ્ટાંતદ્વારા સમાધાન કર્યું. ફરી ગૌતમ સ્વામીએ તે શુક્ર ગ્રહના પૂર્વ ભવ વિશે પૃચ્છા કરી. ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું- હે ગૌતમ ! – શુક્ર દેવના પૂર્વ ભવ વર્ણનમાં સોમિલ
બ્રાહ્મણનું કથાનક ૨. તે કાળે તે સમયે વારાણસી નામે નગરી હતી.
ને નગરીમાં સામિલ નામે બ્રાહ્મણ રહેતો હતો, તે ધનાઢય–પાવત કોઈથીય ગાંજો ન જાય તેવો હતો, વળી વેદ-વાવતુ-અથર્વવેદાદિમાં નિપુણ હતો. તે નગરીમાં ભગવાન પાર્થ અહંત પધાર્યા. પરિષદા એકત્ર થઈ–માવત ઉપાસના કરવા લાગી. પાશ્વનાથ-સમીપે સોમિલ દ્વારા શ્રાવકધામ
ગ્રહણ ૩. ત્યારે તે સામિલ બ્રાહ્મણને આ સમાચાર સાંભળી
આવે, આવા પ્રકારનો મનોભાવ-પાવતુસંકલ્પ થયો–‘ભગવાન પુરુષાદાનીય પાર્શ્વનાથ ક્રમાનુક્રમથી વિહાર કરતા કરતા-પાવત-આમ્રશાલવનમાં આવી રહ્યા છે. તો હું અહંત ભગવાન પાર્શ્વ પાસે જાઉં અને આવા પ્રકારના
અર્થો અને હેતુઓ પૂછું” ઇત્યાદિ જે ભગવતીસૂત્રમાં વર્ણન છે તે અહી બધું સમજી લેવું પછી તે સોમિલ બ્રાહ્મણ શિખ્યા વિના જ નીકળ્યો અને-વાવ-આવો પ્રશ્ન પૂછયો-“હે ભદત ! આપના ઉપદેશમાં યાત્રા છે? યાપનીય છે?” વળી સરસવ, માસ, રથ આદિ દ્વિઅર્થી શબ્દો વિશે પ્રશ્નો તથા “આપ એક છો?” વગેરે કૂટ પ્રશ્ન પૂછળ્યાયાવ–ધ મેળવીને શ્રાવક ધર્મ સ્વીકારીને પાછો ફર્યો. સોમિલન મિથ્યાત્વત્યાર પછી કોઈ સમયે અહંત પાર્શ્વ ભગવાન વારાણસી નગરીના આમ્રપાલવનમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા.
ત્યાર પછી કઈ વાર તે સોમિલ બ્રાહ્મણ અસાધુઓનો સંસર્ગ થતાં અને સાધુઓની સેવા છોડી દેતાં તથા મિથ્યાત્વ૫ર્યાયની વૃદ્ધિ થતાં અને સમ્યકત્વપ હીન થતાં જતાં મિથ્યાત્વી બની ગયો.
સોમિલ દ્વારા આઝારામનું નિર્માણ૫. ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણને કોઈવાર મધ્યરાત્રિએ કુટુંબ ચિંતામાં જાગરણ કરતાં કરતાં આવે મને વિકલ્પ-યાવત-સંક૯૫ થયો–ખરે જ હું વારાણસી નગરીનો નિવાસી સમિલ નામનો બ્રાહ્મણ અત્યંત ઊંચા બ્રાહ્મણકુળમાં જમ્યો છું. વળી મેં વ્રતે પાળ્યાં, વેદાધ્યયન કર્યું, વિવાહ કરી પત્ની લાવ્યા, પુત્રોને જન્મ આપ્યો, સમૃદ્ધિ એકઠી કરી, પશુવાડા કર્યા, યજ્ઞો કર્યા, દક્ષિણા આપી, અતિથી પૂજ્યા, અગ્નિહોમ કર્યા, સ્તૂપે શસ્તંભ રોપ્યા. તે હવે મારે માટે એ શ્રેયસ્કર છે કે કાલથાવત–સૂર્યોદય થતાં વારાણસી નગરીની બહાર અનેક આંબાવાડીઓ કરાવું, અનેક માતુલિંગબિજોરા, બીલ્ડ, કોઠા, આમલી અને ફૂલઝાડની વાડીઓ બનાવું'.'-તેણે આ વિચાર કર્યો, વિચાર કરીને બીજા દિવસે–ચાવત–સૂર્ય પ્રકાશિત થતાં વારાણસી નગરીની બહાર આંબાવાડીઓ–લાવતુ-કુલોની વાડીઓ બનાવી, ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org