________________
ધર્મ કથાનુયોગ–પાશ્વનાથ-તીર્થમાં ભ્રમણ કાલીનું કથાનક : સૂત્ર ૨૦૩
મહા સિંહનિકીડિત તપ
આ તપની વિધિ આ પ્રમાણે છે
આ તપ લધુ સિંહનિષ્ક્રીડિત તપની જેવું જ છે. લઘુ સિંહનિષ્ક્રીડિતમાં નવ ઉપવાસ સુધી ચઢવાનું હોય છે, જ્યારે આમાં સોળ ઉપવાસ સુધી ચઢવાનું હોય છે. બાકીની વિધિ અને સાધનાક્રમ પૂર્વવત્ છે. આની એક પરિપાટી. માં અઢાર મહિના અને અઢાર દિવસ-કુલ પપ૮ દિવસ લાગે છે. આમાં ૬૧ પારણાં હોય છે, ૪૯૭ દિવસની તપસ્યા હોય છે. ચારે પરિ. પાટીએ પૂરી કરતાં છ વર્ષ, બે માસ અને બાર દિવસ લાગે છે. લધુ સવભક પ્રતિમા તપ
આમાં પાંચ પાંચ પદોની પાંચ પંક્તિઓ બને છે, એટલે કે પચ્ચીસ ખાનાવાળા યંત્રની સ્થાપના કરવાની હોય છે. આની એક પરિપાટી. માં એક સો દિવસ લાગે છે. પચ્ચીસ પારણા અને પંચોતેર દિવસની તપસ્યા હોય છે. ચારે પરિપાટીઓ પૂર્ણ કરતાં ચારસો દિવસ અર્થાતુ. તેર મહિના અને દસ દિવસ લાગે છે. મહા સવાભદ્ર પ્રતિમા તપ
આ તપની વિધિ આ પ્રમાણે છે
આમાં એક પરિપાટીમાં આઠ મહિના પાંચ દિવસ લાગે છે. ૧૯૬ દિવસ તપસ્યાના અને
૪૯ દિવસ પારણાના હોય છે. ચાર પરિપાટોઓમાં બે વર્ષ, આઠ માસ અને વીસ દિવસ લાગે છે. આમાં સાત સાત પદની સાત પક્તિઓ બને છે અર્થાત ૪૯ ખાનનું યંત્ર બને છે. ભદ્રોત્તર પ્રતિમા તપ
આની વિધિ આ પ્રમાણે છેઆની સ્થાપના પણ ૨૫ ખાનામાં થાય છે. આ તપ પાંચ ઉપવાસથી શરૂ થાય છે અને સાત ઉપવાસથી પૂર્ણ થાય છે. આની એક પરિપાટીમાં છ માસ, વીશ દિવસ-કુલ બસો દિવસ લાગે છે. આમાં પચ્ચીસ પારણાં હોય છે અને ૧૫ દિવસની તપસ્યા હોય છે. આયંબિલ વર્ધમાન તપઆની વિધિ નીચે પ્રમાણે છે–
આ તપમાં ક્રમશ: આયંબિલ વધારવામાં આવે છે, જેમ કે-એક આયંબિલ કરી પછી ઉપવાસ, પછી બે આયંબિલ, ફરી એક ઉપવાસ. આ રીતે વચ્ચે વચ્ચે ઉપવાસ કરતાં કરતાં સો આયંબિલ સુધી ચડવાનું હોય છે. આ તપમાં એક સો ઉપવાસ અને ૫૦૫૦ આયંબિલ હોય છે. ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીશ દિવસમાં આ તપ પૂર્ણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org