________________
ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ-તીર્થમાં કાપદી કથાનક : સૂત્ર ૫
પ
ત્યાર પછી સ્નાન કરીને ધાવતુ સુંદર વેશભૂષા ધારણ કરીને તે બ્રાહ્મણીએ તે વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહારનું ભોજન કર્યું, ભોજન કરીને જ્યાં પોતપોતાના ઘર હતાં ત્યાં ગઇ, જઈને પોતપોતાનાં કામ કરવા લાગી. ધમરુચિને કડવા તુંબડાનું ભિક્ષાદાન૫. તે કાળે તે સમયે ધર્મધાષ નામે સ્થવિર યાવતુ મોટા શિષ્ય પરિવાર સાથે જયાં ચાંપા નગરી હતી, જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતો ત્યાં આવ્યા, આવીને યથાયોગ્ય(નિયમાનુસાર) અવગ્રહ ધારણ: કરીને રાંયમ અને તષથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. [ તેમના દર્શન માટે
અને ધર્મશ્રમણ માટે 1 સભા એકત્ર થઈ. તેમણે ધર્મોપદેશ કર્યો. સભા પાછી ફરી.
ત્યારે તે ધર્મઘોષ સ્થવિરના અંતેવાસી ધર્મરુચિ નામે અનગાર હતા તે અતિ ઉદાર વિપુલ ગુણવાળા, ઘોર અતિઘોર તપસ્વી,
અનિદઢ બ્રહ્નચર્યવ્રતધારી, શરીરભાન છોડેલ (આત્મધ્યાનમાં લીન) અને સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યાને ધારણ કરનાર હતા. તે માસ માસના
ઉપવાસ કરતા હતા. ૬. ત્યાર પછી તે ધર્મરુચિ અનગારે માસખમણના
પારણાના દિવસે પહેલી પરિસીમાં સ્વાધ્યાય કર્યો, બીજી પોરિસીમાં ધ્યાન કર્યું* ઇત્યાદિ ગૌતમ સ્વામીના પ્રસંગમાં જે વર્ણન છે તે પ્રમાણે સઘળું કરી પાત્રો લીધાં, અને પછી ધર્મઘોષ સ્થવિરની આજ્ઞા લઈને યાવત્ ચંપા નગરીના ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં ગૂડસામુદાનિક ભિક્ષાચર્યા માટે ફરતાં ફરતાં જ્યાં નાગશ્રી બ્રાહમણીનું ઘર હતું ત્યાં પહોંચ્યા.
ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીએ તે ધર્મરુચિ અનગારને આવતા જોયા, જોઈને પેલાં શરદઋતુમાં ઉગેલા કડવા તુંબડાના બહુ મસાલા અને તેલ ભરી પકાવેલા શાકનો નિકાલ કરવા હૃષ્ટતુષ્ટ થઈને ઊભી થઈ, ઊઠીને જ્યાં ભોજનઘર હતું ત્યાં ગઈ, જઈને તે શરદઋતુવાળા કડવા
તુંબડાના બહુ સંભાર અને તેલ ભરેલા શાકને લઈને ધર્મારૂચિ અનગારના પાત્રમાં તે બધુ ય ઠાલવી દીધું. ૭. ત્યાર પછી તે ધર્મ રૂચિ અનગાર “આ આહાર
પૂરત છે એમ સમજી નાગશ્રી બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળ્યા, બહાર નીકળીને ચંપા નગરીની વચ્ચોવચ થઈને પાછા વળ્યા, પાછા ફરી જયાં સુભૂમિભાગ ઉદ્યાન હતો, જ્યાં ધર્મઘોષ સ્થવિર વિરાજી રહ્યા હતા ત્યાં આવ્યા, આવીને ધર્મઘોષ સ્થવિર સમક્ષ અન્નપાનની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરી અન્નપાન હથેળીમાં લઈ દેખાડયાં. ધમચિ વડે કડવી તુંબડાનું પરઠવવું અને
કીડીઓનું મરી જવું– ૮. ત્યારે ધર્મઘોષ સ્થવિરે તે શરદઋતુના કડવા તુંબડાના ખૂબ સંભાર અને તેલ ભરેલા શાકની ગંધથી અભિભૂત થઈને (ગંધ ખરાબ લાગવાથી) તે શરદઋતુજન્ય કડવા તુંબડાના ખૂબ સંભાર અને તેલ ભરેલા શાકનું એક ટીપું હથેળીમાં લઈ ચાખ્યું, તો તે કડવું, ખારું, અખાદ્ય, અભોજય, વિષ જેવું જણાયું. આથી તેમણે ધર્મરુચિ અનગારને આ પ્રમાણે કહ્યું
- “હે દેવાનુપ્રિય! જો તું આ શરદઋતુના કડવા તુંબડાના બહુ સંભાર અને તેલ ભરેલા શાકનું ભોજન કરીશ તો તું અકાળે જ જીવનરહિત થઈ જઈશ, આથી હે દેવાનુપ્રિય! તું આ શરદઋતુજન્ય કડવા તુંબડાના બહુ સંભાર અને તેલ ભરેલા શાકને ખાઈશ નહીં, જેથી કરીને અકાળે જ તું જીવનરહિત ન બને (મૃત્યુ ન પામે.) આથી હે દેવાનુપ્રિય! તું જા અને આ શરદઋતુજન્ય કડવા તુંબડાના ખૂબ સંભાર અને તેલથી ભરેલા શાકને આવાગમન રહિત એકાંત
અચિત્ત સ્થંડિલભૂમિમાં પરઠવ અને પરઠવીને બીજે પ્રાસુક, એષણીય અશન-પાન-ખાદ્ય
સ્વાદ્ય આહાર લાવી તેનું ભજન કરે. ૯. ત્યારે તે ધર્મરુચિ અનગાર ધર્મ છેષ સ્થવિરે
આમ કહ્યું કે તરત જ ધર્મઘોષ સ્થવિર પાસેથી નીકળવા, નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org