________________
ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૯૭
૨૮
૯૭. ત્યારે તે દ્રૌપદી દેવીએ પદ્મનાભને આ પ્રમાણે
“હે દેવાનુપ્રિય! વાત એમ છે કે જંબુદ્વીપના ભારતવર્ષની દ્વારવતી નગરીમાં મારા પ્રિય બંધુ કૃષ્ણ નામના વાસુદેવ રહે છે. તે જો છ માસની
અવધિમાં મને પાછી લેવા આવી ન પહોંચે તો દેવાનુપ્રિય ! જેમ તમે કહો છો તેમ તમારી આશા, આશ્રય અને વચનમાં રહીશ.”
ત્યારે પદ્માનાભે તે દ્રૌપદી દેવીની આ વાતનો સ્વીકાર કર્યો અને સ્વીકાર કરીને દ્રૌપદી દેવીને કન્યા-અંત:પુરમાં રાખી.
ત્યાર બાદ તે દ્રૌપદી દેવી નિરંતર છઠ્ઠ તપ અને છઠ્ઠના પારણે આયંબિલ કરતી કરતી તપથી આત્માને ભાવિત કરતી રહેવા લાગી. યુધિષ્ઠિરે પાંડુ રાજા સમક્ષ કરેલ દ્રૌપદી-હરણનું
નિવેદન ૯૮. ત્યારે દ્રિૌપદીનું અપહરણ થઈ ગયા પછી ઘડી
પછી યુધિષ્ઠિરે જાગીને જોયું તો દ્રૌપદી દેવીને બાજુમાં ન જોઈ, તેને ન જોતાં પથારીમાંથી તે ઊભો થયો, ઊભો થઈ બધી તરફ ચારે દિશામાં દ્રૌપદી દેવીની તેણે તપાસ કરી, તપાસ કરતાં પણ તેને ક્યાંય દ્રૌપદી દેવીના અણસાર, અવાજ કે હલનચલન જાણવા ન મળતાં તે જયાં પાંડુ રાજા હતો ત્યાં આવ્યા, આવીને પાંડુ રાજા પાસે આ પ્રમાણે નિવેદન કર્યું –
હે તાત! વાત એમ છે કે અગાસી પર અમે સુખે સુતાં હતાં ત્યારે મારી બાજુમાંથી દ્રૌપદી દેવીનું કોણ જાણે કોઈ દેવ કે દાનવ કે કિન્નર કે જિંપુરુષ કે મહોરગ કે ગાંધર્વે હરણ કર્યું છે, ઉપાડી ગયેલ છે કે ક્યાંક તેને નાખી દીધેલ છે. તો હે તાત! હું ઇચ્છું છું કે ચારે દિશામાં દ્રૌપદી દેવીની શોધખોળ કરવામાં આવે.”
ત્યારે પાંડુ રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિયે! તમે જાઓ અને હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગોમાં
ખૂબ જોર જોરથી ઘોષણા કરીને આમ બોલોહે દેવાનુપ્રિય! મહેલની અગાસી પર સુખપૂર્વક સૂતેલા રાજા યુધિષ્ઠિરની પાસેથી દ્રોપદી દેવીનું કોણ જાણે કોઈ દેવ, દાનવ, કિન્નર, પુિરુષ, મહારગ અથવા ગંધર્વ અપહરણ કર્યું છે કે ઉપાડી ગયેલ છે કે ક્યાંક ફેંકી દીધેલ છે. તો હે દેવાનુપ્રિયો ! જે કોઈ દ્રૌપદી દેવીના અણસાર, અવાજ કે હાલચાલના સમાચાર આપશે તેને પાંડુ રાજા વિપુલ ધન-સંપત્તિ આપશે.” આવો ઘોષણા કરો, અને ઘોષણા કરીને મારી આજ્ઞા પૂરી કર્યાની મને જાણ કરો.”
તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે ઘોષણા કરીને થાવત્ આશાપૂર્તિની જાણ કરી. પાંડુ રાજા દ્વારા પ્રેષિત કુંતીને કૃષ્ણને દ્રૌપદીની
શેાધ કરવા નિવેદન ૯૮. ત્યાર પછી ઘોષણા કરવા છતાં જયારે પાંડુ રાજાને
ક્યાંયથી પણ દ્રૌપદી દેવીના હાલચાલ કે સમાચાર ન મળ્યા ત્યારે તેણે કુત્તા દેવીને બોલાવી, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તું દ્વારવતી નગરી જા અને જઈને કૃષ્ણ વાસુદેવને આ સમાચાર આપ, કૃષ્ણ વાસુદેવ જ દ્રૌપદી દેવીની શોધ કરી શકશે, નહીં તો દ્રૌપદી દેવીના સમાચાર કે હાલચાલ પણ જાણી શકાશે નહી. ત્યારે તે કુંતી દેવી પાંડુરાજાની આ વાત સાંભળી થાવત્ સ્વીકારીને સ્નાન કરી બલિકમ કરી શ્રેષ્ઠ હાથીની ખાંધે બેસી, હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળી, નીકળીને કુરુ જનપદ વચ્ચેથી પસાર થઈ જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું, જ્યાં દ્વારવતી નગરી હતી અને જ્યાં તે નગરીનો મુખ્ય ઉદ્યાન હતો ત્યાં આવી, આવીને હાથી પરથી નીચે ઊતરી, ઊતરીને કૌટુંબિક સેવકોને બોલાવી કહ્યું
હે દેવાનુપ્રિયે! તમે દ્વારવતી નગરીમાં જાઓ, જ્યાં કૃષ્ણ વાસુદેવનો મહેલ છે ત્યાં જાઓ, જઈને તેમાં પ્રવેશી કૃષ્ણ વાસુદેવને બે હાથ જોડી શિરસાવપૂર્વક અંજલિ રચી આ પ્રમાણે કહો— “હે સ્વામી! આપનાં ફઈ હસ્તિનાપુરથી અત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org