________________
ધર્મ કથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થ માં પદિલા કથાનક : સત્ર ૧૮૫
૫૩
સન્માન કરવા લાગ્યો, તેમને આવતા જોઈને ઊિઠીને આસન આપવા લાગ્યો, તે પાછા જતા ત્યારે પાછળ પાછળ ચાલતો, ઊભા રહે તો તેમની સેવા કરતો, તેમનાં વચનોની પ્રશંસા કરવા લાગ્યો, પોતાના અર્ધા આસન પર બેસાડતો અને તેમના ભાગની વૃદ્ધિ કરવા લાગ્યો. તેટલીપુત્ર માટે પિટિલ દેવે કરેલ ધર્મસંબંધ
ઉપાય૧૮૫. ત્યાર પછી તે પટ્ટિલ દેવે તેનલીપુત્રને વારંવાર
કેવલિપ્રણીત ધર્મને બોધ કર્યો, પરંતુ તેતલીપુત્ર પ્રતિબોધ પામ્યો નહિ.
ત્યારે તે પોષ્ટ્રિલ દેવને મનમાં આવા પ્રકારનો ભાવ યથાવત્ સંકલ્પ થયો– કનકાવજ રાજા તેતલીપુત્રને આદર કરે છે યાવત તેના ભાગમાં
અભિવૃદ્ધિ કરે છે એટલે જ તેનલીપુત્રને વારંવાર ધર્મબોધ કરાવવા છતાં તે ધર્મબોધ પામતો નથી. તો હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે કનકવજને તેટલીપુત્રથી વિમુખ કરી દઉં.' એમ તેણે વિચાર્યું, વિચારીને કનકધ્વજને તેતલપુત્રથી વિમુખ-વિરુદ્ધ ભાવવાળો કરી દીધો.
ત્યાર પછી બીજે દિવસે પ્રભાત થતાં અને જાજવલ્યમાન સહસ્રરમિ દિનકર પ્રકાશમાન થયો ત્યારે તેટલીપુત્ર સ્નાન કરી, કૌતુક-મંગળક્રિયા કરી, બલિકમ કરી, ઉત્તમ અપર સવાર થઈ, અનેક પુરુષો સાથે પોતાના ઘેરથી નીકળ્યો અને નીકળીને જ્યાં કનકધ્વજ રાજા હતો ત્યાં જવા ઉદ્યત થયે.
ત્યારે માર્ગમાં તેટલીપુત્ર અમાત્યને જે જે અનેક સામંત, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠા, સેનાપતિ, સાર્થવાહ આદિએ જોયો તેણે તેણે હંમેશની જેમ જ તેનો આદર કર્યો, માન આપ્યું, ઊભા થયા, હાથ જોડ્યા અને ઇષ્ટ વાવનું મધુર વાણીથી તેની સાથે વાત કરતા આગળ, પાછળ અને આજુબાજુમાં રહી
તેને અનુસરતા ચાલવા લાગ્યા. ૧૮૬, ત્યાર પછી તે તેટલીપુત્ર અમાન્ય જ્યાં કનક
ધ્વજ રાજા હતો ત્યાં આવ્યો.
ત્યારે તે કનકધ્વજે તેનલીપુત્રને પોતાની સમીપ આવતો જોયો, પરંતુ તેને જોઈને પણ તેનો આદર ન કર્યો, સત્કાર ન કર્યો, તે ઊભો થો નહીં, અનાદર કરતો, ઉપેક્ષા કરતો તે પરાક્ષુખ થઈને પીઠ ફેરવીને બેઠો રહ્યો.
ત્યારે તે તેટલીપુત્ર અમાત્યે કનકધ્વજ રાજાને અંજલિપૂર્વક પ્રણામ કર્યા તે પણ તે કનકવજ રાજાએ આદર ન કર્યો, ઉપેક્ષા કરતો તે ઊભો પણ ન થયો અને સામે જોયા વિના મૌન બેઠો રહ્યો.
ત્યારે તેનલીપુત્ર કનકધ્વજ રાજાને પોતાની વિરુદ્ધ ભાવવાળો થયેલ જાણીને ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન અને ભયાક્રાન્ત થઈ આ પ્રમાણે (મનોમન) બોલ્યા-કનકધ્વજ રાજા મારા પર રુડ્યો લાગે છે, કનકધ્વજ રાજા મારા પર રિસાયો લાગે છે, કનકધ્વજ રાજા મારી વિરુદ્ધ થયો લાગે છે. તો કોણ જાણે તે મને કેવાય કુમોતથી મારશે.” આમ વિચારી ભીત, ત્રસ્ત યાવતું ધીરે ધીરે તે પાછો હઠ્યો, પાછા ફરીને એ જ અશ્વ પર સવાર થયો, સવાર થઈને તેતલપુર વચ્ચેથી પોતાના આવાસગૃહે જવા ઉદ્યન થશે.
તે વખતે પેલા સામંત યાવન સાર્થવાહ - દિએ તેને જોઈને પણ તેનો પહેલાંની જેમ
આદર ન કર્યો, સન્માન ન કર્યું, ઊભા ન થયા, હાથ જોડીને પ્રણામ કર્યા નહીં, મધુર યાવતુ ઈષ્ટ વચનોથી તેની સાથે વાતચીત કરી નહીં કે આગળ-પાછળ ને સાથે સાથે તેને અનુસરના ચાલ્યા નહીં.
ત્યાર પછી તેટલીપુત્ર અમાન્ય જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યો, ત્યાં પણ બાહ્ય પરિષદ હતી તે, જેમ કે–દાસ, નોકર, ખેતીકામ કરનાર નોકર ઇત્યાદિએ પણ ન તેનું બહુમાન કર્યું, ન ધ્યાન આપ્યું, ન કોઈ ઊભું થયું. તેના નિવાસના અંદર રહેનારા, જેવા કે–પિતા, માતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ-તેમણે પણ તેના તરફ ધ્યાન આપ્યું નહીં, ન આદર દર્શાવ્યો, ન કોઈ ઊભું થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org