________________
}}
ધ કથાનુયોગ—પાર્શ્વનાથ તીર્થાંમાં ભૂતા આદિ શ્રમણીએનાં સ્થાનક : સૂત્ર ૨૩૭
માતા-પિતાએ અનુમતિ આપતાં કહ્યુ— ‘હે દેવાનુપ્રિયે ! તને સુખ થાય તેમ કર.’
ત્યાર બાદ તે સુદર્શન ગાથાપતિએ વિપુલ અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય ભાજન રંધાવ્યુ', ૨ ધાવીને મિત્રો જ્ઞાતિજના આદિને આમંત્ર્યા. યાવ–ભાજન કરીને હાથમાં ધાઈ દીક્ષાવિધિની તૈયારી માટે કૌટુબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિયા ! તરત જ ભૂતા કુમારી માટે એક હજાર પુરુષા દ્વારા વહન કરાતી શિબિકાની ગેાઠવણ કરો-યાવતૂ-ગેઠવણ કરીને આશાપૂતિની જાણ કરો.’ ત્યારે તેઓએ તે પ્રમાણે કરી-યાવત્ જાણ કરી.
ત્યાર પછી તે ભૂતા કુમારીએ સ્નાન કર્યું– યાવત્ શરીર-શણગાર સજી દાસીવૃંદ સાથે પાતાના ઘેરથી નીકળી, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં આવી, આવીને શ્રેષ્ઠ ધાર્મિક યાન-રથ પર આરૂઢ થઈ.
ત્યાર પછી તે ભૂતા કુમારી પાતાના પરિજનાથી પરિવૃત્ત થઈને રાજગૃહ નગરની વચ્ચેાવચ્ચ થઈને નીકળી, નીકળીને જ્યાં ગુણ શિલક સૈન્ય હતું ત્યાં આવી, ત્યાં આવી છત્રાદિ તીર્થંકરનાં અતિશયેા જોયા, જોઈને શ્રેષ્ઠ ધાર્મિક યાનમાંથી નીચે ઊતરી, ઊતરીને દાસીવૃંદ વચ્ચે રહીને જયાં અર્હત્ પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવંત હતા ત્યાં પહોંચી, ત્યાં આવીને તેમની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા યાવત્ પયું પાસના કરવા લાગી.
ત્યાર બાદ અર્હત્ પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવતે ભૂતા કુમારી તથા ઉપસ્થિત મહાન જનસભાને સબોધી ધર્મોપદેશ સભળાવ્યા. ધર્મ તત્ત્વ સાંભળીને અને હૃદયમાં અવધારીને હૃષ્ટ તુષ્ટ થઈ તે ભૂતા કુમારીએ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું
‘હે ભંતે ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું-યાત્ ઉદ્યત છું. ભગવંત ! આપે જેવું કહ્યું તેવું જ નિગ્ર થ પ્રવચન છે. માત્ર હે ભગવંત ! હું મારા માતા-પિતાની અનુમતિ લઈશ અને ત્યાર પછી હું આપની પાસે પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું.’
‘હે દેવાનુપ્રિયે ! જેમ તને સુખ થાય તેમ કર.'—ભગવાને કહ્યું. ભૂતાની પ્રવજ્યા—
૨૩૭. ત્યાર પછી તે ભૂતા કુમારી તે જ શ્રેષ્ઠ ધાર્મિક રથ પર આરૂઢ થઈ યાવત્—જ્યાં રાજગૃહ નગર હતું ત્યાં આવી, રાજગૃહ નગરની વચ્ચે થઈને જ્યાં પાતાનું ઘર હતું ત્યાં આવી, રથમાંથી નીચે ઊતરી જ્યાં માતા-પિતા હતા ત્યાં આવી અને જમાલીની જેમ જ બે હાથ જોડી માતા-પિતાની આશા માગી.
Jain Education International
ત્યાર પછી તે સુદર્શન ગાથાપતિ સ્નાન કરાવી, સ અલંકારાદિથી વિભૂષિત કરાવી ભૂતા કુમારીને એક હજાર પુરુષા દ્વારા ઊચકાતી પાલખીમાં બેસાડીને મિત્રો-જ્ઞાતિજના યાવત્ વાજતે ગાજતે રાજગૃહ નગરીની વચ્ચેા. વચ્ચે થઇને જયાં ગુણશિલક ચૈત્ય હતું ત્યાં આવ્યા, આવીને છત્રાદિ તીર્થંકરનાં અતિશયા જોયા, જોઈને પાલખી ઊભી રખાવી, ઊભી રખાવીને ભૂતા કુમારીને પાલખીમાંથી ઉતારી,
ત્યાર પછી માતા-પિતા તે ભૂતા કુમારીને આગળ કરીને જ્યાં અહીઁ પુરુષાદાનીય પાર્શ્વનાથ હતા ત્યાં આવ્યા, આવીને ત્રણ વાર ભગવાનની આદક્ષિણા પ્રદક્ષિણા કરી, પછી વદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિય! આ ભૂતા કુમારિકા અમારી એકનો એક વહાલી પુત્રી છે. હું દેવાનુપ્રિય ! સ’સારના ભયથી તે ઉદ્ગિગ્ન બની છે યાવત્ આપ દેવાનુપ્રિયની પાસે મુડિન બની—યાવત્ પ્રવ્રુજિત થવા ઇચ્છે છે. તે એને અમે આપને શિષ્યારૂપમાં દાન કરીએ છીએ. આપ દેવાનુપ્રિય આ શિષ્યારૂપી દાન સ્વીકારો.’
‘હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કરો, પરંતુ વિલંબ કરશો નહીં.' [ભગવાને ઉત્તર આપ્યા.]
ત્યાર પછી અર્હત્ પાર્શ્વનાથ ભગવાને અનુમતિ આપતાં તે ભૂતા કુમારી હુષ્ટ તુષ્ટ થઈ
For Private Personal Use Only
www.jainelibrary.org