________________
૭૨.
ધ કથાનુયાગ——પા
અનશન દ્વારા છેદન કરી, પેાતાના પાપસ્થાનની આલાચના-પ્રતિક્રમણ કર્યા વિના જ, કાળમાસે કાળ કરીને સૌધ કલ્પમાં બહુપુત્રિકા વિમાનમાં ઉપપાત સભામાં દેવશયનમાં દેવદુષ્યથી ઢંકાઈને આંગળીના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળી બહુપુત્રિકા દેવી રૂપે ઉત્પન્ન થઈ
ત્યાર બાદ ઉત્પન્ન થતાંવેંત તરત તે બહુપુત્રિકા દેવી પંચવિધ પર્યાપ્તિયાવત્ ભાષા અને મન પર્યાપ્તિઓથી સ`પન્ન બની ગઈ. એ રીતે હે ગૌતમ! બહુપુત્રિકા દેવીએ તે દિવ્ય દેવઋદ્ધિ–યાવ-પ્રાપ્ત કરી છે. બહુપુત્રિકા નામનુ` રહસ્ય
૨૫૩. ‘હે ભગવ’ત! શા માટે તે બહુપુત્રિકા દેવીબહુપુત્રિકા દેવી એવા નામે ઓળખાય છે ?' [ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં.]
‘હે ગૌતમ ! આ બહુપુત્રિકા દેવી જ્યારે જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રની સમક્ષ ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે તે અનેક છોકરા-છોકરીએ, બાળક–બાળકીઓની વિકુણા કરે છે, વિકુણા કરીને જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર હોય છે ત્યાં આવે છે, ત્યાં આવી દેવરાજ દેવેન્દ્ર શક્રને દિવ્ય દેવઋષિ, દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવઅનુભાવ દશાવે છે, તે કારણે હે ગૌતમ ! તે બહુપુત્રિકા દેવી તરીકે ઓળખાય છે.’
બહુ પુત્રિકાદેવીની સ્થિતિ અને ભાવિ જન્મ વિશે થન—
૨૫૪. ‘હે ભદંત ! બહુપુત્રિકા દેવીની કેટલા કાળની સ્થિતિ કહેવાઈ છે ?'
‘હે ગૌતમ ! બહુપુત્રિકા દેવીની ચાર પલ્યાપમની સ્થિતિ કહેવાઈ છે.’
‘હે ભગવન્ ! તે બહુપુત્રિકા દેવી આયુક્ષય, સ્થિતિક્ષય અને ભવક્ષય પછી તે દેવલાકમાંથી ચ્યવન કરીને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?’
‘હે ગૌતમ ! તે બહુપુત્રિકા દેવી આ જ જંબુદ્રીપના ભારત વર્ષમાં વિન્ધ્યગિરિની તળેટીમાં બેભેલ સન્નિવેશમાં બ્રાહ્મણકુળમાં પુત્રી રૂપે અવતરશે.’
Jain Education International
નાથ-તીમાં શ્રમણી સુભદ્રાનું કથાનક ઃ સૂત્ર ૨૫૬ બહુપુત્રિકા દેવીના સેામાભવ—
૨૫૫. ત્યાર પછી તે બાલિકાનાં માતા-પિતા અગિયાર દિવસ પૂરા થતાં-પાવ-બારમા દિવસે આવા પ્રકારે નામકરણ કરશે—‘અમારી આ બાળકીનું નામ સામા હો.’
ત્યાર પછી તે સામા બાળપણ છોડી, શાનવિજ્ઞાનમાં નિપુણ થઈ યૌવનાવસ્થામાં પ્રવેશશે અને રૂપ, યૌવન અને લાવણ્યમાં ઉત્કૃષ્ટયાવત્–ઉત્કૃષ્ટ શરીરવાળી બનશે.
ત્યાર પછી માતા-પિતા તે સામા બાલિકાને બાલ્યાવસ્થા વટાવી યૌવનાવસ્થામાં પ્રવેશેલી અને જ્ઞાનવિજ્ઞાનમાં કુશળ બનેલી જોઈને, યથાયેાગ્ય કન્યાશુલ્ક લઈને પાતાના ભાણેજ રાષ્ટ્રકૂટને ભાર્યારૂપે આપશે અર્થાત્ રાષ્ટ્રકૂટ સાથે પરણાવશે. તે સામા તેની ઇષ્ટ વલ્લભા બનશે– યાવત્–આભૂષણની પેટીની જેમ તે તેની સાચવણી કરશે, રત્નકર ડકની જેમ તેનુ` સ`ગાપન, રક્ષણ કરશે—યાવ~તેને કોઈ પ્રકારના રોગે સ્પર્શી પણ ન જાય તેનું ધ્યાન રાખશે. બહુ બાળકાના કારણે સામાની મનાયેદના ૨૫૬. ત્યાર પછી તે સામા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટ સાથે
વિપુલ ભાગા૫ભાગા ભાગવતી પ્રતિવષ સંતાનયુગલને જન્મ આપતી, સાળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે.
ત્યારે તે સામા બ્રાહ્મણી તે અનેક છોકરાછોકરી, કિશાર-કિશારીઓ, બાળક–બાળકીઆમાં કોઈના પથારીમાંથી પડી જવાથી, કોઈના રોવા-ચૌલ્લાવાથી, કોઈને બાળાગાળીઆદિ પીવડાવવામાં, કોઈના ભાખાડિયાંભર ચાલવાથી, કોઈના આમતેમ ભટકવાથી, કોઇના પડી જવાથી, કોઈના ધાવવા માગવાથી, કોઈની દૂધની માગણીથી, કાઈના રમકડાં માગવાથી, કોઈ વળી ખાવાનુ માંગતુ' તેથી, કોઈ ભાત માંગતું તેથી, કોઈના પાણીના પાકારથી, કોઈના હસવાથી, કોઈના રીસાવાથી, કોઈના ગુસ્સાથી, કોઈના ઝઘડાથી, કોઈની મારામારીથી, કોઈની ભાગ ભાગથી, કોઈના પાછળ પડવાથી, કોઈના રડ
For Private Personal Use Only
www.jainelibrary.org