________________
૭૦
ધર્મકથાનુગ–પાશ્વનાથ-તીર્થમાં શ્રમણી સુભદ્રાનું કથાનક : સૂત્ર ૨૪૯
ત્યારે તે ભદ્ર સાર્થવાહે સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! તું મુંડિત ન થાયાવતૂ-પ્રવ્રયા ન લે. પરંતુ હે દેવાનુપ્રિયે! હજુ મારી સાથે વિપુલ ભેગોપભેગે ભગવ, ભુભોગી થઈને પછી સુવ્રતા આર્યા પાસે– પાવતુ-પ્રજ્યા લેજે.'
ભદ્ર સાર્થવાહની આ વાત સુભદ્રા સાથેવાહીએ માની નહીં, સ્વીકારી નહીં અને બીજી વાર પણ તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિય ! તમે અનુમતિ આપો જેથી હું-યાવતુ-પ્રવજ્યા લેવા ઇચ્છું છું.'
ત્યારે તે ભદ્ર સાર્થવાહે જ્યારે અનેક પ્રકારની આખ્યાપનાઓ, પ્રજ્ઞાપનાઓ, સંજ્ઞાપનાએ અને વિજ્ઞાપના દ્વારા પોતાની વાત સમજાવવા યાવતુ વીનવવા સમર્થ ન થાય ત્યારે અનિછાપૂર્વક સુભદ્રાને દીક્ષાની અનુમતિ આપી.
સુભદ્રાની પ્રત્રજ્યા૨૪૮. ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહે વિપુલ અશન
વાવનુ-સ્વાદ્ય આહાર બનાવરાવ્યો અને મિત્રો, જ્ઞાતિજનો... આમંત્રિત કરી પછી ભોજનવેળાએ યાવત્ મિત્રો, જ્ઞાતિજનો યાવત્ સત્કારસન્માન કર્યું. સુભદ્રા સાર્થવાહીને સ્નાન-પાવન -મંગળ પ્રાયશ્ચિત્ત કરાવી, સર્વ અલંકારોથી વિભૂષિત કરી, સહસ્ત્ર પુરુષ દ્વારા વહન કરાતી શિબિકામાં બેસાડી. પછી તે સુભદ્રા સાર્થવાહી મિત્રો, જ્ઞાતિજનો યાવત્ સંબંધીઓથી ઘેરાઈને ઠાઠમાઠપૂર્વક યાવત્ વાજતે ગાજતે વારાણસી નગરીની વચ્ચોવચ્ચે થઈ જ્યાં સુવ્રતા આર્યાનો ઉપાશ્રય હતો ત્યાં આવી. ત્યાં આવી, હજાર પુરુષો દ્વારા વહન કરાતી પાલખી ઊભી રખાવી તે સુભદ્રા સાર્થવાહી નીચે ઊતરી.
ત્યાર બાદ તે ભદ્ર સાર્થડાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતી ત્યાં આવ્યો, આવોને સુઘના આર્યાને વંદનનમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા- “હે દેવાનુપ્રિયે ! મારી ભાર્યા આ સુભદ્રા
સાર્થવાહી મને પ્રિય અને ઇષ્ટ છે- વાવ-મે એની એવી સંભાળ રાખી છે કે એને વાતપિત્ત-કફજન્ય વિવિધ સંનિપાતાદિક રોગો કે રોગાનંકો લાગુ ન પડે. હવે હે દેવાનુપ્રિયે ! તે સંસારના ભયથી ઉગ્ન થઇને અને જન્મમરણથી ભયભીત થઈને આપ દેવાનુપ્રિયની પાસે મંડિત બનીયાવન્-પ્રવ્રજયા લેવા ઇચ્છે છે. તો હું તેને આપને શિષ્યાદાન રૂપે આપું છું. આપ દેવાનુપ્રિય એને શિષ્યા ભિક્ષારૂપે સ્વીકારો.'
ભદ્ર સાર્થવાહની આ વાત સાંભળી સુવ્રતા આર્યાએ જવાબ આપ્યો
હે દેવાનુપ્રિય ! યથાસુખ કરો, સત્કાર્યમાં વિલંબ ન કરો.'
ત્યાર પછી સુષ્યના આર્યાની અનુમતિ જાણીને તે સુભદ્રા સાર્થવાહી હૃષ્ટ તુષ્ટ થઈ, પોતાના હાથેથી જ તેણે આભરણ-અલંકારો ઉતાર્યા, ઉતારીને પોતાના હાથે જ પંચમુષ્ટિક લેચ કર્યો, લેચ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતી ત્યાં આવી, આવીને સુતી આર્યાની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરી પછી આ પ્રમાણે બોલી – “હે ભંતે! આ સંસાર સળગી રહ્યો છે...' ઇત્યાદિ દેવાનંદાની જેમ જ તે પ્રવૃજિત બની પાવત્ ગુખ બ્રહ્મચારિણી આર્યા બની ગઈ. બાલ-આસક્ત સુભદ્રા નિગ્રથિનીની વિવિધ
પ્રકારે બાળકો સાથે ક્રીડા૨૪૯. ત્યાર પછી તે સુભદ્રા આર્યા કોઈ એક વાર
ગૃહસ્થોનાં બાળક-બાળકોમાં સમેહિતયાવતૂઆસક્ત બની અને તે બાળકો માટે અભંગન (શરીરે માલીશ કરવાનું તેલ), ઉબટન, પ્રાસુક જળ, અળતે (બાળકોના હાથ-પગ રંગવા), કંકણ (હાથમાં પહેરવા), અંજન (આંખોમાં લગાવવાવર્ણ (શરીરે લગાવવાનું ચૂર્ણ), સુગંધી ચૂર્ણ, રમકડાં, ખાજાં, ખીર અને ફુલો વગેરે મેળવવા લાગી, મેળવીને પછી ગૃહસ્થાનાં બાળકો-બાળકીએ, કિશોર-કિશોરીઓ કે નાનકડાં ભૂલકાંઓને બોલાવી કોઈને તેલનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org