________________
ધર્મકથાનુયોગ-પાર્શ્વનાથ-તીર્થ માં ભૂતા આદિ બમણીઓનાં કથાનક : સૂત્ર ૨૩૨
એ રીતે આઠે અધ્યયન કાલીદેવીના અધ્યથન અનુસાર સમજવો, માત્ર વિશેષતા એટલી કે-પૂર્વ ભવમાં બે દેવીએ વારાણસી નગરીમાં જન્મી હતી, બે દેવીઓ રાજગૃહમાં, બે દેવી શ્રાવતી નગરીમાં અને બે દેવીઓ કૌશામ્બી નગરીમાં જન્મી હતી. બધીના પિતાનું નામ રામ અને માતાનું નામ ધમ હતું. એ બધી પાર્શ્વનાથ ભગવંત પાસે પ્રવૃજિત થઈ હતી અને પુષ્યચૂલા આર્યાને શિખ્યારૂપે સોંપવામાં આવી હતી. એ બધી ઇશાનેન્દ્રની અગમહિષીઓ બની. બધીની સ્થિતિ નવ પલ્યોપમની કહેવાઈ છે. બધી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ પછી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ
દુ:ખોનો અંત કરશે. ૨૩૨, ગાથાર્થી–૧. કૃણા ૨. કૃણરાજી ૩. રામાં ૪.
રામરક્ષિતા ૫. વસુ ૬. વસુગુપ્તા ૭, વસુમિત્રા અને ૮, વસુંધરા-એ આઠ ઇશાનેન્દ્રની અગમહિષી છે.
પરિવાર સાથે, જેવી રીતે બહુપુત્રિકા દેવી તેવી રીતે, દર્શનાર્થે આવી—યાકૂ-નાટયવિધિ દર્શાવી પાછી ચાલી ગઇ. વિશેષતા એટલી જ કે બહુપુત્રિકાદેવીની જેમ તેણે કુમાર-કુમારિકા ઓની વિદુર્વણા ન કરી.
ગૌતમ સ્વામી દ્વારા પૂર્વભવ-પૃચ્છા અને ભગવાન દ્વારા ઉત્તર.
શ્રી દેવીના પૂર્વભવમાં ભૂતા-કથાનક– ૨૩૫. તે કાળે તે સમયે રાજગૃહ નગર હતું, ગુણશિલક
ચૈત્ય હતું, જિતશત્રુ રાજા હતા. તે રાજગૃહ નગરમાં સુદર્શન નામે ગાથાપતિ રહેતો હતો, તે ધનાઢય યાવતુ કેઈથી ૫ ગાંજો ન જાય તેવો હતો. તે સુદર્શન ગાથાપતિની ભાર્યાનું નામ પ્રિય હતું, તે અત્યંત સુકોમળ શરીરવાળી હતી. તે સુદર્શન ગાથાપતિની પુત્રી, ભાર્યા પ્રિયાની આત્મજા જૂના નામે કન્યા હતી. તે મોટી ઉમરની, મોટી ઉમરે પણ અવિવાહિતા, વૃદ્ધ દેખાતી અને જીર્ણ શરીરવાળી, શિથિલ સ્તન અને નિતંબવાળી અને જેને કોઈ વરે પસંદ ન કરેલી તેવી હતી.
ભૂતાનું પાશ્વસમવસરણમાં જવું– ૨૩૬. તે કાળે તે સમયે પુરુષાદાનીય નવહાથની આવ
ગાહનાવાળા અહંન્દ્ર પાર્શ્વનાથ ભગવાન ત્યાં . સમીસર્યા–પૂર્વવત્ વર્ણન. પરિષદ એકત્ર થઈ.
ત્યારે તે કન્યા ભૂતા પણ આ વૃત્તાંત સાંભળી હૃષ્ટ તુષ્ટ થઈ જ્યાં પોતાનાં માતા-પિતા હતાં ત્યાં આવી, આવીને માતા-પિતાને આમ કહેવા લાગી- હે માત-વાત ! પુરુષાદાનીય તીર્થકર પાર્શ્વનાથ ભગવાન ક્રમાનુક્રમથી વિહાર કરતા કરતા યાવતુ પોતાના ગણ સાથે વિચરી રહ્યા છે. આથી હે માતા-પિતા ! આપ અનુમતિ આપે તો હું અહંન્ પુરુષાદાનીય પાર્શ્વનાથની ચરણવંદના માટે જવા ઇચ્છું છું.”
માતા-પિતાએ અનુમતિ આપતાં કહ્યું–] હે દેવાનુપ્રિયે ! તને જેમ સુખ થાય તેમ કર, પણ પ્રતિબંધ-વિલંબ કરીશ નહીં.'
૬. પાર્શ્વનાથ-તીર્થમાં ભૂતા આદિ
શ્રમણીઓનાં કથાનકે
૨૩૩. [ગાથાર્થ]-૧. શ્રીદેવી ૨. હીદેવી ૩. દુતિદેવી
૪. કીર્તિદેવી છે. બુદ્ધિદેવી ૬. લક્ષ્મીદેવી ૭. ઇલાદેવી ૮. સુરાદેવી ૯. રસદેવી અને ૧૦. ગંધદેવી-એ દશનાં દશ અધ્યયને જાણવાં.
મહાવીર-સમવસરણમાં શ્રીદેવીની નાવિધિ૨૩૪. તે કાળે સમયે રાજગૃહ નામે નગર હતું,
ગુણશિલક નામે ચૈત્ય હતું, શ્રેણિક રાજા હતો. ભગવાન મહાવીર સ્વામી સમોસર્યા, પરિષદા એકત્ર થઈ.
તે કાળે તે સમયે સૌધર્મકલ્પના શ્રીઅવાંસક વિમાનમાં સુધર્માસભામાં શ્રી નામક સિંહાસન પર શ્રી નામે દેવી વિરાજતી હતી. ચાર હજાર સામાનિક દેવીઓ અને ચાર મહત્તરિકાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org