________________
૫૮
ધર્મ કથાનુયોગ–પાર્શ્વનાથ-તીર્થ માં શ્રમણ કાલીનું કથાનક : સૂત્ર ૨૦૨
સિદ્ધિગતિ નામે સ્થાને પહોંચવા ઉત્સુક એવા પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથ અર્હત્ સોળ હજાર શ્રમણો અને આડત્રીસ હજાર શ્રમણીઓના પરિવાર સાથે પૂર્વાનુમૂવી વિહાર કરતા કરતા, ગામોગામ ફરતા ફરતા, સુખપૂર્વક વિહાર કરતા કરતા આમલક૯પા નગરીની બહાર આમ્રશાલ વનમાં પધાર્યા, ધર્મસભા ભરાઈ-પાવતુ-પર્યું.
પાસના કરવા લાગી. ૨૦૧. ત્યારે તે કાલી કુમારિકા આ સમાચાર સાંભળી
હૃષ્ટ, તુષ્ટ, ચિત્તમાં આનંદવાળી, મનમાં પ્રીતિવાળી, ઉત્તમ મનભાવવાળી અને હર્ષથી વિકસિત હૃદયવાળી બની જ્યાં તેનાં માતા-પિતા હતાં
ત્યાં આવી, આવીને બે હાથ જોડી શિરસાવતું કરી આ પ્રમાણે કહેવા લાગી-હે માતા-પિતા! વાત એમ છે કે આદિકર તીર્થંકર પુરુષાદાનીય અહંત પાર્શ્વનાથ અહીં પધાર્યા છે, અહી સમોસર્યા છે, અહીં આમલક૯૫ નગરીના આમ્રશાલવનમાં જ યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે.
ઓથી માત-વાત! આપ અનુમતિ આપો તે હું પુરુષાદાનીય અહંતુ પાર્શ્વનાથ ભગવાનના પાયવદન માટે જઉં.' “હે દેવાનુપ્રિયે! તને સુખ થાય તેમ કર, સત્કાયમાં વિલંબ કરીશ નહીં'.' માતા-પિતાએ એ પ્રમાણે અનુમતિ આપી.]
ત્યારે તે કુમારિકા કાલી માતા-પિતાની આજ્ઞા મળતાં હૃષ્ટ તુષ્ટ આનંદિત, પ્રીતિવાળી, પરમ ઉત્તમ મનોભાવવાળી અને હર્ષવશ વિકસિત હૃદયવાળી થઈ અને સ્નાન કરી, બલિકમ કરી, કૌતુકમંગળ કરી, અલપ પરંતુ શુદ્ધ અને મંગળ વસ્ત્રો પહેરી, અલપ પરંતુ મહામૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કરી, દાસીએના વૃંદથી ઘેરાઈ, પોતાના ઘરેથી નીકળી, નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી, જ્યાં ઉત્તમ ધાર્મિક રથ હતો ત્યાં ગઈ, જઈને ઉત્તમ ધાર્મિક રથ પર આરૂઢ થઈ.
ત્યારે તે કાલી કુમારિકા શ્રેષ્ઠ ધાર્મિક યાન પર આરૂઢ થઈ દ્રૌપદીની જેમ યાવત્ પય્ પાસના કરવા લાગી.
ત્યાર પછી પુરુષાદાનીય અહંતુ પાર્શ્વ પ્રભુએ કુમારિકા કાલી અને બીજી વિશાળ જનસભાને ધર્મોપદેશ કર્યો.
કાલીનો પ્રવ્રજ્યા સંક૯૫– ૨૦૨. ત્યાર પછી તે કુમારિકા કાલીએ પુરુષાદાનીય
અહંત પાર્શ્વનાથ પાસે ધર્મ શ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી હૃષ્ટ, તુષ્ટ, આનંદિતચિત્તથાવત્ વિકસિતહૃદયા થઈને પુરુષાદાનીય પાર્થનાથ ભગવંતની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું – “હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. તે આપે જેવું કહ્યું તેવું જ છે.” [સર્વ પૂર્વવત્] વધુમાં કહ્યું કે- “હે દેવાનુપ્રિય! હું માતા-પિતાની આજ્ઞા લઈશ અને પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત બની ગૃહસ્થવાસ ત્યજી અનગાર પ્રજ્યા ગ્રહણ કરીશ.'
‘હે દેવાનુપ્રિયે ! સુખ થાય તેમ કર.” ભગવાને ઉત્તર આપ્યો.].
ત્યાર પછી તે કુમારિકા કાલીએ પુરુષાદાનીય અહંતુ પાર્શ્વનાથનો આવો ઉત્તર સાંભળી, હૃષ્ટ તુષ્ટ આનંદિત થાવત્ વિકસિત હૃદયવાળી થઈને અહંત પાર્શ્વને વંદન-નમસ્કાર કર્યા.
વંદન-નમન કરી તે જ શ્રેષ્ઠ ધાર્મિક રથ પર સવાર થઈ.
સવાર થઈને પુરુષાદાનીય અહંતુ પાશ્વ પાસેથી અને આમ્રપાલવન ચૈત્યમાંથી બહાર
નીકળી.
નીકળીને જ્યાં આમલકપા નગરી હતી ત્યાં આવી.
ત્યાં આવીને આમલકલ્પા નગરીના મધ્યભાગમાં થઈને જ્યાં પોતાની બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં પહોંચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org