________________
ધર્મ થાનગ-અરિષ્ટનેમિ-તીર્થમાં પદિલા કથાનક : સૂત્ર ૧૭૧
પુત્ર તેટલીપુત્ર અમાત્યના હાથમાં આપ્યો.
ત્યાર પછી તેટલીપુત્રે પદ્માવતીના હાથમાંથી બાળકને લીધે, લઈને પોતાના ઉત્તરીય વસ્ત્રથી તેને ઢાંકયો અને અંત:પુરના પાછલા દ્વારથી છૂપી રીતે તે નીકળ્યો, નીકળીને જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં ભાર્યા પથ્રિલા હતી ત્યાં આવ્યો, આવીને પેટ્ટિલાને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે કનકરથ રાજા યાવતુ પુત્રોને અપંગ કરી દે છે. આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતી દેવીનો આત્મજ છે. તે હે દેવાનુપ્રિયે ! કનકરથથી છૂપી રીતે આ બાળકને તું બચાવ, તેની રક્ષા કર અને તેને ઉછેર. ત્યાર પછી જ્યારે આ બાળક બાળપણ છોડી યુવાન બનશે ત્યારે તારે, મારે અને પદ્માવતીને આધાર બનશે.’ આમ કહી તે બાળકને તેણે પોટ્ટિલા પાસે રાખ્યો અને પોટ્ટિલા પાસેથી મૃત બાળકી લીધી, લઈને ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી, ઢાંકીને અંત:પુરમાં પાછલા બારણેથી પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં પદ્માવતી દેવી હતી ત્યાં ગયો, ત્યાં જઈને તે બાળકીને પદ્માવતી દેવી પાસે મૂકી પાવત્ પાછો ફર્યો.
બાલિકાની ઉત્તરક્રિયા૧૭૧. ત્યાર પછી તે પદ્માવતી રાણીની અંગપરિચારિ
કાઓએ પદ્માવતી રાણી અને તેની મૃત બાળકીને જોયાં, જોઈને તેઓ જ્યાં કનકરથ રાજા હતો ત્યાં આવી અને આવીને બે હાથ જોડી શિરસાવપૂર્વક અંજલિ રચી આ પ્રમાણે બોલી-“હે સ્વામી ! પદ્માવતી દેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે.”
ત્યાર બાદ કનકરથ રાજાએ તે મૃત બાલિકાને અગ્નિસંસ્કાર કર્યો, અને પછી અનેક પ્રકારની લૌકિક ઉત્તરક્રિયા કરી, ઉત્તરક્રિયા કરી પછી સમય જતાં તે શોકરહિત બન્યો. અમાત્યને ત્યાં પુત્ર-જન્મ-ઉત્સવ અને કનકધ્વજ
નામકરણ૧૭૨. ત્યાર પછી બીજા દિવસે તેટલીપુત્રે કૌટુંબિક
પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે
કહ્યું- હે દેવાનુપ્રિયે! તરત જ જેલમાંથી કેદીએની બંધનમુક્તિ કરે યાવત્ દશ દિવસ ઉત્સવ જાહેર કરે, કરાવે અને એમ કરી મારી આશા પૂરી કર્યાની મને જાણ કરો.”
તેઓએ પણ આજ્ઞાનુસાર આશાપૂર્તિની જાણ કરી,
‘અમારો આ બાળક કનકરથ રાજાના રાજ્યમાં જમ્યો છે તેથી ઓ બાળકનું નામ કનકધ્વજ હો’ [આમ તેનું નામકરણ કર્યું] યાવતું ભેગે ભોગવવા સમર્થ એ યુવાન તે બન્યો.
અમાત્યને પિહિલા પ્રત્યે વિરાગ૧૭૩. ત્યાર પછી કોઈ એક કાળે તેટલીપુત્રને પોટ્ટિલા
અણગમતી, અપ્રિય, અનિષ્ટ, અણમાનીતી થઈ ગઈ–તેતલીપુત્રને તેનું નામ અને ગોત્ર સાંભળવું પણ ગમતું ન હતું, પછી તેના દર્શન કે તેની સાથેના ભાગની તો વાત જ શું?
ત્યારે કોઈ વખત મધ્યરાત્રિ સમયે પટ્ટિલાના મનમાં આ ભાવ, આવા પ્રકારનો વિચાર, વિકલ્પ કે સંકલ્પ થયો–ખરેખર હું પહેલાં તો તેટલીપુત્રને ઇષ્ટ, કાંત,પ્રિય, મનગમતી, માનીતી હતી અને અત્યારે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અણગમતી, અણમાનીતી બની ગઈ છું. તેતલીપુત્ર જ્યારે મારું નામ-ગોત્ર સાંભળવાય રાજી નથી ત્યારે પછી મને જોવા કે મારી સાથે ભોગ ભોગવવાની તો વાત જ ક્યાં રહી?” આમ વિચારી તે હતાશ થઈ, બે હથેળીમાં મેં મૂકી
આર્તધ્યાનમાં ડૂબી ગઈ.
પિટિલા માટે દાનશાળાનિર્માણ૧૭૪. ત્યાર બાદ તેટલીપુત્ર હતાશ થયેલી અને હથે
ળીમાં મેં છુપાવી આર્તધ્યાનમાં ડૂબેલી પટ્ટિલાને જોઈ, જોઈને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! હું હતાશ થઈ હથેળીઓમાં મેં રાખી આર્તધ્યાનમાં ન પડ. તું મારી ભોજનશાળામાં વિપુલ પ્રમાણમાં અશન-પાન-ખાદ્યસ્વાદ્ય આહાર તૈયાર કરાવી અને તૈયાર કરાવી પછી અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org