________________
ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ—તીમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૧૧૯
કૃષ્ણની નરસિ’રૂપ-વિકુવા—
૧૧૯. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જયાં અપરકકા નગરી હતી ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચી રથને અટકાવ્યા, રથ ઊભા રાખી રથમાંથી નીચે ઊતર્યા, ૨૫માંથી નીચે ઊતરી વૈક્રિય સમુદ્ધાત કર્યાં, વૈક્રિય સમુદ્ધાત કરી એક વિશાળ નરસિંહના રૂપની વિકુણા કરી, વિકુČણા કરી ભયંકર ગર્જના સાથે જમીન પર પગ પટકયા.
ત્યારે કૃષ્ણ વાસુદેવે આવી ભયંકર ગર્જના સાથે જમીન પર પગ પટકથા તેના અવાજથી અપરકકા રાજધાનીના પ્રાકાર (કોટ), ગેાપુર (દરવાજા), અટ્ઠાલિકાએ (ઝરુખા), ચારિકા (કોટ અને નગર વચ્ચેના ભાગ), તેારણા અને શ્રેષ્ઠ ભવના તથા શ્રીગૃહ (ભ’ડાર) તડ તડ કરતાં તૂટીને જમીન પર પડયાં.
પદ્મનાભનું કૃષ્ણ શરણે જવું—
૧૨૦, ત્યારે તે પદ્મનાભ રાજા અપરકકા નગરીના પ્રાકાર, ગાપુર, અટ્ટાલિકાઓ, ચારિકા, તારણ, ઉત્તમ ભવના અને ભડારગૃહને તડતડ તૂટી નીચે પડેલાં જોઈ ભયભીત બની દ્રૌપદી દેવીના શરણે ગયા.
ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભ રાજાને આ પ્રમાણે કહ્યુ—‘હે દેવાનુપ્રિય ! શું તું નહોતા જાણતા કે કૃષ્ણ વાસુદેવ જેવા શ્રેષ્ઠ પુરુષને અપ્રિય એવું કા તેં મને અહીં' લાવીને કયુ છે ? ખેર. તેમ છતાં હે દેવાનુપ્રિય ! તું જઈને સ્નાન કરી ભીનાં વસ્ત્રો પહેરી અને તે વસ્ત્રોના છેડા નીચા રાખી તથા અંત:પુરની રાણીએ આદિ પરિવાર સાથે લઈને, ઉત્તમ રત્નાની ભેટ લઈને, મને આગળ કરીને કૃષ્ણ વાસુદેવ સમીપે જઈ બે હાથ જોડી મસ્તક પાસે અંજલિ રચી, પગમાં પડી તેમનું શરણ માગ. હે દેવાનુપ્રિય ! ઉત્તમ પુરુષા શરણાગત-વત્સલ હોય છે.’
૧૨૧, ત્યાર બાદ તે પદ્મનાભે દ્રૌપદી દેવીની આ વાત સાંભળી તરત સ્નાન કરી ભીજાયેલાં વસ્ત્રો પહેરી અને તે વસ્ત્રોના છેડા નીચા રાખી, અંત:પુર સહિત, ઉત્તમ રત્નાની ભેટ સાથે લઈ, દ્રૌપદી
Jain Education International
For Private
૩૫
દેવીને આગળ રાખી, કૃષ્ણ વાસુદેવ પાસે જઈ દશે આંગળીએ એકઠી કરી (બે હાથ જોડી) મસ્તકે અંજલિ રચીને, પગમાં પડી શરણ માગ્યું, શરણ માગતાં આ પ્રમાણે કહ્યું—‘હે દેવાનુપ્રિય ! મેં આપની ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ જોયાં. હે દેવાનુપ્રિય! હું આપની ક્ષમા માગુ છું. હે દેવાનુપ્રિય ! મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય! આપ ક્ષમા કરવા સમ છે.. હુ ફરી કદી આમ કરીશ નહીં.’ આમ કહી અંજલિપૂર્વક પગે પડી તેણે કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી દેવીની સાંપણી કરી. દ્રૌપદી સહિત કૃષ્ણ અને પાંડવાનુ પ્રત્યાગમન— ૧૨૨, ત્યારે તે કૃષ્ણ વાસુદેવે પદ્મનાભને આ પ્રમાણે
કહ્યું–‘અરે આ પદ્મનાભ ! અનિચ્છિત (મૃત્યુ)ની ઈચ્છાવાળા ! દુક્ષણ ! હીનપુણ્ય ! ચતુશીના જન્મનાર [શ્રી-હી-કૃતિ-કીતિએ ત્યજેલા ! શું તું મને ઓળખતા ન હતા કે જેથી મારી ભગિની દ્રૌપદી દેવીને અહી' હરી લાવ્યા ? તે પણ એ બધું હું જતું કરું છું અને તને હવે મારા તરફથી કોઈ ભય નથી.' આમ કહી તેમણે પદ્મનાભને વિદાય કર્યાં અને દ્રૌપદી દેવીને સાથે લીધાં, સાથે લઈ રથારૂઢ થયા, રથારૂઢ થઈ જ્યાં પાંચ પાંડવા હતા ત્યાં આવ્યા, આવી પાંચે પાંડવાને દ્રૌપદી દેવીની સોંપણી કરી.
ત્યાર પછી પાંચે પાંડવા અને છઠ્ઠા કૃષ્ણ પાતે છ રથામાં બેસી લવણસમુદ્રની વચ્ચેાવચ્ચ થઈને જયાં જ બૂદ્રીપનું ભરતક્ષેત્ર હતું ત્યાં
જવા રવાના થયા.
ધાતકી ખડના ભરતક્ષેત્રના કપિલ વામુદેવ અને કૃષ્ણ વાસુદેવના યુગલનુ શ`ખનિ દ્વારા મિલન—
૧૨૩, તે કાળે તે સમયે ધાતકી ખ'ડના દ્રીપના પૂર્વાધ ભાગમાં આવેલા ભરતક્ષેત્રમાં ચ'પા નામે નગરી હતી. પૂર્ણ ભદ્ર નામે ચૈત્ય હતું.
તે ચંપા નગરીમાં કપિલ નામે વાસુદેવ રાજા હતા, જે રાજાઓમાં મહાન હિમવંત, મહાન મલય અને મંદરાચલ જેવા શ્રેષ્ઠ રાજા હતા--- વન
Personal Use Only
www.jainelibrary.org