________________
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં પદ્માવતી આદિ શ્રમણીઓનાં કથાનકે ઃ સૂત્ર ૧૫૭
વિભૂષિત કરી, વિભૂષિત કરીને એક હજાર પુરુષ દ્વારા ઊંચકી શકાય તેવી શિબિકામાં તેને બેસાડી, બેસાડીને દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા, નીકળીને જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં સહસ્ત્રામવન નામે ઉદ્યાન હતું ત્યાં આવ્યા, ત્યાં આવીને શિબિકા ત્યાં ઊભી રખાવી, શિબિકા ઊભી રખાવીને પદ્માવતી દેવીને નીચે ઉતારી, નીચે ઉતારીને જ્યાં અહંત અરિષ્ટનેમિ ભગવંત બિરાજમાન હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને અહંત અરિષ્ટનેમિ ભગવંતની ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા, વંદન-નમન કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત ! આ મારી પટ્ટરાણી પદ્માવતી નામે દેવી જે મને મનગમતી યાવત્ મનોભિરામ છે યાવન્ ઉંબરાના પુષ્પની જેમ જેનું નામ સાંભળવું પણ દુર્લભ છે તો પછી જોવાની તો વાત જ કેવી?—(એવી અનુપમ છે)-તેને હું આપ દેવાનુપ્રિયને શિષ્યારૂપે ભિક્ષાદાનમાં આપું છું. હે દેવાનુપ્રિય ! આપ તેને શિષ્યાભિક્ષા તરીકે ગ્રહણ કરો.'
હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો, પરંતુ સત્કાર્યમાં વિલંબ ન કરશો.” [ભગવંત અરિષ્ટનેમિએ ઉત્તર આપ્યો.]
ત્યાર પછી તે પદ્માવતી રાણી ઉત્તરપૂર્વ દિશા (ઈશાન કોણ)માં ગઈ, ત્યાં જઈને પોતાની જાતે જ પોતાના આભરણ-અલંકારો ઉતાર્યા, ઉનારીને પોતાની જાતે જ પંચમૃષ્ટિક લોચ કર્યો, લોચ કરી જ્યાં અહંત અરિષ્ટનેમિ ભગવંત બિરાજ્યા હતા ત્યાં આવી, ત્યાં આવી અહંત
અરિષ્ટનેમિ ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, વદન-નમન કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવંત!
આ સંસાર દુ:ખોથી તપ્ત છે યાવત્ હે દેવાનુપ્રિય! હું આપ પાસે ધર્મ શ્રવણ કરવા
ઇચ્છું છું” ૧પ૭. ત્યાર પછી અહંત અરિષ્ટનેમિએ સ્વયં
પદ્માવતી દેવીને દીક્ષા આપી, દીક્ષા આપીને પોતે જ તેને યક્ષિણી આર્યાને શિષ્યરૂપે સોંપી.
ત્યાર પછી તે યક્ષિણી આર્યાએ પોતે જ પદ્માવતી દેવીને પ્રવ્રજ્યા આપી, પોતે જ મુંડિત કરાવી અને પોતે જ ધર્મપાલનની શિક્ષા આપી–હે દેવાનુપ્રિયે ! આ રીતે ચાલવું જોઈએ યાવતું આ રીતે યત્નપૂર્વક સંયમ પાળવો જોઇએ.'
ત્યારે તે પદ્માવતી રાણીએ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાનું શરૂ કર્યું પાવતુ સંયમપાલન કરવા લાગી.
ત્યારે તે પદ્માવતી આર્યા બની, ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિઓથી સમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ.
ત્યાર બાદ તે પદ્માવતી આર્યાએ યક્ષિણી આર્યા પાસે સામાયિક આદિથી પ્રારંભ કરીને અગિયાર અંગો સુધીનો અભ્યાસ કર્યો અને અનેક ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, માસ અને અર્ધમાસ ક્ષમણરૂપ વિવિધ પ્રકારનો તપશ્ચર્યા વડે આત્માને ભાવિત કરતી તે વિચરવા લાગી.
પદ્માવતી દેવીની સિદ્ધિ ૧૫૮. ત્યાર પછી તે પદ્માવતી આર્યાએ પૂરાં વીસ વર્ષ
સુધી શ્રમણ્ય-પર્યાયનું પાલન કર્યું, પછી માસિક સંલેખના દ્વારા આત્માની શુદ્ધિ કરી, આત્મશુદ્ધિ કરી સાઠ ભક્તના ત્યાગપૂર્વક અનશન કર્યું, અનશન કરી જે હેતુ માટે નગ્નભાવ અને મુંડિતપણું સ્વીકાર્યા હતાં યાવત્ તે હેતુની આરાધના કરી અને અંતિમ શ્વાસ સાથે જ તે સિદ્ધ થઈ યાવનું સર્વ દુ:ખેથી મુક્ત બની.
ગૌરી આદિના કથાનકનો સંક્ષેપ૧૫૯, તે કાળે તે સમયે દ્વારિકા નામે નગરી હતી,
રેવતક નામક પર્વત હતો, નંદનવન નામે ઉદાન હતું.
તે દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજય કરતા હતા.
તે કૃષ્ણ વાસુદેવની ગૌરી નામે રાણી હતી– વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org