________________
૨૮
પૌષધશાળા હતી ત્યાં ગયા, જઈને પૌષધશાળામાં પ્રવેશ્યા, પ્રવેશીને પોતાના પૂર્વના સાથી દેવનુ` મનમાં ધ્યાન કરતા બેઠા.
ત્યારે તે પદ્મનાભ રાજાના અષ્ઠમ ભકત (અઠ્ઠમ) પૂર્ણ થયા ત્યારે પૂર્વ પરિચિત દેવ યાવત્ આવ્યા.
‘હે દેવાનુપ્રિય ! મારા યાગ્ય કાય કહે.' [દવે કહ્યું.]
ત્યારે તે પદ્મનાભે પૂર્વ પરિચિત દેવને આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે જબુદ્રીપ નામક દ્વીપના ભારતવર્ષમાં હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી રાણીની આત્મજા, પાંડુ રાજાની પુત્રવધૂ, પાંચ પાંડવાની ભા દ્રૌપદી દેવી રૂપ, યૌવન અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ છે અને ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તે હે દેવાનુપ્રિય ! હું ઈચ્છું છું કે તરત જ તે દ્રૌપદી દેવીને અહીં લાવવામાં આવે.’
૯૩. ત્યાર પછી તે પૂર્વાંના સાથી દેવે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું—
‘હે દેવાનુપ્રિય ! એવું કદી થયું નથી, થતું નથી, થશે નહીં કે દ્રૌપદી દેવી પાંચ પાંડવાને છોડી બીજા કોઈ પુરુષ સાથે ઉદાર માનુષી ભાગા ભાગવતી વિચરણ કરે. તે પણ હું તારી ઇચ્છા પૂરી કરવા દ્રૌપદી દેવીને અહીં તરત લઈ આવું છું.’ એમ કહી તે દેવે પદ્મનાભની રજા માગી, રજા લઈને ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિપૂર્વક લવણ સમુદ્રની વચ્ચેવચ્ચે થઈને જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં જવા ઉદ્યત થયા.
૯૪. તે કાળે તે સમયે હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી દેવી સાથે મહેલની અગાસીમાં સુખપૂર્વક સૂતા હતા. તે વખતે તે પૂર્વસંગી દેવ જ્યાં રાજા યુધિષ્ઠિર હતા, જ્યાં દ્રૌપદી દેવી હતી ત્યાં આવ્યા, આવીને દ્રૌપદી દેવી પર અવસ્વાપિની (ઘારનિદ્રામાં પાડવાની) વિદ્યાના પ્રયાગ કર્યાં, એમ કરી દ્રૌપદી દેવીને ઉપાડી,
Jain Education International
ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૯૩
www.wˇˇˇˇˇw
ઉપાડીને ઉત્કૃષ્ટ દેવગતિપૂર્વક યાવત્ જ્યાં અપરક’કા નગરી હતી, જ્યાં પદ્મનાભનું નિવાસસ્થાન હતું ત્યાં આવ્યા, આવીને આ પ્રમાણે પદ્મનાભને કહ્યું
‘હે દેવાનુપ્રિય ! હું... હસ્તિનાપુરથી દ્રૌપદી દેવીને તરત જ અહીં લઈ આવ્યા છુ, તે તારી અશાકવાટિકામાં છે. હવે શું કરવું તે તું જાણ.’ આમ કહી તે જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પાછે ચાલ્યેા ગયા. દ્રૌપદીને ચિંતા
૯૫, ત્યાર પછી ઘડી પછી જેવી તે દ્રૌપદી દેવી ભાનમાં આવી કે તે ભવન અને અશાકવાટિકાને અજાણ્યાં જાણી બોલી ઊઠી—
‘અરે ! આ અમારું ભવન નથી, આ અમારી અશાકવાટિકા નથી. તા ન જાણે કોઈ દેવ કે દાનવ કે કિ`નર કે કિ’પુરુષ કે મહારગ કે ગંધવે કોઈ બીજા જ રાજાની અશાકવાટિકામાં મને લાવી મૂકી છે.’ આમ કહી, ભગ્નમનારથ બની, બે હથેળીઓમાં માં રાખી આ ધ્યાનમાં ડૂબી ગઈ.
પદ્મનાભ દ્વારા આશ્વાસન
૯૬, ત્યાર બાદ પદ્મનાભ રાજાએ સ્નાન કર્યું` યાવત્ સર્વાલ કાર-વિભૂષિત થઈને, અન્ત:પુર-પરિવા રથી પરિવૃત્ત થઈને જ્યાં અશાકવાટિકા હતી, જ્યાં દ્રૌપદી દેવી હતી ત્યાં આવ્યા, આવીને દ્રૌપદી દેવીને ભગ્નમારથ થઇ હથેળીઓમાં મુખ રાખી આ ધ્યાનમાં ડૂબેલી જોઈ, જોઈને આ પ્રમાણે કહ્યું–
‘હે દેવાનુપ્રિયે ! તું ચિ’તામગ્ન થઈને હથેળીએમાં મુખ રાખી આધ્યાનમાં શા માટે ડૂબી છે ? દેવાનુપ્રિયે !તને જંબુદ્રીપના ભરતક્ષેત્રમાંથી હસ્તિનાપુર નગરથી, યુધિષ્ઠિર રાજાના ભવનમાંથી મારો પૂર્વસંગી દેવ અપહરણ કરીને અહીં` લઈ આવેલ છે. આથી હે દેવાનુપ્રિયે ! તું ચિંતામગ્ન થઈ બે હથેળીમાં મુખ રાખી આત ધ્યાનમાં ડૂબ નહીં. તું હવે મારી સાથે વિપુલ ભાગા૫ભાગ ભાગવતી અહીં' રહે.’
For Private Personal Use Only
www.jainelibrary.org